બુકરીવ્યું - લીડરશીપ પર્વ - અંકિત દેસાઈ
અંગ્રેજીમાં મેનેજમેન્ટ પર, મોટિવેશન પર, પર્સનલ ડેવલપમેન્ટ પર વગેરે પર ઘણા પુસ્તકો લખાયા છે અને બેસ્ટ સેલેર પણ છે. આપણે ભારતીયો આ પુસ્તકો વાંચીએ ત્યારે એમાં લખેલું મોટાભાગનું આપણને ખબર જ હોય એવું લાગે. ગુજરાતી ભાષામાં આવા પુસ્તકો જૂજ જ લખાય છે. ગુજરાતીમાં લખાયેલ આવું કોઈ પુસ્તક વાંચવાની ઈચ્છા હતી. હું આવા પુસ્તકો ડ્રોઈંગ રૂમમાં રાખું એટલે ગમે ત્યારે પાનું ઉથલાવી કોઈ પણ પ્રકરણ વાંચી શકાય. થોડા મહિનાઓ પહેલા જ અંકિત દેસાઈનું લીડરશીપ પર્વ પુસ્તક રિલીઝ થયેલું એ મંગાવી લીધું.
પુસ્તકના કવર પર જ લખેલ છે કે " પિતામહ ભીષ્મ પાસે જાણીએ લીડરશીપ અને મેનેજમેન્ટના પાઠ", એટલે તરત જ સમજમાં આવે કે આ પુસ્તક મહાભારત પ્રેરિત હશે. જયારે ભીષ્મ બાણ શૈયા પાર સુતા હતા ત્યારે યુધિષ્ટિર એમને મળવા જાય છે અને એમના વચ્ચે સવાંદો થાય છે જે રાજાએ રાજ્ય કેવી રીતે કરવું જોઈએ, રાજા કેવો હોવો જોઈએ એના પર છે જે અત્યારે લીડરશીપ મેનેજમેન્ટ માટે પાયાની વાતો કહી શક્ય. મોટાભાગના વિદેશી લીડરશીપ એક્સપર્ટ્સ પણ આ જ વાતો કરી રહ્યા છે. આ આખું પુસ્તક ભીષ્મની એ વાતોથી પ્રેરિત છે.
આ પુસ્તકમાં એ મહાભારતના 14724 શ્લોકોનો ક્ષાર છે જે 40 પ્રકરણોમાં લખાયેલ છે. દરેક પ્રકરણમાં લીડરનો એક અગત્યનો ગુણ કે પાઠ લઇ એમના વિશે ખુબ જ સરળ ભાષામાં સમજાવેલું છે. દરેક પ્રકરણને અંતે એક અંગ્રેજી ક્વોટ પણ છે એ પણ સરસ છે.
હજુ આ પુસ્તકમાં થોડી મહાભારતની નાની વાર્તાઓ કે એમના જ વધુ ઉદાહરણ હોત તો વધુ ગમત. યુધિષ્ઠિરે રાજ્ય ચલાવતી વખતે શું ધ્યાન રાખ્યું કે ભીષ્મ કે કૃષ્ણના જ કોઈ પ્રસંગો જે ભીષ્મએ કહેલ વાતોનું ઉદાહરણ પૂરું પડતા હોય તો વાંચવાની વધુ મજા પડતા. બાકી દરેક પ્રકરણમાં આપેલ ઉદાહરણો અત્યારે લીડરને મેનેજરને લાગુ પડે એ રીતે લખાયેલ છે જે પ્રેક્ટિકલ અપ્રોચ માટે ઉપયોગી છે. બાકી મહાભારતના ઊંડાણમાં જઈને આ શાંતિપર્વમાંથી સરસ માહિતીનું માખણ વલોવી આપ્યું એ બદલ આભાર.
તમે અમેઝોન પરથી આ પુસ્તક એક ફિલ્મની ટિકિટ કે એક પિઝ્ઝા કરતા ઓછા ભાવેથી ખરીદી શકો છો. પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી: