મેં વાંચેલા પુસ્તકોની યાદી

નાનપણથી જ વાંચવાનો મને બહુ જ શોખ, પ્રાથમિકમાં લગભગ બધા બાળ મેગેઝીન વાંચેલા. આમાંથી ફૂલવારી, નિરંજન, ચંપક, અરેબિયન નાઈટ્સ, પંચતંત્ર વગેરે નામ યાદ છે. આ બધા જ મેગેઝીન મારા માસી મારા માટે લાવતા.
હાઇસ્કુલમાં અને કોલેજ સમયે ઘણી બધી બુક્સ વાંચી નાખેલી. ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ , કનૈયાલાલ મુનશીની લગભગ તમામ નોવેલ વાંચેલી. ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" લગભગ ૨ દિવસમાં વાંચી નાખેલી, જે લાઈબ્રેરીયનનાં માનવામાં નાં આવ્યું અને બુક આપવા ગયો ત્યારે એ બુક પર મને ૧૦ પ્રશ્નો પુછેલા. આમાંના લગભગ બધા જ મને આવડી ગયેલા.
કોલેજ સમયે ચેતન ભગતની બધી બુક્સ વાંચી હતી. (કોઈએ હસવું નહિ, મને એમનું લખાણ ગમે છે. એમની વાર્તામાં પાત્રોનું વર્ણન ખુબ ગમે છે.). એન્જીનીયરીંગની બુક્સમાંથી જયારે જયારે સમય મળ્યો ત્યારે ત્યારે લાઈબ્રેરીનાં ગુજરાતી સેકશનમાંથી બુક્સ શોધીને  વાંચી છે. સ્વામી સચ્ચીદાનંદની "મારા અનુભવો" બહુ જ ગમેલી. મેં મારા રૂપિયે પહેલી ખરીદેલી બે બુક્સ jay vasavda ની "સાહિત્ય અને સિનેમા" અને શાહબુદીન રાઠોડની "વાહ દોસ્ત વાહ". આ ઉપરાંત બીજી ઘણી બુક્સ વાંચી છે - ભદ્રંભદ્ર, લખી રાખો આરસની તકતી પર વગેરે વગેરે ..
આ ઉપરાંત ગુજરાત સમાચારની શતદલ અને રવીપૂર્તિના આર્ટીકલસ રેગ્યુલર વાંચ્યા છે સ્પેસીય્લી ભાવિન કચ્છી, અશોક દવે અને જય વસાવડા. 
(અમુક બુક રિવ્યુઝ મારા બ્લોગમાં લખ્યા છે )


મેં વાંચેલા પુસ્તકો -

(updating )

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.