મારા વિશે
![]() |
Add caption |
નામ - "અંકિત પ્રવિણભાઇ સાદરીયા"
કામ - સોફ્ટવેર એન્જીનીયર
ક્યાંથી શરુ કરવું એ ખબર નથી પડતી, આજકાલ જે રસ્તે લોકો ચાલે છે એ જ રસ્તે હું ચાલુ છું. જીવનમાં કઈ એવું નવું નથી કરતો કે લોકોને મારી લાઈફ પરથી "અહા!" ફીલિંગ આવે. બસ હું રોજબરોજ જે જીવું છું એ એન્જોય કરું છું. ખુદને પ્રેમ કરું છું. દરેક વસ્તુ , વ્યક્તિ કે સ્થળને થોડી અલગ નજરથી જોવ છું. એમાંથી કઈ શેર કરવા જેવું લાગે એ અહી વિના સંકોચે શેર કરું છું.
મારું જીવન એક નાનકડા ગામ જૂની મેંગણીથી શરુ થયેલુ. ત્યાં જ પ્રાઈમરી શિક્ષણ મેળવ્યું. જે લોકો માને છે કે સરકારી શાળાઓમાં કઈ ભણાવતા નથી કે ત્યાં માસ્તરો ટાઈમપાસ કરવા જ આવે છે એમને કહું કે હું નવ ધોરણ સુધી સરકારી સ્કુલમાં જ ભણેલો છું. ત્યાં ભણવાની સાથે સાથે ગણ્યો પણ છું. ગામડા પછી નાના ટાઉન ધોરાજીની લાઈફ જોઈ છે. ત્યાંથી આગળ વધીને રાજકોટ જેવા શહેરમાં એન્જીનીયરીંગ કર્યું છે. હા હું સોફ્ટવેર એન્જીનીયર છું. પછી હૈદરાબાદમાં પણ અમુક સમય વિતાવ્યો છે અને પછી બેંગ્લોર જેવા મેટ્રો લેવલનાં સીટીમાં એક જાનીમાની આઈ ટી કંપનીમાં જોબ કરી. હવે સાત વર્ષ બેંગ્લોરને માણ્યા પછી ફરીથી પાછો ગુજરાત આવ્યો છું. કદાચ આ ધરતી પાછી ખેંચી લાવી છે. 2020ની શરૂઆતમાં જ વડોદરા શિફ્ટ થયો છું.
શોખમાં કહું તો વાંચવા ઉપરાંત ટ્રાવેલિંગ, ક્રિકેટ , કેરમ, કુકિંગ વગેરે ગમે છે. બાકી ક્યારેક વરસાદમાં ચાલવાની મજા આવે. ક્યારક ખેતરને પાળે પેલી બોરડીમાંથી બોર વીણતા વીણતા ખાવામાં ફાઈવ સ્ટાર હોટેલ કરતા પણ વધુ આનદ આવે. ક્યારેક કોઈ સિનેમામાં અચાનક જ ટીકીટ લઇને મુવી પણ જોઈ આવું.ક્યારેક નાઈટ ક્લબમાં ડિસ્કો પણ કરી આવીએ. ક્યારેક સાઇકલ લઈને પહોંચાય ત્યાં સુધી નીકળી જઈએ તો ક્યારેક જાત મહેનતે લીધેલ ગાડીમાં પણ ક્યાંક ચક્કર લગાવી આવીએ, બાઈકિંગ હજુ પણ એટલું જ ગમે છે! જીવનમાં લાંબા પ્લાનિંગ કરવા ગમતા નથી. ક્ષણ ક્ષણમાં જીવી લવ છું.
મને રખડવું બહુ ગમે છે અને ક્યારેક મોબાઈલમાં સારા ફોટા પાડી લવ છું તો મને તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો.
ઇન્સ્તાગ્રામ => https://www.instagram.com/ankit_sadariya/
બ્લોગ પર રખડપટ્ટીની પોસ્ટ્સ પણ આવતી રહેશે .
મેં વાંચેલ પુસ્તકોની યાદી અહીં ક્લિક કરીને જોઈ શકો છો.
બસ નવી નવી પોસ્ટ્સ વાંચતા રહેજો, તમારા વિચાર જણાવતા રહેજો। મને ટવીટર , ફેસબુક અને ઇન્સ્તાગ્રામ પર ફોલો કરી શકો છો. સોસીયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહું છું.
ટવીટર => https://twitter.com/Er_ASP
(ઓહો ! આખું વાંચવા માટે આભાર)