સૌરાષ્ટ્ર ની સફર

"કાઠિયાવાડ માં કો'ક દિ ભૂલો પડ ભગવાન, 

 કો'ક દિ થા મારો મહેમાન,  

તને સ્વર્ગ ભૂલાવું શામળા."

girnar
ગીરનાર


સોરઠ ની ધરા જ કૈક એવી છે , પ્રવાસીઓ ને જોઈએ એ બધું જ મળી રહે . સૌરાષ્ટ્ર ની પ્રથમ ખાસિયત એ છે કે અહી કોઈ માણસ ક્યારેય ભૂખ્યો સુતો  નથી . લગભગ દરેક શહેર માં ફ્રી અન્ન્ક્ષેત્ર છે જ્યાં કોઈ ભેદભાવ વગર બધા ને પ્રેમ થી જમવાનું પીરસાય છે . વીરપુર નું જલારામબાપા નું મંદિર (કદાચ એકમાત્ર મંદિર કે જ્યાં લોકો પાસે થી કોઈ પણ પ્રકાર નું દાન લેવામાં આવતું નથી ) હોઈ કે પરબ નું ધામ , દક્ષિણ ભારત  નાં મંદિરો થી સાવ જ ઉલટું  મફત માં જમવાનું અને કોઈ "દર્શન લાઈન" માટે કોઈ પણ પ્રકાર નાં ચાર્જીસ નહિ , બધાને સમાન ભાવે , પોતાની શ્રદ્ધા પ્રમાણે દર્શન કરવાની છૂટ . આ તો થઇ લોકો ની ઉદારતાની વાત.

બાકી અમિતાભ ના "ખુશ્બુ ગુજરાત કી " માં ઘણા કાઠીયાવાડ ન સ્થળો સામેલ છે જેમ કે સોમનાથ ,દ્વારકા ,ચોરવાડ ,ગીરનાર પર્વત ,ગીરનું જંગલ , સિંહો  અને ઘણું બધું . દરેક સ્થળે પહોચવાની ઉતમ વ્યવસ્થા છે અને રહેવા જમવાનું  તો સૌરાષ્ટ્ર માં પૂછવાનું જ  નાં હોઈ !!

અહી એકતરફ મનમોહક લાંબો દરિયાકિનારો છે તો બીજી બાજુ નયનરમ્ય ઉંચા પર્વતો છે  વળી ગીરનું જંગલ અને ડાલામથ્થા સિંહો આકર્ષણ જન્માવે છે . ધાર્મિક સ્થળો તો લગભગ દરેક ગામો અને શહેરો માં છે સ્વામીનારાયણ ન મંદિરો પણ બધે જ જોવા જેવા છે . દરેક સ્થળ ની પોતપોતાની વિશેષતા છે અને દરેક  પાછળ જોડાયેલી કહાની છે . ઝવેરચંદ મેઘાણી સાહેબ ની "સૌરાષ્ટ્ર ની રસધાર "  સૌરાષ્ટ્ર ની ઘણી છુપી લોકવાયકાઓ અને સત્ય કથાઓ નો સંગ્રહ છે એક વાર વાંચી જો જો .(બુક ખરીદવા માટે => સૌરાષ્ટ્રની રસધાર (Saurashtrani Rasdhar))

પ્રકૃતિ ની ભેટ તો મળેલી જ છે સાથે સાથે સૌરાષ્ટ્ર નું પાટનગર એવું " રાજકોટ " શહેર પણ માનવા જેવું ખરું .  અહી જાતભાત ની વાનગીઓ નો ટેસ્ટ કરો પછી જોવો . ફાફડા અને જલેબી થી તો સૌ વાકેફ જ હશો સાથે સાથે ઘૂઘરા , ભજીયા , ઢોકળા, જેવી અવનવી વેરાયટી પણ ખરી , પરંપરાગત ફૂડ માં ટોપ ઉપર આવે બાજરાના રોટલા અને ઓળો (આહ મોઢામાં પાણી આવી ગયું !!),  બાકી ફુલકા રોટલી , પૂરી , થેપલા વગેરે તો ખરા જ .
આ તો વાત થઇ રાજકોટ ની .

બાકી ગોંડલ , જામનગર અને જુનાગઢ નાં રજવાડાઓ  નો ઇતિહાસ ઘણો જ રોમાંચક છે જેટલું  જાણીએ એટલું ઓછું . અત્યારે પણ ત્યાના મહેલો અને ઘણી કીમતી વસ્તુઓ જોવા માટે ઉપલબ્ધ છે . રાષ્ટ્રપિતા ગાંધીજી  નું જન્મ સ્થળ પોરબંદર તો કેમ કરી ને ભુલાય !! બાકી સાચી ખબર તો આ બધું જોવો ત્યારે જ ખબર પડે .
સોમનાથબાકી સાચા કાઠીયાવાડ ને જાણવા માટે તો ઝવેરચંદ મેઘાણી ની "સૌરાષ્ટ્ર ની રસધાર " એક વખત તો વાચવી જ પડે બાપુ . ( બુક ખરીદવા માટે => સૌરાષ્ટ્રની રસધાર (Saurashtrani Rasdhar) ).


6 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.