ટાઈમ જ નથી ભાઈ

(એકવાર આખું વાંચજો )

આજકાલ ગમે ત્યારે લોકોને કોલ કરો , વાત કરો કે ચાલો મળીએ , એટલે જવાબ આવે "યાર આજકાલ ટાઈમ જ નથી મળતો" (આમા હું પણ આવી ગયો). ફોનમા વાતમાં પણ "હા સારું મળીએ પછી " કહી ને મૂકી દઈએ છીએ. ઓફિસે રોજ મોડા પહોંચીએ છીએ. કોઈકને મળવાનું  હોઈ કે કોઈ પ્રસંગમા જવાનું હોઈ, મોડા પડીએ છીએ. છોકરાવને, ફ્રેન્ડ્સને, વાઇફને  ટાઈમ આપી શકતા નથી.અરે ખુદ ને પણ ટાઈમ આપી શકતા નથી. પોતાના શોખ પુરા કરવાનો ટાઈમ નથી. હમણાં જ મારો એક મિત્ર છે જેને લખવાનો બહુ જ શોખ છે. મેં કહ્યું કે તો લખતો કેમ નથી ? એ કહે "ટાઈમ નથી ".   

સાલો આ બધો ટાઈમ જાય ક્યાં ? રોજના 24 કલાક એટલે કે રોજના 1440 મિનિટ. એટલે કે અઠવાડિયાની 10080 મિનિટ્સ. આ અઠવાડિયાની 10080 મિનિટ્સ માંથી લખવા માટે તું 80 મિનિટના કાઢી શકે ?  કેમ આપણે આપણા શોખ માટે કે આપણા નજીકના મિત્રો અને સગાસંબંધીઓ માટે સમય નથી કાઢી શકતા ?

 બોવ દૂર નહીં પણ થોડાક 1960 કે 1970 કે 1990 પણ લઈ લો ત્યારની લાઇફસ્ટાઇલનું એનાલિસિસ કરો, શું લોકો આટલા બીઝી હતા ?  સવારે સમયસર કામ પર જતા રહેતા સાંજે આવી જતા. રજાઓમા સગાસંબંધીઓ ના ઘરે જઈ આવતા. મિત્રો ને મળી લેતા ત્યારે કોઈ આટલું બીઝી તો નહોતું જ !

હજુ થોડા બેક જઈએ 1800- 1900 ની વચ્ચે ના વર્ષો મા , લોકો સાવ ફ્રી  રહેતા. ત્રણ ટાઈમ ખાઈ પી ને આરામથી મિત્રો સાથે ગપાટા મારતા, ત્રણ ટાઈમ ઘરે જ જમતા. ફેમિલી ને સગાસંબંધીઓ ને બધા ને પૂરતો સમય આપતા અથવા એમ કહીએ કે સગા સબંધીઓ, મિત્રો ,બાળકો વગેરે જ તેમની જિંદગી હતી. તો ત્યારે આટલો ટાઈમ કેમ હતો બધા પાસે ?

લોજિકલ વિચારીએ એ સમયમા આટલા ઝડપી વાહનો નહોતા. નાની મુસાફરીમાં પણ દિવસો લાગી જતા અને થાક પણ. ફોન કે મોબાઈલ નહોતા , એકબીજાને સંદેશાઓ પહોંચાડવામાં અને કમ્યુનિકેશન મા દિવસો ના દિવસો પસાર થઈ જતા હતા. ઇન્ટરનેટ નોતું, કૈક માહિતી મેળવવા માટે પુસ્તકો ના ઢગલાઓ વાંચવા પડતા હતા. રોજિંદા જીવનમા રસોઈ બનાવવા  યુઝ થતા ઘરઘંટી , મિક્સર , ગ્લાઇન્ડર, ગેસ , વગેરે ના ઉપયોગ થી પહેલા ખાલી લોટ દળવામા જેટલો સમય લાગતો એટલામાં તો  ત્રણેય ટાઈમની રસોઈ બની જાય છે.  આવા બીજા ઘણા માણસની લાઈફ સરળ અને ફાસ્ટ બનાવવા માટે બનાવાયેલા મશીનો પણ નહોતા. તો લોજીકલી વિચારીએતો આપણે આપણી બેઝિક જરુરીયાતો માટે ખાસ્સો એવો સમય બચાવીએ છીએ. તો બધો બચાવેલો સમય જાય છે ક્યાં ?

આપણી પાસે માનવ જીવનને સરળ અને સગવડ ભર્યું બનાવવાના મશીનો છે તો પણ આટલું કામ કેમ કરવું પડે છે ?  મગજથી વિચારીએ તો અત્યારે તો આપણું જીવન એવું હોવું જોઈતું હતું કે કાંઈ કામ જ ના કરવું પડે, બધું કામ મશીનસ કરી આપે અને માણસો મોજશોખ કરે, રખડે, આનંદ કરે. પણ નહીં, ઉલ્ટાનું કામ વધી રહ્યું છે પહેલા કરતા વધુ કામ કરવું પડે છે કેમ આવું ?

ક્યાંક આપણે બનવેલા મશીનો અને સગવડોમાં નફા કરતા નુકશાન વધુ છે એવું તો નથી ને ? એટલે કે મશીન જે કામ  સરળ બનાવે એ મશીન બનાવવામાં અને કોઈ માણસ માટે એ ખરીદવામાં જેટલી મહેનત કરવી પડે એ મશીન જેટલું કામ કરી શકે એના કરતા વધુ તો નથી ને ?


  
ભગવાને આપેલી સીધી સરળ લાઈફને કોમ્પ્લિકેટેડ બનાવી રહ્યા છીએ. ખરેખર તો એવું હોવું જોઈતું હતું કે ભગવાને આપણને અત્યારે છે એવી ( કે પછી નજીક ના ફ્યુચર મા આવશે એવી ) કોમ્પ્લિકેટેડ અને તણાવ ભરી લાઈફ આપી હોત અને  માણસ પોતાની સુજ્બુજ અને તર્કશક્તિનો ઉપયોગ કરીને જે પહેલા શાંતિ અને આરામવળી જિંદગી હતી એ મેળવવા મથતો હોત.  

મને પણ ખબર નથી કે ખરેખર આવું કેમ છે ? કામ વધારે કરવું પડે છે એ ફેક્ટ છે, સમય વધારે આપવો પડે છે એ પણ ફેક્ટ છે. હા કામ કરવા મા મહેનત ઘટી છે. પણ જેટલી ઓછી મહેનત કરીએ છીએ એને કવર કરવા પાછું જીમ મા જઈ ને વધુ મહેનત કરવી પડે છે. ક્યારેક તો એવું લાગે છે કે આખું સિવિલાઈઝેશન જ ઉલ્ટી દિશા મા જઈ રહ્યું છે.


   

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.