બુક રીવ્યુ - કરામત - અશ્વિની ભટ્ટ
અશ્વિની ભટ્ટના કરામત પુસ્તક વિષે બહુ સાંભળેલું નહોતું. મારુ માનવું છે કે અશ્વિની ભટ્ટની બેસ્ટ નવલકથાઓ ઓથાર , આખેટ, આશ્કા મંડળ, ફાંસલો વગેરેની તળે આ એમનું એક પાસું એટલું પોપ્યુલર થયું નથી. ખાસ કરીને એમનો ચોરી અને હાથકારમત પરની વાર્તાઓ હળવી અને છેલ્લે સુધી જકડી રાખે એવી છે. આ કડીમાં કમઠાણ, કસબ, કરામત વગેરે ઉમેરી શકાય. કમઠાણ તો હું વાંચતો હતો ત્યાં સુધી માનવામાં જ નહોતું આવતું કે આ હાસ્ય નવલકથા અશ્વિની ભટ્ટની છે.
કરામત પુસ્તક પણ એક અલગ પ્રકારની ચોરી કે છેતરપિંડી પર છે. આમાં પણ કામઠાણના પાત્રો ક્યાંક ક્યાંક આવે છે. આ નવલકથાની હિરોઈન છે પન્ની. અશ્વિની ભટ્ટની બધી નવલકથાઓમાં એક મજબૂત સ્ત્રી પાત્ર તો હોય જ. પન્ની પ્રવીણના ઘરમાં રહેતી હોય છે અને પ્રવીણ એને ફોઈ કહેતો હોય છે પરંતુ બંને લગ્ન કરવાના હોય છે. શરૂઆતમાં બંને ના સબંધો વિષે રમુજી કિસ્સાઓ છે. પન્ની એક નવો છેતરપિંડી માટે આઈડિયા લઈને આવે છે, પ્રવીણને આ આઈડિયા બહુ રિસ્કી લાગે છે પરંતુ છેલ્લે આ આખા આઇડિયાને બંને મળીને અંજામ આપે છે. આ આખા વાર્તમાં ત્યારના સોનાના ભાવો, ભવાઈના દાવો, દાણચોરી વગેરે પર વાંચવાની મજા આવે એવું છે.
આખી વાર્તા થોડી રમુજી, હળવી અને છેલ્લે સુધી ઝકડી રાખે એવી છે. કામઠાણની જેમ આ નવલકથા પણ ફિલ્મ બનાવવા માટે તૈયાર સ્ક્રીપટ છે. ભવિષ્યમાં કોઈ ગુજરાતી કે હિન્દી ફિલ્મ આવે તો નવાઈ નહિ.
તમે આ પુસ્તક એક ફિલ્મની ટિકિટ જેટલા ભાવે અમેઝોન પરથી ખરીદી શકો છો - ખરીદવા માટે અહીં ક્લિક કરો .

ટિપ્પણીઓ નથી: