પાર્ટ 5 - જન્નત ની હૂર !


શરૂઆતમાંતો આફતાબને  ઝારા  વગર નો એક એક દિવસ એક એક વર્ષ જેવો લાગતો હતો. બે દિવસ પછી એને ફૂલો લેવા જવાનું પણ બંધ કરી દીધું. કાંઈ કામ કરતો નહોતો , ઘરમાં એમનેમ પડ્યો રહેતો. આખરે કંટાળીને રહેમાનચાચાએ એમના એક નવા બનેલા મિત્રની સલાહમાની ને આફતાબ ને ઇસ્લામિક શિક્ષણના નામે ચાલતી કોઈ સંસ્થાના કોઈ કોર્ષ  નાતે પાકિસ્તાન બોર્ડર પર આવેલા કોઈ એક ગામ મોકલી દીધો. બંને વચ્ચે હવે ક્યારેક જ વાત થઇ શકતી। 

આજે ઝારા આવી ગઈ હતી. આફતાબ કાલે આવવાનો હતો. ઝારા આખા ટાઉન માં રખડીને આફતાબને ગમતી ગિફ્ટ્સ ખરીદતી હતી. "કાલે મારો આફતાબ આવી જાશે અને પછી અમે પાછા  એક થઇ જાશું" એની ખુશીમાં  અડધી પાગલ થઇ ગઈ હતી. કાલે આફતાબને મળે ત્યારે કયો ડ્રેસ પહેરવોએ  નક્કી કરવામાં લગભગ બધા ડ્રેસ પહેરીને જોય લીધા હતા. આફતાબને  ગમતી બધી તૈયારી કરી લીધી હતી. આખી રાત આફતાબને યાદ કરવામાં અને મળીને શું શું કરીશું એના ખ્વાબમાં  આખી રાત સુઈ ના શકી.

આજ ઘણા દિવસ પછીની મુલાકાત હતી. ઝારા એના ફેવરીટ  ડાર્ક ગ્રીન ડ્રેસમાં પ્રિન્સેસ લાગતી હતી. હંમેશાની જેમ કાન  અને ગાલ ઢંકાય એમ માથા  પાર કાળું કપડું બાંધ્યું હતું. આજ સવારમાં જ  ફૂલો પહોંચાડીને  ઝારાના ફૂલોના બગીચામાં જ મળવાનો પ્લાન હતો. ઝારા  અડધો કલાકથી વેઇટ કરતી હતી. રહેમાનચાચા એમના માણસો સાથે આવીને ફૂલો લઇ ગયા હતા.તળાવની પાળે બેસીબેસીને કંટાળી ગઈ ત્યાં જ એને આફતાબને દૂર થી  આવતો જોયો. એમની ચાલ અને પહેરવેશ બદલાય ગયો હતો. આખો કાળો પઠાણી કુર્તો અને કાળું પેન્ટ પહર્યું હતું ઉપર હંમશા વાળી  કાશ્મીરી પાઘડી ના હતી.દાઢી પણ વધારી હતી.  ચાલ પરથી બાળક મટી ને એક મર્દ લાગતો હતો.      

આવતા જ ઝારા  આફતાબ ને ભેટી પડી. આફતાબ થોડો મૌન હતો. ઝારા - " જલ્દી ચાલ , ફૂલો કી બાગીયા  તેરા ઇંતઝાર કર રહી હૈ ". આફતાબ ફિક્કું હસ્યો. બંને તળાવમાં શિકારા પાર બેસી ને ફૂલોના બગીચા તરફ જય રહ્યાં હતા. આજ બગીચામાં બંને એકલા હતા. 

ઝારા  - "કહા ગયે થે  તુમ ? મેરે પઠાણ સાબ !" 
આફતાબ - "કાશ્મીર ને પેલે પાર , પાકિસ્તાની ઘાટીઓ માં.."
ઝારા (મજાક માં)- " કેમ ખામોશ છે?..મારા થી કોઈ સારી મળી તો નથી ગઈને  પઠાણ સાબ ! "
આફતાબ (ધીમે થી ) - " મળી ને ..કદાચ મળશે ." 
ઝારા ( થોડી શંકાથી ) - "ઓહો , કોણ છે એ નશીબ વળી..." 
આફતાબ(હસી ને ) - " જન્નત ની 72 હૂર.. " 
ઝારા ( હસી ને ) - "અરે પાગલ એ તો તું મને જ કહે છે... હા હા હા "

એમ કહીને ઝારા  અલમોસ્ટ આફતાબના ખોળામાં આવી ગઈ. "આજ હમારા વો વાલા  મૂડ  હૈ, ફિર સે દેર  મત  કર દેના"  કહીને આફતાબના હોંઠ પોતાના હોંઠમાં લેવા માંગતી હતી ત્યાં જ   આફતાબ ઝારા ને દૂર હડસેલી ભાગ્યો. ઝારા  (ચિલ્લાઈ ને ) " એ પાગલ... રુક જા  ... રેપ નહિ કર દૂંગી તેરા.. અબે દો  મિનિટ રુક તો સહી .." 

અને આફતાબ જતો રહ્યો. ઝારા જોતી રહી કે અચાનક આને શું થઇ ગયું. 

***

છેલ્લા એક મહિનામાં બંને લગભગ 4-5 વખત જ મળ્યા હતા. આફતાબ એના કામ માં બોવ જ બીઝી રહેતો. ઝારા  કામ વિષે પૂછે તો કાંઈ બતાવતો નહિ. ઝારાએ રહેમાન ચાચાને પણ પૂછી જોયું એમને પણ કાંઈ ખબર ના પડી.  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.