પાર્ટ 3- જન્નતની હુર !



રહેમાનચાચા અને ઝારાના પાપા અનવર , આફતાબ ને લઈને આવતા હતા. ઝારા  ઘરે બેઠા બેઠા  રડતી હતી. આફતાબ ને જોતા જ એ દોડતી દોડતી એના સુધી પહોંચી ગઈ. શું થઈ ગયું મારા આફતાબને. આફતાબ હજુ બેહોશ હતો. જલ્દી થી ગાડી બોલાવી ને એમને દવાખાને પહોંચાડ્યો. ઝારા પણ સાથે જ દવાખાને પહોંચી ગઈ. વારે વારે ઝારા રસ્તામાં એક જ વાત બોલતી હતી " મારો આફતાબ બચી જશે ને ? શું થયું છે એને ? એ ક્યાં મળ્યો તમને ?".   રહેમાનચાચા અને અનવર બંને મૌન હતા. 

હોસ્પિટલે પહોંચી આફતાબ ને એડમિટ કર્યા પછી રહેમાનચાચા એ બધી વાત કરી કે " ઘાટી ના પાછળ ના ફૂલોના બગીચાઓ એ જોઈ રહ્યા હતા ત્યારે એને ઝારા ની અને આફતાબ ની ચીસ સંભળાણી  અને એ ઉપર બાજુ દૌડી  આવ્યા. આફતાબ ઝાડના થડના ટેકે પડ્યો હતો. એ બેહોશ થઈ ગયો હતો અને એક હાથ પણ ભાંગી  ગયો હતો. ઝારા એ પૂછ્યું "આફતાબ સારો તો થઈ જશે ને ? "  ત્યાં જ ડોક્ટરે આવી ને કહ્યું "એક અઠવાડિયા માં જ   રજા મળી જશે. કઈ સિરિયસ નથી." 

છેલ્લા એક અઠવાડિયાની દિનચર્યા મુજબ ઝરા ફૂલો ને માર્કેટ સુધી પહોંચાડી, ફાળો અને થોડો નાસ્તો લઈ ને સીધી દવાખાને પહોંચી ગઈ. આજે હોસ્પિટલ પર આફતાબ નો નાનો ભાઈ અને એમના પાપા હતા. ઝારા  ના આવતા જ બંને નીકળી ગયા અને કહ્યું "હમણાં રહેમાનચાચા આવતા જ હશે. ત્યાં સુધી તું અહીં બેસ". એ દિવસ ની ઘટના પછી ઝારા અને આફતાબ પહેલીવાર એકલા મળ્યા હતા. 

ઝારા- " આફતાબ, હું ખૂબ જ દિલગીર  છું, રિયલી સોરી. હું જ પાગલ છું આઈ લવ યુ આફતાબ ..."  
આફતાબ -" ના હવે , હું પાગલ ત્યાં ચડ્યો , ત્યાં ચડ્યો નો હોત તો હજુ તું માની ના હોત .. "
ઝારા - " હું તો થોડો ભાવ ખાતી હતી .." 
આફતાબ - " બસ આમ જ ભાવ ખાતી રહેજે , હું તને લવ કરતો રહીશ" 
ઝારા - " હુહ... ! તું જલ્દી સાજો કેમ નથી થતો ? આપણે ઘાટીઓ માં જવું છે , ગુલાબના બગીચાઓ ,માં સાંજ  સવાર ફરવું છે. જલ્દી સાજો થઈ જાય ને.."
આફતાબ - "તું દવા જ નહિ આપતી તો કેમ સાજો થાવ ?. "
ઝારા - " કેવી દવા? ડોક્ટર એ આપેલ દવા નથી લેતો ?"
આફતાબ - " તારી દવા ... તારા હોઠો ની કિસ " 

ઝારા  એ સીધો જ આફતાબ ને પોતાના ખોળામાં લઈ ને તળબળતી હોઠ પર કિસ આપી દીધી. "ચાલ હવે જલ્દી સાજો થઈ જા, દવા  મળી ગઈ છે " 
આફતાબ- " રોજ ડોઝ આપવો પડશે " 

ત્યાં જ રહેમાનચાચા  આવી ગયા. ઝારા ચાચા ને ખુદા હાફીઝ  કહી ને  શરમાય  ને નીકળી ગઈ.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.