આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

ખુશીઓનું સરનામું !

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

ખુશીઓનું સરનામું !


ખુશીઓનું સરનામું !


જીમમાં એક કલાક પરસેવો પાડ્યા પછી એ શરીરને ઠંડુ પાડવા પંખા નીચેની ખુરસી પર બેઠી. હાથમાં મોબાઈલ લઇ થોડીવાર સર્ફિંગ કર્યું, થોડું પાણી પીધું. પછી ઉભી થઇને  એક મશીન તરફ ગઈ. આ મશીન બહુ જ જાદુઈ હતું. એ "સત્ય" જ બતાવતું હતું પણ એ સત્ય અમુકને ખુબ ખુશ કરી દ્યે તો અમુકને ખુબ જ દુખી. એ મશીન પર ઉભી રહી, મશીને "સત્ય" બતાવ્યું : ૮૯ કિલો ! હા વજન કાંટો. એના મોઢા પર મોટી સ્માઈલ આવી !


અપરાજિતા આ ક્યારનું જોઈ રહી હતી. એનું શરીર એકદમ પાતળું નહિ પણ મજબુત અને હેલ્ધી હતું. એ પણ જીમમાં રેગ્યુલર આવતી. એ પણ પેલા વજનકાંટા તરફ ગઈ, ઉપર ઉભી રહી, "સત્ય" બતાવ્યું : ૬૨ કિલો. એના મોઢા પર ગમગીની  છવાઈ ગઈ,  મોઢાની રેખાઓ પરથી લાગતું હતું કે કદાચ રડી નો પડે. 

છે ને કમાલની વાત! જેનું વજન વધારે છે એ એના વજનથી ખુશ છે અરે બહુ જ ખુશ છે અને જેનું વજન પ્રમાણસર લાગે છે એ દુખી છે. હવે થોડું ભૂતકાળ જોઈએ તો જેનું વજન ૮૯ છે એનું વજન પહેલા ૧૦૦ કિલો ઉપર હતું. ૨-૩ મહિનાનું જીમ અને ડાયેટ ફોલો કરી સારું એવું વજન ઘટાડ્યું હતું એટલે એ ખુશ હતી. જયારે બીજીનું વજન ૫૫ કિલો હતું. રેગ્યુલર એકસરસાઈઝ કરવા છતાં એ વધીને ૬૨ પહોચ્યું હતું.  પણ જયારે એને જોયું કે પેલીનું વજન ૮૯ કિલો છે એનું દુખ થોડું ઓછું થયું. બસ આજ છે ખુશીઓનું સરનામું ! 

બે માણસ છે, બંને પાસે હોન્ડાસીટી કાર છે, એક ૨ બેડરૂમનું ઘર છે. પણ એક ખુશ છે અને એક દુખી છે કારણ એ જ. એક બાઈકમાંથી હોન્ડાસીટી એ પહોચ્યો છે, ભાડે રહેતો હતો અને ઘરનો ફ્લેટ લીધો છે જયારે બીજો  બિઝનેસમાં નુકશાન જતા મર્સિડીઝ અને બંગલો વેંચીને અહી પહોચ્યો છે. 

મોટાભાગે ખુશીએ બીજું કાઈ નહી પણ તમારા પહેલાનું સ્ટેટ અને અત્યારના સ્ટેટ વચ્ચેની કમ્પેરીઝન છે, ઘણીવાર તમારી અને બીજા વચ્ચેની કમ્પેરીઝન હોઈ છે. ઘણીવાર આજુબાજુનું વાતાવરણ અને તબિયત કારણભૂત હોઈ છે. 

ઘણી વખત આપણને જ પરિસ્થિતિની સમજણ હોતી નથી. તમારા છોકરાને ૧૦માં ધોરણમાં ૮૦ ટકા આવે છે. તમારી ધારણા 90 ટકાની હોઈ છે તમને દુખ લાગે છે. કોઈ રીલેટીવ આવે છે અને થોડી ચર્ચા પછી ખબર પડે છે બધાનું પરિણામ ધારણા કરતા ઓછું  જ આવ્યું છે તમને શાંતિ થાય છે. વળી વધુમાં ખબર પડે છે કે ૧૦માં ધોરણના માર્ક્સ આગળ ક્યાય કામ નથી આવવાના!  ઘણીવાર દેખાદેખી પણ તમને સતત દુખી કરતી રહે છે, ફલાણાના છોકરા ને ૮૫ ટકા આવ્યા અને તમારાને ૮૦ એટલે તમે દુખી છો. બીજા પાસે સારી કાર છે અને તમે હજુ સેકન્ડ હેન્ડ ફેરવો છો એટલે દુખી છો(તમને ખબર પણ નથી કે તમારે કારની જરૂર જ નથી !! ). 

આ ઉપરાંત ઘણી વખત બહારના કારણો પણ જવાબદાર હોઈ છે. ઘણીવાર બહારના વ્યક્તિએ બોલેલ એક વાક્ય તમારા મૂડને ખરાબ કરી નાખે, ઘણીવાર સામેના વ્યક્તિનું વર્તન તમારી એક્સપેક્ટેશન પ્રમાણે નો હોઈ તો પણ નાં ગમે. તો વળી ઘણીવાર આપને જ એવી કૈક સ્ટોરી વાંચીએ  કે ફિલ્મ જોઈએ કે બીજાની એવી દશા જોઈએ તો અંદરથી જ દુખ થાય. આ બધું ક્ષણિક હોઈ છે. થોડા વખતમાં પાછા આપણે નોર્મલ થઇ જઈએ. 

તમને આ બે આર્ટીકલ વાંચવા પણ ગમશે - 


બુક રીવ્યુ : વધુ ને વધુ સુંદર ~ કુન્દનિકા કાપડીઆ

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

મારી બધી ગમેલી બુક્સમાં એક અલગ સ્થાન પામી શકે એવી બુક એટલે "વધુ ને વધુ સુંદર". આ કોઈ ફિલોસોફીકલ બુક નથી કે નથી પ્યોર નોવેલ, તમે વાર્તા સંગ્રહ કહી શકો પણ ખાલી વાર્તાઓ જ નથી !.  

"કુન્દનિકા કાપડીઆ" આ નામ તો દશમાં ધોરણથી સાંભળેલું છે પણ એમની બુક્સ વાંચવાનો વખત મળ્યો નહોતો. ઝવેરચંદ મેઘની , કનૈયાલાલ  મુનશીને ઘણું બધું વાંચ્યા પછી મેં બીજા લેખકો સ્વામી સચ્ચિદાનંદ, કાજલ ઓઝા, ઈશ્વર પેટલીકર, ધ્રુવ ભટ્ટ  વગેરે ને વાંચવાની ઈચ્છા હતી. આમાં કુન્દનિકા કાપડીઆનું નામ મોખરે હતું. ફાઈનલી લાસ્ટ વિક આ બુક પૂરી કરી. 

બુક રીવ્યુ : વધુ ને વધુ સુંદર ~ કુન્દનિકા કાપડીઆ

આ બુકમાં કુલ ૨૦ વાર્તાઓ છે. દરેક વાર્તાઓ વાર્તાની સાથે સાથે એક વિશેષ પ્રકારના સંકેતો છે જે તમે વાર્તાની સાથે સાથે અનુભવી શકો કે રીલેટ કરી શકો.એક એક વાર્તા વાંચ્યા પછી તમારું મન ભાવ વિભોર થઇ જાય એવી વાર્તાઓ છે.  ખાસ કરીને "પ્રથમ રાત્રીએ","માધવી અને કુસુમી", "શોધ ","વધુ ને વધુ સુંદર" અને "ઝરણું". આ  બુકમાં આવી ટોટલ ૨૦ વાર્તાઓ છે.  અમુક વાર્તાઓ પ્રેમની છે તો અમુક લાગણીઓની , અમુક બાળપણની તો અમુક જીવનના મુલ્યોની, અમુક પ્રકૃતિની તો અમુક એમ જ ગમી જાય એવી.  

પહેલી જ વાર્તા ગોપાલ મોહનની વાર્તાની શરૂઆત કૈક આવી છે "એ વરસાદની સાંજ હતી. અમ્સ્તીયે પ્રકાશ-અંધકારની મિલનવેળાની કલાન્તિ હતી, એમાં ભળ્યું હતું શ્યામ વાદળોનું મલીન મૌન". બાકી નીચેના બે પેજ વાંચીને જ વધુ સમજાય જશે. 

બુક રીવ્યુ : વધુ ને વધુ સુંદર ~ કુન્દનિકા કાપડીઆ

આમાં એક અલગ જ પ્રકારનું લખાણ વાંચવા મળ્યું. હમણાં જ વાંચેલ "લોહીની સગાઇ" બુક પણ વાર્તા સંગ્રહ જ છે પણ એમાં સરસ મજાની વાર્તાઓ છે (રીવ્યુ માટે અહી ક્લિક કરો )  જયારે અહી વાર્તાઓ સાથે કૈક એવું છે જે ગમી જાય એવું છે.

જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોઈ તો આ બુક વાંચવી જ રહી.  
તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.

(અમેઝોન અફીલેટ લીંક )

મને એ નો ગમે અને એને હું !

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

હું અને ઈ, આમ તો એક જ ઘરમાં રહીએ 
મને એ નો ગમે અને એને હું ! એ મને છુપાઈ છુપાઈ ને જુએ, અને હું એને,
પણ એ મારી સામે નાં આવે અને હું એની સામે નાં જાવ 

એને જોઇને જ ચીતરી ચડે, કદાચ એને પણ મને જોઇને ચડતી હશે 
જેવો હું ઘરમાં પગ મુકું એ તુરંત ભાગીને છુપાય જાય કેવી એની મોટી મોટી આંખો અને એનો કલર !
ક્યારેક તો એને રૂમમાં જોઇને હું રૂમમાં જ નો જાવ
મને એ જરાય નો ગમે , અરે એને મારવી પણ નાં ગમે 
એને પણ હું નહિ ગમતો હોવ , કે મારાથી ડરતી હશે 


તો પછી એ ઘર છોડીને ચાલી કેમ નહી જતી હોઈ ? હું અને ઈ, આમ તો એક જ ઘરમાં રહીએ

મને એ નો ગમે અને એને હું ! 
પેલી ગરોળી જ સ્તો ! 


- હું અને ગરોળી !!


બોનસ -
-------------------------------------------------------- આ આપણે હોત
પણ તને ચશ્માં વગર દેખાતું જ નથી !!

બુક રીવ્યુ - લોહીની સગાઈ - ઈશ્વર પેટલીકર

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

મોટા ભાગના લોકોએ "લોહીની સગાઈ" વાર્તા વાંચી જ હશે. ગુજરાતીમાં પાઠ તરીકે પણ આવતી.  અમરતકાકી અને ગાંડી મંગુના પ્રેમની આ વાર્તા તમને રડાવે નહિ તો જ નવાઈ. આ વાર્તા ઈશ્વર પેટલીકરે એમની ગાંડી બહેન મંગુ અને એમનીમાં અમરત કાકી વચ્ચેના અગાધ પ્રેમને પ્રત્યક્ષ નિહાળીને જ લખી છે. 

ન્યુયોર્કમાં "હેરલ્ડ ટ્રીબ્યુંન" દૈનિક પત્રે જગતની શ્રેષ્ટ વાર્તાઓની હરીફાઈ જાહેર કરેલી. આ હરીફાઈમાં ભારતની વાર્તાઓને સ્થાન મળે એ માટે દિલ્હીના "હિન્દુસ્તાન ટાઈમ્સએ " અખિલ ભારતની વાર્તા પ્રતિયોગિતા યોજી. આ માટે મુંબઈના "જન્મભૂમિ" દૈનિકે ગુજરાતી વાર્તાઓ માટેની હરીફાઈ યોજી. એમાં મોકલવા માટે આ વાર્તાનો જન્મ થયેલો. આ વાર્તા ગુજરાતમાં સર્વપ્રથમ નંબરે આવેલી. પછી આ વાર્તાને અખિલ ભારતની સ્પર્ધામાં મોકલવાની હતી એટલે એમનું ઇંગ્લીશમાં અનુવાદ થયું. એમનું અંગ્રેજી નામ "Flesh of her Flesh" રાખવામાં આવ્યું. અને અખિલ ભારત સ્પર્ધામાં આ વાર્તાને છઠ્ઠું ઇનામ પ્રાપ્ત થયું.( એમાં પહેલા ચાર ઇનામ તો ઓરીજનલ અંગ્રેજી વાર્તાઓને જ હતા ) 
લોહીની સગાઈ - ઈશ્વર પેટલીકર
લોહીની સગાઈ - ઈશ્વર પેટલીકર 

મંગુ અને અમરતકાકીના પાત્રો આજે પણ ગુજરાતી સાહિત્યમાં  અમર છે અને એ "લોહીની સગાઇ" વાર્તા આ બુકની પ્રથમ વાર્તા છે. ઈશ્વર પેટલીકરની બીજી વાર્તાઓ પણ ઓછી ઉતરે એમ નથી. આ બુકમાં બીજીવાર્તાઓ જેમ કે "જાદુમંત્ર", "સ્વર્ગમાં", "સ્મૃતિ ચિન્હ", "રોહિણી", "મોટી બહેન" , "મંગલ ફેરા", "દેવનો દીધેલ" વગેરે મસ્ત વાર્તાઓ છે.  બધી એકબીજાથી ચડિયાતી છે. 

આ વાર્તાઓમાં લેખક ઈશ્વર પેટલીકરે તે સમયની બદીઓ, તે સમયનું રોજબરોજ, ગરીબી, અમીરી, આભડછેટ, ભ્રષ્ટાચાર, ભૂતનો ડર , પુત્ર પ્રેમ  વગેરે બધું આવરી લીધું છે. આ વાર્તાઓમાં ગજબનું સસ્પેન્સ છે , લાગણીથી તરબોળ છે, ક્યાય ખોટી ફિલોસોફી નથી, એક એક વાર્તા જ ખુદ ફિલોસોફી છે. અમુક વાર્તાઓ એકદમ કાલ્પનિક છે તો અમુક આખા સમાજનું સત્ય સંભળાવે છે.  "જાંદુમંત્ર" માં શેઠિયાઓ દ્વારા થતા સ્ત્રીના શોષણને આવર્યું છે. " સ્વર્ગ" એક જ રેલેવેના ડબ્બામાં પૂરી થઇ જતી વાર્તા સબંધોના ગુઢ રહસ્યો પેદા કરે છે. "મોટી બહેન" છૂત અછૂત, આભડછેટ વગેરેનું પ્રતિબિંબ અને સમાજ સુધારક વાર્તા છે. "રોહિણી" એક સંતાન પ્રેમ અને ખરાબ સાસુ એક વ્યક્તિનું જીવન કેટલી હદે બરબાદ કરે છે એ હુબહુ આલેખ્યું છે. બધી વાર્તાઓમાં કૈક ને કૈક એવું છે જે વાર્તા પૂરી થયા પછી તમને થોડીવાર માટે શૂન્યમનસ્ક બનાવી દે. તમે એક વાર્તા મુકીને તરત બીજી વાર્તા ચાલુ ના કરી શકો. આગલી વાર્તામાં જ તમારું મન પરોવાયેલું રહે. 

જો તમને ગુજરાતી વાર્તાઓ વાંચવાનો શોખ હોઈ તો આ વાર્તા વાંચવી જ રહી. 
તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.

(અમેઝોન અફીલેટ લીંક )

એકમાત્ર ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા સાથે મુલાકાત

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

આમ તો ક્યારેય હું કોઈ સેલેબ્રીટી કે જાણીતી વ્યક્તિને મળ્યો નથી. નાના હતા ત્યારે પાપા ભેગા પુસ્તક મેળામાં કે કોઈ કાર્યક્રમમાં સ્ટેજ પર જાણીતા લેખકોને જોયા છે પણ મળવાનું સૌભાગ્ય ક્યારેય પ્રાપ્ત થયું નથી. હમણાં એકવાર મુંબઈ એરપોર્ટ પર આખી રાત વિતાવેલી ત્યારે એક જાણીતા બોલીવુડ ડાઈરેક્ટર  સાથે લોકો ફોટો પડાવતા હતા, પણ એ થાકેલ હોઈ કે એના એટીટ્યુડ પરથી પાસે જવાનું મન નાં થયું.

થોડા દિવસ પહેલા જ મારી એમ.ટેક કોલેજ આઈઆઈઆઈટી બેંગલોર (IIITB) માંથી એક મેઈલ આવ્યો. આ મેઈલ અમારી દર વર્ષની એલ્યુંમીનાઈ મીટીંગ "સંગમ" માટેનો હતો. દર વરસે કોલેજ આ ફંક્શન કરે છે અને બધા સિનિયર્સને આમંત્રણ મોકલે છે. આ વખતે મેં મેઈલ જોયો તો ચીફ ગેસ્ટનું નામ હતું "રાકેશ શર્મા". એમાં લખ્યું હતું "વિંગ કમાન્ડર રાકેશ શર્મા". મને તરત જ યાદ આવ્યું   કે આ ભારતના પહેલા અને એકમાત્ર અવકાશયાત્રી રાકેશ શર્મા તો નહિ હોઈ ને ? ફ્રેન્ડ સાથે કન્ફોર્મ કર્યું તો ખબર પડી હા  જ છે. અમારી જોડેના ક્લાસના બીજા મીત્રોને  પૂછ્યું કોણ કોણ જવાનું ? કોલેજ બેંગલોરથી ૨૦ કિમી જેવી દુર છે અને અમુક લોકો કામમાં હોઈ બોવ કોઈ આવવાનું  નહતું તો મારું પણ કેન્સલ  જ હતું.  ત્યાં જ વળી થયું, લાવને રજા છે તો ત્યાં જઈ જ આવીએ. (વચ્ચે આવતા ૧૦ કિમી લાંબા ફ્લાઈઓવર પર ટોપ સ્પીડમાં બાઈક ચલાવવાની પણ ઈચ્છા હતી )

ફંક્શન સ્ટાર્ટ થવાને હજુ થોડી વાર હતી. રાકેશ શર્મા અને અમારા ડાઈરેકટર આવી ગયા હતા અને બધા લોકો બેચ વાઈઝ એમની સાથે ફોટા પડાવતા હતા. કોઈને પર્સનલ ફોટો એલાઉડ નાં હતો. અમારી બેચનો વારો આવ્યો. અમારી બેચમાં હું એકલો જ હતો તો આપણે સેલ્ફી પણ પાડી લીધી (બાકી ફોટા હજુ આવ્યા નથી). 
ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા સાથે મુલાકાત

રાકેશ શર્મા વિષે ટૂંકમાં માહિતી

એમનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૪૯માં થયો હતો. એ ૧૯૭૦મ ટેસ્ટ પાઈલોટ તરીકે ઇન્ડીયન એરફોર્સમાં જોડાયા હતા. એ ૧૯૮૨ના ભારત અને રશિયાના સંયુક્ત સ્પેશ પ્રોગ્રામ માટે સિલેક્ટ થયા હતા. ૧૯૮૪માં એ અવકાશ પર જનાર પહેલા ભારતીય બન્યા.

આ એમનો  સૌથી પોપ્યુલર વિડીઓ - પછી કાર્યક્રમમાં એમને અડધી કલાકની મસ્ત મોટીવેશનલ સ્પીચ આપી. અને પછી પ્રશ્ન પૂછવા માટે સમય ફાળવવામાં આવ્યો.

રાકેશ શર્મા સાથેની વાતચીત 

તમારા પરિવાર વિષે ટૂંકમાં માહિતી આપશો ? 
મારો પરિવાર એક ઉચ્ચ મધ્યમવર્ગ હતો. ભારત પાકિસ્તાન ભાગલા વખતે એ લોકો એક ટનલથી બોર્ડર ક્રોસ કરી ભારત આવી ગયા. પછી અમારી સ્થિતિ બહુ ખરાબ હતી. મારા માતાપિતાએ બધું ફરીથી સ્ટાર્ટ કરવું પડ્યું. ત્યાર બાદ મારો જન્મ થયો.  હું શાળામાં  છેલ્લી બેંચ નો વિદ્યાર્થી હતો. ભણવા કરતા સ્પોર્ટ્સમાં વધુ આગળ હતો. પછી આગળ જતા ટેસ્ટ પાયલોટ બન્યો.

તમારી એવી કઈ ખાસિયત હતી જેના લીધે તમે પહેલા અવકાશયાત્રી બની શક્યા ? આટલી બધી કોમ્પીટીશન વચ્ચે તમને કેવીરીતે મોકો મળ્યો? 

અમેરિકાને ટક્કર આપવા રશિયાએ સ્પેશ પ્રોગ્રામ શરુ કર્યો ત્યારે એમને એમના સાથી દેશોને જોડાવા માટે આમંત્રણ આપેલું. એ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રીમતી ગાંધીએ ઈસરોને વૈજ્ઞાનિકો મોકલવા માટે કહ્યું. પણ તે વખતે ઈસરો એમના સેટેલાઈટ મિશનમાં બીઝી હોઈ વધુ ધ્યાન નાં આપ્યું. ઈલેકશન આવતું હોઈ શ્રીમતી ગાંધી ભારતમાંથી કોઈને તો મોકલવા માંગતા જ હતા. આ તક વાયુસેના એ ઝડપી લીધી. ત્યારે એ સૌથી ફીટ ટેસ્ટ પાઈલટ હોઈ તેમને મોકો મળ્યો. આમ પણ રશિયાને ટેસ્ટ પાઈલટની વધુ જરૂર હતી. 

તમે ત્યાં સ્પેશમાં સૌથી વધુ શું મિસ કરતા ?

નહાવાનું. સ્પેશમાંથી આવીને સૌથી પહેલું કામ ગરમ પાણીથી નહાવાનું કર્યું. 

આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે. હાર્ડવેરની સ્ટોરેજ ક્ષમતા પણ વધી ગઈ છે ત્યારે આવતા ૧૦ વર્ષમાં તમે સ્પેશ પ્રોગ્રામ ને ક્યાં જુઓ છો?

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આધુનિક હાર્ડવેરથી ઓલરેડી ફાયદો થઇ રહ્યો છે. એકયુરેટ ડેટા મળે છે. બાકી તમે લોકો આઈટી સાથે વધુ સંકળાયેલા છો તો તમારે વધુ રીસર્ચ કરવું જોઈએ. સૌથી મહત્વનો પ્રશ્ન સ્પીડનો છે. આપણે લાઈટ કરતા વધુ ઝડપે ટ્રાવેલ કરશું ત્યારે જ સ્પેસને વધુ એક્સ્પ્લોર કરી શકશું,

મારી છોકરીને સ્પેશમાં જવાની ઈચ્છા છે , એ માટે તમે માર્ગદર્શન આપશો ?

હવે સ્પેશમાં જવા માટે એરફોર્સમાં હોવું કમ્પલસરી નથી. તમારે ચશ્માં કે બીજા પ્રોબ્લેમ હોઈ તો તમે બીજી ઘણી રીતે જઈ શકો. કોલેજ પછી સ્પેશ રીસર્ચ ટીમમાં જોડાઈ શકો. 

પછી એમને ફરીથી આપકો વહાશે ભારત કૈસા દીખ રહા હૈ પૂછવામાં આવ્યું અને એ જ અદાથી ભાવ વિભોર થઇને એમને કહ્યું "સારે જહા સે અચ્છા ..." 

શું ગુજરાતી ભાષા ખરેખર ખતરામાં છે ?

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

જેમ નેતાઓએ પોતાની ગાડી ચલાવે રાખવા ક્યાંકથી ને ક્યાંકથી સમસ્યા શોધવી પડે છે એવું જ કહેવાતા અમુક સાહિત્યકારોનું છે. જેવો માતૃભાષા દિવસ નજીક આવે કે વિલાપ ચાલુ થઇ જાય "આપણી માતા, ગુજરાતી ભાષા ખતરામાં છે !" શું ખરેખર આપણી માતૃભાષા ખતરામાં છે ? 

શું ગુજરાતી ભાષાને ખરેખર ખતરામાં છે ?
ચાઈ અને ગુજરાતી બુક. અહા ! 

વિકિપીડિયાનું માનીએ તો વિશ્વમાં લગભગ સાડા છ  થી સાત કરોડ લોકો ગુજરાતી બોલે છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં  ૨૫માં નંબરે આવે છે. (પહેલા નંબરે ચાઇનીઝ છે , હિન્દી ચોથા નંબરે છે). ગુજરાતી છાપાઓનું વિતરણ દુનિયાના ઘણા છાપાઓ કરતા વધુ છે. ગુજરાતી ભાષમાં લાખો પુસ્તક લખાઈ ચુક્યા છે અને હજુ લખાઈ રહ્યા છે.  500 ઉપર લેખકોના પેજ તો ખાલી વિકિપીડિયા પર જ છે.

આજે આપણા આ બ્લોગનો જન્મદિવસ પણ છે. આ બ્લોગની જ વાત કરીએ તો દરેક પોસ્ટમાં ઓછામાં ઓછી ૫૦૦ હિટ્સ આવે છે. (હું કોઈ પોપ્યુલર લેખક નથી, સરખું સમયસર લખતો પણ નથી !).  આપણા જ આ બ્લોગના ફેસબુક પેજ "આ સાલી જીંદગી" ને ૫૦૦૦૦ ઉપર લોકો લાઈક અને ફોલો કરે છે. આમાંથી મોટા ભાગના લોકો ૧૮ થી ૩૦ વર્ષની વચ્ચેના છે. આ બધું એક સોફ્ટવેર એન્જીનીયર લખી રહ્યો છે જેને સાહિત્ય સાથે દુર દુર સુધી કાઈ લેવા દેવા નથી,એમાંથી એને કાઈ આર્થિક લાભની જરૂર નથી અને તો પણ ગુજરાતી પુસ્તકો વાંચવાનો ગાંડો શોખ છે. બીજા ઘણાબધા ફેસબુક કે ઇન્સ્તાગ્રામ પર લાખો ફોલોવર્સવાળા પણ ઘણા ગુજરાતી પેજીસ છે. તો આજના મોટાભાગના યુવાઓ ગુજરાતી લખે અને વાંચે જ છે. આજકાલ ગુજરાતી  ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પાછી ઉભી થઇ રહી  છે. 

સમસ્યા હોઈ તો એજ્યુકેશનમાં કહી શકાય. આજકાલ ઘણા બધા કારણોથી લોકો પોતાના સંતાનો માટે ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમ પ્રીફર કરે છે. આમાં એક કારણ છે "દેખાદેખી કે સ્ટેટ્સ સિમ્બોલ", બીજું કારણ છે ગુજરાતી માધ્યમની શાળાઓ અને સિલેબસ ! (યસ સિલેબસ). સીબીઈસીની સરખામણીમાં ગુજરાત બોર્ડનો સિલેબસ ઘણો નબળો છે. બીજા પણ ઘણા કારણો છે એની ચર્ચા અહી નથી કરવી. પણ મેં જોયું છે મોટા ભાગના ગુજરાતી વિદ્યાર્થીઓ સેકન્ડરી લેન્ગ્વેજમાં ગુજરાતી જ લ્યે છે. પણ અહી હું સહમત થઈશ કે બીજા દેશની જેમ આપને પણ એટલીસ્ટ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. 

આજકાલ એક નવું ગતકડું કોઈકે કાઢ્યું છે કે " નિબંધ લેખન કે આર્ટીકલ લેખનને સાહિત્ય ના કહેવાય". મારા મતે જે કઈ પણ છપાઈ છે, ક્યાંક ને ક્યાંક સચવાય છે, લોકો વાંચે છે, લોકોને ગમે છે, લોકોને એ વાંચીને મજા આવે છે કે શીખવા મળે છે એ બધું જ સાહિત્ય છે". આ ઉપરાંત એવો દાવો હતો કે ગુજરાતી ભાષાના આર્ટીકલમાં  અંગ્રેજી શબ્દો વધુ ઉપયોગમાં લેવાય છે. ખુદ અંગ્રેજી ભાષાને જ જોઈએ તો એનો પોતાનો ઓરીજનલ શબ્દકોશ સાવ નાનો છે. એમને મોટાભાગના શબ્દો ગ્રીક, લેટીન , સ્પેનીશ, સંસ્કૃત વગેરે ભાષાઓમાંથી જ અપનાવ્યા છે અને એટલે જ એ સમૃદ્ધ બનતી જાય છે. ( બાકી એમી પાસે ટોટલ મૂળાક્ષરો ૨૬ છે અને આપણી ગુજરાતીમાં કુલ ૪૨ બેતાલીસ મૂળાક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના ૩૪ વ્યંજનો છે.).

સોસીયલ મીડિયા આવવાથી ગુજરાતીમાં લખવાવાળા લોકો વધી રહ્યા છે અને સોસીયલ મીડિયા થકી પોતાનું લખાણ વધુથી વધુ લોકો સુધી પહોચાડતા જાય છે.  હા ક્યાંક ક્યાંક  વ્યાકરણમાં ભૂલો છે, પણ મોટી વાત છે કે લોકો લખતા થયા છે. જે લોકો દશમાં ધોરણમાં "માં તે માં"  પરના નિબંધમાં ૨૦૦ શબ્દો લાખો નહોતા  શક્યા એ આજે ગુજરાતી બ્લોગમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે , ફેસબુક પર લાંબી લાંબી પોસ્ટ્સ લખી રહ્યા છે, ઇન્સ્તાગ્રામ, ટવીટરમાં ૨-૪ આડી આવડી લાઈનની કવિતાઓ લખી રહ્યા છે, અરે જોક્સ પણ ગુજરાતીમાં બનાવી રહ્યા છે. તો મહત્વનું છે કે લોકો લખી રહ્યા છે. આ બેસ્ટ ટાઈમ છે કે આપણે જેટલું ગુજરાતી  પ્રત્યે આપણું યોગદાન આપી શકીએ એટલું આપીએ. (ગુજરાતીમાં ટાઈપ કરવા માટે લેપટોપમાં તમે ગુગલ ગુજરાતી ઈનપુટ ટુલ ઉપયોગ કરી શકો,  એન્ડ્રોઈડ માટે ગુગલ ઈન્ડીક કીબોર્ડ વાપરી શકો)   

૨૦૧૭ રીવીઝન : શું નવું આવ્યું, આપણે ક્યાં છીએ !

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram


૧૯મી સદીના વૈજ્ઞાનિક આર્ટીકલ વાંચો તો અત્યારે થાય કે આપણે હજુ કેટલા પાછળ છીએ કે ક્યાંક ખોટી દિશામાં માં જઈ રહ્યા છીએ. આ આર્ટીકલ્સ પ્રમાણે અત્યાર સુધીમાં આપણી પાસે ઉડતી કારો હોવી જોઈએ. સોલારથી વીજળી ઉત્પન થતી હોત, પ્રદુષણ રોકવા માટે ટેકનોલોજી પણ આવી ગઈ હોવી જોઈએ. પણ આપણે અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિવાય બીજા વિષયો માં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છીએ. 

જેમ 18મી સદીમાં મશીનો આવ્યા અને ૧૯મી સદીમાં મશીનો ઉપર ખુબ જ શોધખોળ થઇ, આખી દુનિયા એંજીન્સ  પર ચાલવા લાગી। એમ આ સદી  આખી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર કોન્સેન્ટ્રેડ છે. એક સિમ્પલ મોબાઈલ (કે જેમાં મેસેજ અને કોલ સિવાય બીજું કાંઈ ના હતું )થી શરુ થયેલી આ સદી  આજે એન્ડ્રોઇડ ઓરિઓ અને આઈ ઓએસ  11 પર ચાલી રહી છે. વિન્ડોઝ xp આજે ભૂતકાળ થઈનેવિન્ડોઝ ૧૦ ચાલી રહ્યું છે.  ફિયાટ 1500 , ફિયાટ ૮૫૦ વગેરે કારના મોડેલ્સ ભૂતકાળ બની ચુક્યા છે , એક સમયની રોયલ મારુતિ ૮૦૦ પણ હવે મૃત થઇ રહી છે. એની જગ્યાએ વધુ ઓટોમેટીક, પાવરફુલ અને ઇઝી કન્ટ્રોલ ગાડીઓ આવી રહી છે. બાઈક માં રાજદૂત અને બજાજ સ્કૂટર ભૂતકાળ બની ચુક્યા છે.  સામાન્ય સિલાઈના સંચાથી માંડીને એરોપ્લેન અપગ્રેડેડ થઇ ગયા છે. 


૨૦૧૭ રીવીઝન  : શું નવું આવ્યું, આપણે ક્યાં છીએ !


આ તો થઇ ઓવરઓલ 2000 પછીની વાત, 2017 માં નવું શું આવ્યું ?  

2017 માં આપણે અહીં 4G  લોકો સુધી પહોંચ્યું, આમાં  જીઓનો ફાળો સૌથી મોટો છે. આના લીધે ઇન્ટરનેટ પ્લાન સસ્તા થયા અને સામાન્ય લોકો સુધી પણ ઇન્ટરનેટ પહોંચ્યું. (પણ આ ઇન્ટરનેટનો ઉપયોગ સામાન્ય લોકો સુધી જ્ઞાન પહોંચાડવા કરતા નેતાઓ દ્વારા લોકોને ખોટા માર્ગે ચડાવવા વધુ ઉપયોગ થયો છે એ અલગ વાત છે). 

2017 માં કમ્યુટર સાયન્સમાં સૌથી વધી ચર્ચા મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થઇ. ટેસ્લા કંપનીના ચીફ એલોન મસ્કએ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ રોબોટ દુનિયા પર હાવી થઈ જશે એવી ચિંતા દર્શાવી હતી. આના જવાબમાં  ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગએ  મસ્ક ને નેગેટીવ પર્સન કહ્યો હતો અને કહ્યું હતું કે એ ખોટી નેગેટીવીટી ફેલાવે છે. જવાબમાં મસ્કએ માર્ક ઝુકરબર્ગના આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સના  જ્ઞાનને લિમિટેડ ગણાવ્યું હતું. જોકે આ ચર્ચા પહેલા એક ન્યુઝ આવ્યા હતા જેમાં 2 રોબોટ એકબીજા સાથે પોતે ડેવલોપ કરેલી કોડ લેન્ગવેજમાં વાતો કરતા હતા ! જો કે આ વર્ષે ગૂગલની ડ્રાઈવરલેસ કાર હજુ ઓફિસીયલી માર્કેટમાં  આવી નથી અને  આઇબીએમ વોટસન હજુ બાળ  અવસ્થામાં છે. (આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર આવ્યા કે દુનિયાનો પહેલો "રોબોટ નાગરિક" સોફિયાએ આઈઆઈટી બોમ્બેની મુલાકાત લીધી)  


મોબાઈલ ટેકનોલોજીમાં આ વખતે એન્દ્રોઈડનું ઓરીઓ વર્ઝન આવ્યું. આઈફોન x માર્કેટમાં આવ્યો, જેનું ફેસ રીકોગ્નાઈઝેશન અનલોક ફીચર બહુ જ ચર્ચાસ્પદ બન્યું. આ વખતે એપ્લીકેશનમાં LIKE મેજિક વિડીઓ એપ સૌથી પોપ્યુલર એપ્લીકેશન રહી. ગુગલ તેઝ પણ સૌથી વધુ ડાઉનલોડ થઇ (૫૧ રૂપિયા કમાવાના ચક્કર માં ;) ) 


આ વખતે આપણા માર્કેટમાં સૌથી વધુ ચર્ચા GST પછી BITCOIN ની થઇ. બીટકોઈન  માઇનિંગ તો ઘણા સમયથી ચાલતું  પણ રેન્સમવેર વાયરસે બીટકોઈનને વધુ ફેમસ કરી દીધું. રેન્સમવેર  વાઇરસ એવો હતો કે તમારો બધો ડેટા  લોક કરી દેતો (એનક્રિપ્ટ ) , જો તમારે તમારો ડેટા  પાછો જોઈતો હોઈ તો હેકર્સને તમારે રૂપિયા ચૂકવવા પડતા જે એ લોકો બીટકોઈનમાં લેતા. એના લીધે બીટકોઈન ન્યુઝમાં આવ્યા અને સૌથી પોપ્યુલર કરન્સી બની. બીટકોઈનના પગલે બઝારમાં બીજી ક્રિપ્ટો કરન્સી પણ આવી. 2017 ને ક્રિપ્ટો કરન્સીનું વર્ષ કહી શકાય।. (જો કે આનું ફ્યુચર 2018માં ડિસાઈડ થશે ). 

ઇન્ડિયન પોલીટીક્સ જોઈએ તો આ વર્ષે ૭ રાજ્યોના ઈલેક્શનમાં ૬ માં ભાજપએ અને ૧માં કોંગ્રેસે સરકાર બનાવી. આ વખતે ભારતમાં નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ નક્કી થયા. GST  અને ટ્રિપલ તલાક વિરોધી બિલ આ વખતે સરકારમાટે મહત્વના રહ્યા. 

જો કે આ વખતે બોલીવુડે મને નિરાશ કર્યો। જુડવા -૨ અને ગોલમાલ અગેઇન જેવી મુવીઝ કમાણીમાં ટોપ પર રહી. ટોઇલેટ એક પ્રેમ કથા અને હિન્દી મીડીયમ જેવી સારી મુવીઝ એમના સ્ટારડમના લીધે થોડી ચાલી। મોમ , ડેડી , ન્યુટન જેવી સ્ટ્રોંગ મુવીઝ  લોકોમાં ઈમ્પેક્ટ જમાવી ના શકી. આપના ગુજરાતી પિકચરમાં પહેલા "કરસનદાસ પે એન્ડ યુઝ" અને છેલ્લે "લવ ની ભવાઈ" છવાઈ ગઈ. 

શું આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ ? 

ટેકનોલોજી તો દિવસે ને દિવસે ઈમ્પ્રુવ થઇ રહી છે પણ માણસો ઈમ્પ્રુવ થઇ રહ્યા છે ?  હજુ ચુંટણીઓ જ્ઞાતિના નામે લડાઈ છે, ઈન્ટરનેટનો ઉપયોગ પોર્ન અને સોસીયલ મીડિયામાં સમય વેડફવામાં વધુ થઇ રહ્યો છે. આવી તો ઘણી સમસ્યાઓ છે કે જે હજુ ઠેરની ઠેર છે. 

પણ પાછા ૯૦ના દાયકાઓના આર્ટીકલ પર આવીએ. ત્યારે લખાયેલું એ પ્રમાણે આપણે  પ્રદુષણ  ઘટાડવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ ? ઈલેત્રીક કાર હજુ સફળ રહી નથી. દિલ્હીના પ્રદુષણની  સમસ્યા જોતા અટય્ર સુધીમાં મેગા સિટીમાં ટેક્સી અને સીટી બસ બધી ઈલેત્રિક હોવી જોઈએ. સૌર ઉર્જા , પવન ચક્કી વગેરેનો આપને હજુ પુરતો ઉપયોગ કરી શક્યા નથી. એ દિશામાં આ વર્ષે પણ આપણે બહુ કઈ કર્યું નથી. કારખાનાઓ અને વાહનો ક્યારે પ્રદુષણ ઓકતા બંધ થશે ?  

માણસનું જીવનમાં હજુ સ્ટ્રેસ વધી રહ્યો છે. શહેરો ભરચક થતા જાય છે અને ગામડાઓ ખાલી. લોકો સતત દોડી રહ્યા છીએ. આટલા સગવડ વધારતા યંત્રો આપણી આસપાસ હોવા છતાં આપણે  વધુ થાકી જઈએ છીએ. ક્યારેક એવું લાગે છે કે આ ખુશીઓ અને શાંતિ વેચીને આપણે મોંઘા ગેજેટસ ખરીદી રહ્યા છીએ કે શું ?? 


બાકી બીજી સમસ્યાઓ પરનો મારો આ જુનો આર્ટીકલ વાંચી લો લો 2015 પણ પૂરું થવા માં આવ્યું...એક પ્રેમ મેં પણ કર્યો હતો

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

એક પ્રેમ મેં પણ કર્યો હતો
એક પ્રેમ મેં પણ કર્યો હતો
એ સૌથી અલગ હતો. એવો નાં કોઈ કરશે નાં કોઈએ કર્યો હશેનાં કોઈ કપટ, નાં કોઈ મનમાં પાપ ,
નાં કાઈ ફાયદો જોયો , નાં કોઈ નુકશાન ,
નાં ક્યારેય જૂઠનો સહારો લીધો, નાં ક્યારેય સત્ય છુપાવ્યું ,
નાં ક્યારેય બનાવટ કરી , નાં કોઈ ખોટા વાયદા કર્યા ,
એકદમ નિર્દોષ, નિખાલસ અને સાચો ,
નાં મેં એને ગુલામ રાખી, નાં મેં એની સ્વતંત્રતા છીનવી
નાં ક્યારેય મેં ખોટી આશાઓ જગાડી, નાં ક્યારેય મેં એની આશાઓ ઠગારી ,
જેવો અંદરથી હતો એવો જ હું એની સામે રહ્યો , હમેશા !!


અને એટલે જકદાચ હું નિષ્ફળ ગયો !એક પ્રેમ મેં પણ કર્યો હતો
એ સૌથી અલગ હતો. એવો નાં કોઈ કરશે નાં કોઈએ કર્યો હશે- અંકિત સાદરીયા


ગુજરાતનો ચુંટણી ખેલ

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

આમ તો આ બ્લોગ પર હું કાઈ પોલીટીક્સ પર લખતો નથી, આ પોસ્ટ પણ કોઈ પોલીટીકલ પાર્ટી માટે નથી. ખાલી હસવા માટે જ છે.

ગુજરાતનો ચુંટણી ખેલ


૨૦૧૭માં ગુજરાતમાં ચુંટણી  રમવાની ફિક્સ હતી. ગુજરાતમાં આ રમત રમવા માટે ૨ જ મોટી  ટીમ છે  ભાજપ અને કોંગ્રેસ. રમત શરુ થવાના અમુક મહિના પહેલા જ કોંગ્રેસના કેપ્ટન રાહુલ ગાંધી ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે ગુજરાતમાં આવ્યા. સોમનાથજીનાં દર્શન કરી હર હર ભોલેનાં નાદ સાથે નિરીક્ષણ ચાલુ કર્યું. જોયું કે પેલું દલિત પ્રકરણ, પાટીદાર પ્રકરણ વગેરે આ વખતે રમવામાં ફાયદો કરાવે એમ છે. ગ્રાઉન્ડ સારું લાગ્યું. વધુ સારી રીતે નીરીક્ષણ માટે બળદગાડામાં પણ મુસાફરી કરી.

આ બાજુ ભાજપના કેપ્ટન લોકલ  વિજય રૂપાણી (મોદીને નેશનલ રમવા મોકલી દીધા છે, જરૂર પડે અને રન ઘટતા હોઈ ત્યારે બોલાવી લ્યે) હોમ ગ્રાઉન્ડ હોઈ નિશ્ચિંત હતા. તો પણ એકવાર કોચ અમિતશાહ ને ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે બોલાવ્યા. અમિતશાહ એ જોયું કે પૂર્વ ગુજરાત કપ્તાન મોદીના ગયા પછી(અને ખુદના પણ ) આ લોકોની ટીમ નબળી પડી ગઈ છે. પણ હોમ ગ્રાઉન્ડ હોઈ જીત માટે પૂરો વિશ્વાસ છે. વધુ રન કરવા માટે મોદી, યોગી , સ્મૃતિ ઈરાની વગેરે બધાને  જરૂર પડ્યે બોલાવી શકાશે.

અમુક સ્ટાર પ્લેયરો ગુજરાતમાં એમનમ જ રમતા હતા. ભાજપ અને કોંગ્રેસે નક્કી કર્યું કે ચાલો આ ખેલાડીઓને એક એક કરી ટીમ માં લઇ લઈએ. તો રમવામાં વધુ મજા આવશે.  પહેલા કોની માંગ એ માટે ટોસ ઉછાળવાનું નક્કી કર્યું. અમિત શાહ એ હાથમાં ટોસ લીધો અને અંદાજ અપના અપના સ્ટાઈલ અપનાવી "કિંગ મેં જીત , ક્રોસ તું હારા". રાહુલ મુન્જાયો. રાહુલ ક્યે એમ નહિ ઊંધું કરો. અમિતશાહ ક્યે ઓકે "ક્રોસ મેં જીતા , કિંગ તું હારા". રાહુલ ગાંધી માની ગયા. ટોસ ઉછળ્યો અને અમિત ભાઈએ પહેલી માંગ લીધી.

અમિત - "અમે શંકરસિંહ, ઉર્ફ બાપુ ને લીધા "
રાહુલ - " પણ એ તો અમારા જ પ્લયેર છે "
બાપુ - "પણ મારે અમિતની ટીમમાં જવું છે " (એને એમ કે હવે કદાચ મુખ્યમંત્રી બની શકું )
રાહુલ - " તો નીકળો"
અમિત - બાપુ અમારે જીતવા માટે એક ત્રીજી ટીમની જરૂર છે, ટીમ બનો અને રમો. છેલ્લે ભેગા થઇ જશું.

રાહુલ - હવે મારો વારો , મારો વારો
અમિત - હા માંગ ..
રાહુલ - મેં અલ્પેશને માંગ્યો (આ એક જ છે જે ગુજરાતમાં ભવિષ્યમાં કોંગ્રેસનો ચહેરો બની શકે )
અમિત (મનમાં ) - એ તારો જ પ્લેયર હતો

હવે કોણ સારા પ્લેયરમાં બચ્યુ ?
રાહુલ - હાર્દિક અને જીગ્નેશ.
અમિત - મારે આ કોઈ નો જોતા હોઈ તો બીજા ૨ માંગી શકું ?
રાહુલ - હા વાંધો નહી (હાશ આ બેય મળી જાય તો આપની મસ્ત ટીમ બની જાય )
અમિત - મેં માંગ્યા વરુણ અને રેશમા
રાહુલ (મનમાં ) - આને કોણ ઓળખે છે !!

ત્યાં બહારથી આવાજ આવ્યો. મારે ભાજપ તરફથી નથી રમવું, મને ભાજપ રૂપિયા આપી પરાણે રમાડે છે . રાહુલ અને અમિત બેયે જોયું , કોણ છે આ. તો નીતિન રાડું નાખતો હતો. બેય એને ઇગ્નોર કરી આગળ વધ્યા.

રાહુલ - મેં માંગ્યો હાર્દિક
હાર્દિક - મારે રમવું જ  નથી. હું ગ્રાઉન્ડ  બહાર  રહીને કોંગ્રેસને સપોર્ટ કરીશ  બસ.
રાહુલ - પણ જરૂર પડે તો અંદર આવી જજે ભઈલા  ..

બધાય પ્લેયરોને માંગીને રમત કેમ રમવી એના દાવપેચમાં લાગી ગયા. જીગ્નેશ રાડો પડતો તો , હું રહી ગયો, હું રહી ગયો।  રાહુલે એના સામું જોઈને સ્માઈલ કરી.


હવે સાચી રમત 9 થી 14 ડિસેમ્બરની વચ્ચે છે. રિજલ્ટ 18 ડિસેમ્બરે આવશે. જોઈએ કઈ ટિમ કેવું રમે છે. 

ચાલને આવી રીતે ઉજવીએ દિવાળી આપણે

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram


ચાલને આવી રીતે ઉજવીએ દિવાળી આપણે


પહેલા ચલ આપણે દિલના માળિયા સાફ કરીએ, પછી દુર કરીએ મનના કચરાને, ચલને એકબીજાને ગમાડીએ રંગીને આ તનની દીવાલ !

પહેલા પૂજા કરીએ આપના સબંધની, પછી દુર કરશું વ્હેમનો કકળાટ આપણે, ચલને એકબીજા પર કરીએ કાળો જાદુ આપણે!

ચાલ એક વહાલનો ફટાકડો હું ફોડું, તું એક સ્નેહની ફૂલઝર કરજે, ચલને એક તારામંડળથી આખા બ્રહ્માંડમાં પ્રેમને પોકારીએ આપણે! 

પહેલા ચલ ચાહતની રંગોળી બનાવીએ ,પછી પૂરશું પ્રણયના રંગો આપણે, રંગો પૂરતા પૂરતા એકબીજામાં જ પુરાઈ જઈશું આપણે.

ચાલને આવી રીતે ઉજવીએ દિવાળી આપણે

- અંકિત સાદરીયા

(નોંધ : આ કોઈ કવિતા નથી. આડા અવળા સુજેલા વાક્યો છે )

Comment with Facebook