બુક રીવ્યુ - સળગતા સૂરજમુખી - અરવિન્ગ સ્ટોન - અનુવાદ: વિનોદ મેઘાણી

કહેવાય છે કે "ભગવાન કે ઘર દેર  હૈ પર  અંધેર નહિ", પરંતુ દરેક વખતે આ સાચું પડતું નથી. અમુક અભાગી જીવનમાં આ દેર  એટલી મોડી  આવે છે કે ત્યાં સુધીમાં એની જિંદગી પુરી થઇ જાય છે. આ પુસ્તક આવા જ એક ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના  જીવનની વાર્તા  છે.  અંગ્રેજીમાં આ વાર્તા "લસ્ટ ફોર લાઈફ "થી પ્રખ્યાત છે અને આ જ નામનું ફિલ્મ પણ બની ચૂક્યું છે. આ અદભુત પુસ્તકને ગુજરાતીમાં આપણા સુધી પહોંચાડવાનું શ્રેય  ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર વિનોદ મેઘાણીને જાય છે. 


આ પુસ્તકની  શરૂઆત યુવાન વિન્સેટથી થાય છે જે ચિત્રો વેચવાનું કામ કરતો હોય છે. એને અર્શલા  નામની છોકરી ગમતી હોય છે જે વિન્સેન્ટને એક મિત્રની જેમ જ જોતી હોય છે અને એ બીજે લગ્ન કરી લે છે. વિન્સેન્ટ નું હૃદય તૂટે છે અને એને આ ચિત્રો વેચવાનું કામ પણ ગમતું હોતું નથી. એ પાદરી બનવા માટે નીકળી પડે છે. કાંઈ કમાણી  વગર અલગ અલગ જગ્યાએ રહે છે.  છેલ્લે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરો વચ્ચે રહે છે. આ પાર્ટ આખો દિલને સપર્શી લે એવો છે. છેલ્લે લોકોની એટલી સેવા કરવા છતાં એને પાદરીમાંથી કાઢી નાખે છે અને એ એના ભાઈ થીઓની સલાહથી ચિત્રકાર બનવાનું નક્કી કરે છે, આ માટે એનો ભાઈ એને આખી જિંદગી રહેવા જમવા માટે રૂપિયા મોકલે છે. એ ડચમાં અલગ અલગ ગામોમાં  જઈને દિવસ રાત ચિત્રો બનાવે છે, ભાઈ સાથે પેરિસમાં રહે છે, મમ્મી પાપા સાથે એના ગામમાં પાછો જાય છે. સખત મહેનત કરે છે અલગ અલગ ચિત્રકારોને મળે છે, એમની પાસેથી શીખે છે, પણ એની દશા એ જ રહે છે, આગળ તમારે જાતે જ વાંચવું પડશે. 

પુસ્તક વિષે વાત કરીએ તો આ પુસ્તકનું ભાષાંતર એવી રીએ કરેલ છે કે મૂળ વાર્તા જળવાઈ રહે. અમુક સવાંદો એમ જ ડચમાં કે ફ્રેન્ચમાં  છે. બધા ગામના નામો, પાત્રના નામો પણ ઓરીજનલ જ છે એટલે વાંચન કદાચ એટલું સરળ ના લાગે પરંતુ વાર્તા જ એવી છે કે એ તમને જકડી રાખે. તમને પુસ્તક મુકવાનું મન જ ના થાય. અને એકવાર અંત વાંચ્યા પછી વિન્સેન્ટ વાન ગોગ અને એમના ભાઈ થીઓ  તમારા મગજમાંથી હટે જ નહિ. 

આ પુસ્તક વસાવીને વારંવાર વાંચી શકાય એવું છે, ગમે તે પરિસ્થિતિમાં ઝઝૂમવાની, હિંમત ના હારવાની, સતત કામ કરવાની પ્રેરણા આપે છે. 

બીજા ગુજરાતી પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.