બુક રીવ્યું - સંસારી સાધુ by હરકિશન મહેતા

તમે ગુજરાતી નવલકથાના વાંચક હોય અને હરકકીશન મહેતાની બુક ના વાંચી હોય એવું ભાગ્યે જ બને. મેં એમની પહેલી બુક પાપ પશ્ચાતાપ વાંચેલી ત્યારથી એમની બીજી બુક વાંચવાની આતુરતા હતી. બીજી બુક સંસારી સાધુ હાથમાં આવી. પહેલા તો થયું કે કોઈ સાધુ હશે જેનો છૂપો સંસાર હશે અને ફ્રોડ હશે એવું બધું, નહીં અલગ જ સ્ટોરી છે. 

વાર્તાની શરૂઆત થાય છે હિંમતનગરથી જ્યાં એક સાધુ મહારાજ આવે છે જેનો દેખાવ એકદમ ત્યાંના ગુજરી ગયેલા એકના એક રાજકુમારને મળતો આવે છે. લોકોમાં જાત જાતની ચર્ચા થાય છે, વિધવા રાણી, રાજમાતાની લાગણીઓ જાગે છે. પછીની આખી વાર્તા સસ્પેન્સ છે. શું એ સાધુ ઢોંગી હોય છે ? શું એ રાજકુમાર હોય છે ? 

સંસારી સાધુ by હરકિશન મહેતા

અડધી વાર્તા વાંચો ત્યાં કદાચ ઉપરના પ્રશ્નોનો જવાબ મળી જાય પરંતુ અહીં વાત સમજવા માટે આખેઆખી વાર્તા વાંચવી જ પડે. શરૂઆતમાં થોડી ધીરજ રાખો તો આ બુક છેલ્લે સુધી તમને પકડી રાખે એવી બુક છે. આ બુકમાં વધુ પડતા વર્ણનો તો નથી પરંતુ હરકિશન મહેતા એ રૂપકો ખુબ વાપર્યા છે. તો ટૂંકમાં આ બુક વાંચવાની મજા આવે એવી છે.

વાર્તાની લંબાઈ બહુ મોટી પણ નથી અને સાવ નાની પણ નથી. વાર્તા એક જ બુકમાં પુરી થઇ જાય છે બીજો કોઈ ભાગ નથી. નવા વાંચકોને પણ વાંચવાની ખુબ મજા આવે એવું પુસ્તક કહી શકાય. તો તમને જકડી રાખે એવી નવલકથાઓ વાંચવાનો શોખ હોય, ક્યાંક ફાર્મ હાઉસ કે વિકેન્ડ માટે જવાના હોય તો સાથે લઇ જઈ  શકાય એવી બુક. 

(આ બુક તમે અમેઝોન પરથીઅહીં ક્લિક  દ્વારા ખરીદી શકો છો

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.