પાર્ટ 2- જન્નત ની હુર !
હવે રોજ ફૂલ લેવા રહેમાનચાચાને બદલે આફતાબ આવવા લાગ્યો. રોજ સવારે એ ઝારા ની રાહ જોતો તળાવ ની પાળીએ બેઠો હોઈ. કોઈ દિવસ ઝારાને આવતા  થોડું પણ મોડું થઈ જાય તો બેબાકળો બની જાય. જેવી ઝારા આવે કે તરત જ તેની સાથે આવેલા માણસ ને શિકારામાંથી ફૂલ ઉતારવાનું કામ સોંપીને એ ઝારા સાથે વાતો કરવા  માંડે. ઘણી વખત બેય માર્કેટથી થોડા દૂર જઈને તળાવ ની પાળે એકલા બેસે. ક્યારેક મજાક મસ્તી , ક્યારેક કાશ્મીરના ધુમ્મસવાળા વાતાવરણ માં તળાવની આજુબાજુ થોડું વોક. 

આજ ઝારા એ અલગ જ ડ્રેસ પહેર્યો હતો. એકદમ અનારકલી ગ્રીન, કમર પર બેલ્ટ અને ઉપર વાળ અને અડધો ચહેરો ઢંકાય એવું બ્લેક કાપડ બાંધ્યું હતું.  આજે જેવી ઝારા આવી કે તરત જ ઝારાની શિકારામાંથી જ એક ફૂલ લઇ આફતાબએ ઝારા ને આપ્યું. "એ ફૂલ એક ફૂલ સી સુંદર હુર કે લિએ". ઝારા- "ઔર એ ફૂલ કે પહેલે 2 રૂપે નિકાલો" અને બંને હસી પડ્યા.આજે આફતાબએ ઝારાને કહ્યું ચાલ ને ક્યાંક દૂર ટેકરીએ જઈ ને બેસીએ, મજા આવશે.પણ એમ એક વખતમાં જ હા પાડી દે તો સુંદર છોકરી શાની ! ઝારાએ કહ્યું કે આજ મારે ઘરે કામ છે પછી ક્યારેક...

હવે ઝારા ને પણ આફતાબ ગમવા માંડ્યો હતો. એની સહેલીઓ ને પણ આફતાબ ની જ વાતો કર્યા  કરતી.પણ આફતાબને હજુ પણ એ વાત ની ખબર પાડવા દીધી ના હતી. આફતાબ બેબાકળો બની રહ્યો હતો. આ છોકરી ને કેવી રીતે પટાવું ? આટલી સુંદર છોકરી મને હા પાડશે ? એને પ્રેમ એટલે શું એ ખબર તો પડે છે ને ? કે હજુ નાની બચ્ચી જ છે ? કેવી હસી હસી ને વાતો કરે છે , કલાકો સુધી મારી સાથે બેસે છે તો હું પ્રેમ નો ઈઝહાર કરવા નો પ્રયત્ન કરું ત્યારે હસી કેમ કાઢે છે ?  

આફતાબ અને ઝારા ને મળ્યાના  6 મહિના થઈ ગયા હતા. આજે આફતાબ ઝારાના ફૂલોના બગીચા જોવા રહેમાન ચાચા સાથે તળાવને પેલે પાર ઝારાના ગામ ગયો હતો. ઝારા આફતાબને ને એના ફેવરિટ પ્લેસીસ દેખાડવા લઇ ગઈ. આ સફરજનના બગીચાઓ છે. જો આ પર્વત પર અમે બકરીઓ ચરાવવા આવીએ, આ ઘાટી ના પથ્થર પર તું ઉભો રહી ને બૂમો પાડે તો તને પડઘો સંભળાશે. આફતાબ પથ્થર પર ચડ્યો અને જોરથી ચિલ્લાયો  "ઝારા આઈ લવ યુ ". સામે થી એ જ પડઘો પડ્યો.  

આફતાબ - "સાંભળ્યું? "
 ઝારા (મજાક માં ) - " કુછ સુનાય  નહિ દિયા, જોર જોર સે હવા ચાલ રહી  હૈ " 

આફતાબને થોડો ગુસ્સો આવ્યો. એ હજુ થોડો વધુ ઉપર ચડ્યો. એકદમ હીરો ની જેમ બે હાથ પહોળા કરી જોર થી બોલ્યો "ઝારા , આઈ લવ યુ..... આઈ લવ યુ  .....આઈ લવ યુ.. મેં તુમસે મહોબ્બત કરતા હું ઝારા...  " અને અચાનક જ લપસ્યો સીધો, સીધો જ  ખીણમાં ગયો. ઝારા એકદમ ગભરાય ગઈ, નીચે જોયું તો કાંઈ દેખાતું ના હતું. કાશ મેં પહેલા જ "આઈ લવ યુ ટુ"  હોત... ત્યાં બેઠા બેઠા જ ઝારા રડવા માંડી, જોર જોર થી ચિલ્લાવા માંડી "આફતાબ ... ક્યાં  છે તું  આફતાબ પ્લીઝ .."

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.