પાર્ટ 1- જન્નતની હુર !


શોર્ટ સ્ટોરી - જન્નતની હૂર !,

કાશ્મીરની ઘાટીનો મૂડ  આજ કૈક અલગ જ હતો, હજુ તો સવાર ના 11 વાગ્યા હતા. સવારની ગાઢ ધુમ્મસ પછી આજ ઘણા દિવસ પછી સૂર્ય દેવતાના દર્શન થયા હતા. ધીમી ધીમી ઠંડી હવા ચાલી રહી હતી. દૂર ખીણોમા મેઘધનુષ્યો રચાતા હતા. લોકો રોજબરોજના કામો પતાવવા બહાર નીકળ્યા હતા. દૂરથી કાશ્મીરને જીવવા અને એ સ્વર્ગ ની હવા ને ફેફસામાં ભરવા માટે આવેલ સહેલાણીઓ ટાઉનથી થોડે દૂર આવેલ તળાવમા પરંપરાગત શિકારાની સહેલગા કરી રહ્યા હતા. એક સુંદર શાંત  વાતાવરણની વચ્ચે સુંદર પરંપરાગત નગર  શ્વાસ લઈ રહ્યું હતું.

પોતાના શિકારાને તળાવની કાંઠે લંગારીને ઝારા કોઈની રાહ જોઈ રહી હતી.  ઝારા, હજુ એની ઉંમર 16 વર્ષની હશે. જાણે ભગવાને કાશ્મીરનું  બધું જ સૌંદર્ય એને જ આપી દીધેલું. કાશ્મીરની છોકરીઓ આમ પણ બહુ જ સુંદર હોઈ પણ ઝારાની વાત કૈક અલગ હતી. ખુદાએ બધી જ આવડત જાણે એનામાં જ ખર્ચી નાખી. કાશ્મીરી સફરજન જેવા લીસા લાલાશ પડતા એના ગાલ , ઘાટીઓના સફેદ બરફ જેવું સફેદ અને મુલાયમ એનું શરીર!. જો કે હજુ એને એની સુંદરતા વિશે બોવ કાંઈ ખબરના હતી. એ હજુ એની તારું અવસ્થામા જ જીવતી હતી , ઉછળતી, કૂદતી, પર્વતની ટોચ પર જઈ બૂમો પાડતી અને એના પડઘા સાંભળતી. ક્યારેક બકરીઓને લઈ ને  ઘાટીઓમાં ચરાવવા નીકળી પડતી  તો ક્યારેક સહેલીઓ સાથે સફરઝન ના બાગ મા જઈને લાલ ચટાક સફરજનો ચોરી આવતી.            

ઝારાનું એક રોજ નું કામ હતું,  એમના ફૂલોના બગીચાઓમાંથી વહેલી સવારે એકઠા થયેલા ફૂલોને શિકારામા લાદીને શહેર ની માર્કેટ સુધી  પહોંચાડવા. રોજ ઝારા સાથે એમનો ભાઈ અહમદ કે ઇમરાન ચાચા  હોઈ પણ આજે ઝારા એકલી હતી. આમ તો રોજ એક્ઝેટ સવારે 11 વાગે રહેમાન ચાચા આવી જ જાય પણ  આજ 11.30 થઈ ગયા હતા પણ કોઈ હજુ સુધી શિકારામાંથી ફૂલો લેવા આવ્યું ના હતું. ત્યાં જ કોઈ યુવાન દેખાયો, આજુબાજુના શિકારાઓના માલિક ને પૂછતો પૂછતો ઝારા સુધી પહોંચ્યો. 

યુવાને આવતા જ ઝારા ને પોતાનું નામ  આફતાબ બતાવ્યું અને કહ્યું " સલામ માલેકુમ.. હું રહેમાનચાચા નો પૌત્ર છું આજ એમની તબિયત ખરાબ હોઈ હું તમારા ફૂલો લેવા આવ્યો છું". આફતાબ દેખાવમા 20 વર્ષ નો લાગતો હતો, થોડો ક્યૂટ પણ એને પહેરેલી કાશ્મીરી પાઘડી એને વધારે હેન્ડસમ બનાવતી હતી. આફતાબ સાથે આવેલ માણસો શિકારામાંથી કાળજીપૂર્વક ફૂલો ઉતારવા લાગ્યા. ત્યાં સુધીમા ઝારાએ રહેમાનચાચા અને એમની તબિયત વિશે પૂછપરછ કરી. અને એ આફતાબ સાથે જ રહેમાન ચાચાની ખબર કાઢવા પહોંચી ગઈ.

રહેમાન ચાચા ની તબિયત વધારે ખરાબ લાગતી હતી. ઝારા આખો દિવસ ત્યાંજ રોકાઈ ગઈ. આફતાબ પણ ત્યાં જ હતો. બંને એ આખો દિવસ વાતો કરી. ઝારા આખો દિવસ બોલ બોલ કરતી રહી અને આફતાબ તો જાણે ઝારા ની સુંદરતામાં જ ખોવાય ગયો. મનોમન જ નક્કી કરી લીધું કે આ ક્યાંક જન્નત માંથી ઉતરી આવેલી  હુર જ છે. જોઈએ તો આ જ જોઈએ, બીજી કોઈ જ નહીં.  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.