પાર્ટ 4- જન્નતની હુર !



હવે આફતાબની તબયત સરખી થઇ ગઈ હતી. ઘરે એક મહિનો આરામ કર્યા  બાદ એ  ફરીથી હાલતો ચાલતો થઇ ગયો હતો. આ એક મહિનામા ઝારા  ઘરે આવતી  રહેતી. હવે ઝારા અને આફતાબ બંને ના નિકાહની વાતો પણ ચાલુ થઇ ગઈ હતી. પણ ઝારાના અબ્બુ અનવર આધુનિક વિચારો વાળા હતા એને રહેમાન ચાચાને સમજાવ્યું હતું કે ઝારા  20 વર્ષ ની થાય પછી જ નિકાહ કરશે.   

આજે ઝારા  અને આફતાબ પહેલી વાર બહાર મળ્યા હતા. ઝારાએ  પિન્ક હાથે સોનેરી ડિઝાઇન કરેલ ડ્રેસ પહેર્યો હતો  અને હંમેશાની જેમ કાન અને માથું ઢંકાય એમ કાળું કપડું બાંધ્યું હતું. આફતાબ એના સફેદ પઠાણી સૂટ માં હેન્ડસમ લાગતો હતો. બંને હાથમાં હાથ નાખી ને દૂર એક ડુંગર ના પથ્થર પર બેઠા હતા. આગળ ખાય હતી.  દૂર દૂર તળાવ દેખાતું હતું. થોડી  ગ્રીન અને થોડું બર્ફીલી  જમીન વચ્ચે અડધું થીજેલું તળાવ અને એમાં માર્ગ કાઢતા શિકારા મસ્ત  લગતા હતા. ખુબ જ ઠંડો પવન વાય રહ્યો હતો. બંને એકબીજા ની ગરમી મહેસુસ થાય એટલા નજીક બેઠા હતા. 


ઝારા  - આફતાબ હું હવે તારા વગર નથી રહી શકતી , ચાલ ને નિકાહ કરી લઈએ 
આફતાબ - હું તારો જ તો છું ઝારા , તું 21 વર્ષ ની થા તે જ દિવસે મારે તો નિકાહ કરી લેવા છે. 
ઝારા- બસ હવે 1 વર્ષ ! 
આફતાબ - નહિ 1 વર્ષ ને 3 મહિના અને 15 દિવસ।
ઝારા- ઓહો , તું તો દિવસો પણ ગણવા માંડ્યો !! 

બંને ના હોંઠ એકબીજા ની પાસે આવી ગયા. ઠંડી ઠંડી હવામાં એક ગરમ ગરમ ચુંબન થઇ ગયું. બંનેના ચહેરા પર એકસાઈટમેન્ટ જોઈ શકાતું હતું. થોડા સમય સુધી બંને કાંઈ ના બોલ્યા.

આફતાબ - આટલી જ ગરમી મળશે ? વધુ જોઈતી હોઈ તો ..
ઝારા - ઇંતઝાર કરો હમારે મૂડ કા ...
આફતાબ - કબ આયેગા ઐસા મૂડ ?
ઝારા - દશ  મિનિટ પહેલે થા , અબ જબ આયે ગાવાના મત ..
આફતાબ  પાસે કાંઈ શબ્દો ના હતા. 

ઘરે જતા જ ખબર પડી કે ઝારાને એની બહેન ના ઘરે થોડા દિવસ રોકાવા  જવાનું હતું. કાલે બપોરે જ નીકળી જવાનું હતું. વહેલી સવારે જ ઝારા  આફતાબને મળવા તળાવને કિનારે પહોંચી ગઈ. આફતાબ આવતા જ  એને ટાઈટ હગ કરી અને ગાલ પાર પપ્પી કરી ધીમે થી કહ્યું " અબ ખ્યાલ રાખનાં પગલે, 15 દિન મેં લૌટ આઉંગી. દીદી કે ઘર સે કોલ કરુંગી ".  બંને થોડીવાર સુધી એકબીજાના હાથમાં હાથ નાખી ને કાંઈ જ બોલ્યા વગર બેસી રહ્યા. ઝારા નીકળી ગઈ..

આગળ વાંચવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.