પાર્ટ 6 - જન્નતની હૂર !


આજે આખા ટાઉનનો માહોલ અલગ હતો. ભારતીયસેના બધા શિકારાઓની તલાશી લઇ રહી હતી. ટાઉનમાં હ્યુમન બોમ્બસ ઘુસ્યા હોવાની અફવા હતી.  ઝારા બધું ઇગ્નોર કરીને આફતાબની રાહ જોતી હતી. ઘણો સમય થઇ ગયો પણ એ હજુ દેખાણો નહિ.  ઝારા એ આફતાબના ઘરે જવાનું જ નક્કી કર્યું. રસ્તા માં આફતાબ નો મિત્ર ફેઝલ મળ્યો જે ઝારા  પર વર્ષોથી લાઈનો મારતો. ઝારાં  એ ફેઝલ  ઈંગનોર કરી સીધી આફતાબ ના ઘરે પહોંચી ગઈ. ત્યાં રહેમાન ચાચા એકલા હતા. ઝારા એ આફતાબ વિષે પૂછ્યું તો એનો કોઈ પતો  ના હતો. એ પાછી ફરી.

ત્યાં જ રસ્તામાં પાછો ફેઝલ દેખાયો. ઝારા  એ ફેઝલ ને સીધું  જ જઈ ને ફેઝલ ને પૂછ્યું કે "આફતાબ ક્યાં છે ? કાંઈ ખબર છે ? "  
ફેઝલ - "કેમ શું થયું ?" 
ઝારા - " આજ સવાર નો એને શોધું છું , ક્યાંય એની ખબર નથી" 
ફેઝલ - " આટલી સુંદર જન્નત ની હૂર જેને શોધતી હોઈ અને માણસ એને મળવા ના આવે તો એ ડોબો જ કહેવાય " 
ઝારા -" તું મોઢું સાંભળી ને વાત કર ... "  

ત્યાં જ ફેઝલનો એક મિત્ર આવી ચડ્યો, ફેઝલે એને આફતાબ વિષે પૂછ્યું તો એ હસવા મંડ્યો. ઝારા રડવા જેવી થઇ ગઈ અને ફેઝલને નાના બાળક ની જેમ કહેવા માંડી " પ્લીઝ એ ક્યાં છે શોધી લાવ ને, જ્યારે થી તે કેમ્પમાંથી પાછો ફર્યો છે એની વર્તણુક અલગ જ થઇ ગઈ છે એવું લાગે છે કે એને મારા માં કોઈ રસ નથી પહેલા ક્યારેય આવુંના કરતો ..." 

ત્યાં જ ફેઝલના મિત્રએ પૂછ્યું - " કયો કેમ્પ , પાકિસ્તાન બોર્ડર વાળો તો નહિ? જ્યાં આંતકી બનવાની ટ્રેનિંગ અપાય છે? "
ઝારા  - " ના હવે, એ ઇસ્લામ ધર્મ માટે કૈક ગયો હતો " 
ફેઝલ નો મિત્ર - " ત્યાં ઇસ્લામના નામે માસુમ યુવાનોને બોલાવવા માં આવે છે અને પછી એમનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. આખી દુનિયા ઝાલિમ છે, બધા ઇસ્લામ ને ખતમ કરી નાખશે એવું કહીને ડરાવવામાં આવે છે. 20-22 વર્ષ ના લવર મુછિયા યુવાનો ને 72 જન્નતની હૂર ના ખ્વાબ બતાવવામાં  આવે છે. કહેવામાં આવે છે કે અહીંની છોકરીઓ કઈ જ નથી પાક કામ કરીને જન્નતમાં જશો ત્યારે 72 વર્જિન મળશે. આવું બધું કહી ને લિટરલી બ્રેઇનવોશ થાય છે અને એને સુસાઇટ બોમ્બર બનાવી દેવામાં આવે છે " 

ફેઝલ અને ઝારા  સીધા તળાવ બાજુ દોડવા માંડ્યા. "આપણે ગમે એમ કરી ને બચાવવો જ પડશે". ત્યાં જ તળાવની સામે આર્મીના કેમ્પ પાસે  બંને પહોંચ્યા. સામેનું દ્રશ્ય જોઈને ઝારા  લગભગ બેહોશ થઇ ગઈ.
સામે આર્મીવાળા ગન  પોઇન્ટ કરીને રાઉન્ડ માં ઉભા હતા. વચ્ચે આફતાબ અને બીજા 2 યુવકો ઉભા હતા. ત્રણેયના હાથ ઉપર હતા. પણ મોઢા પર સ્માઈલ હતું. 
ઝારા જોર થી ચિલ્લાઈ - " આફતાબ....."
બધાનું ધ્યાન ધ્યાન એ તરફ ગયું. એટલી વાર માં ફેઝલ એ આર્મી ઓફિસરને જણાવી દીધું કે આ સુસાઇટર બોમ્બર હોઈ શકે પણ મારો મિત્ર છે એને મારતા નહિ. પ્લીઝ ગમે તેમ કરી ને બચાવી લો. આર્મી ઓફિસરે બધા સૈનિકોને થોડી દૂર હટી  જવા ની સૂચના આપી.  
ઝારા - "આફતાબ... મારી પાસે આવી જા ...ઓફિસર એને કાંઈ ના કરતા એ મારો આફતાબ છે મારો..."
આફતાબ - "ઝારા, મારે જન્નતમાં જવું છે , મારે 72 વર્ઝીન હૂર પામવી છે ...  "
ફૈઝલ ચિલ્લાયો - " આફતાબ , તારું જન્નત કાશ્મીર જ છે અને તારા જન્નત ની હૂર ઝારા છે " 

પણ એનો અવાજ પહોંચે એ પહેલા જ અને એક જોરદાર બ્લાસ્ટ થયો. ત્રણેય યુવાનો અને પાંચ સૈનિકો ઘટના સ્થળ પર જ મરી ગયા. ઝારા બેહોશ થઇને પડી ગઈ. ફેઝલ આગ તરફ દોડ્યો કે  કદાચ આફતાબ બચી ગયો હોઈ.
"ઈમેજનરી 72 વર્જિન  હૂરના ચક્કરમાં એક સાચી હૂર ને એ ખોઈ બેઠો".

થોડીવારમાં કડક કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. સ્વર્ગ સમા કાશ્મીર માં નર્ક જેવી શાંતિ અને ભય પ્રસરી ગયો.2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.