જીંદગીમાં પહેલી વખત કુદરતી બરફ જોયો

જ્યારે જ્યારે કોઈ બરફની ચાદરથી ઢંકાયેલ પર્વતો વૃક્ષોનો ફોટો જોઉં ત્યારે એવું લાગે કે બસ અહી એક વાર જવું છે. સ્વર્ગની કલ્પના કરીએ તો એમાં બરફથી ઢંકાયેલ હિમાલય જેવા પર્વતો બેકગ્રાઉન્ડમાં આવે જ. હા ત્યાં રહેવા માટે જીંદગી બોરિંગ અને મુશ્કેલ છે પણ આ અનુભવ પણ એક અલગ જ છે.

બાળકોને લીધે અમે સિક્કિમમાં નોર્થમાં નહિ જવાનું નક્કી કરેલું એટલે મને બરફ દેખાશે એવી બહુ આશા નહોતી. ટ્રીપનું એટલું બધું પ્લાનિંગ પણ નહોતું કર્યું. બીજે દિવસે નથુલા પાસ વાળા જૂના સિલ્ક રોડ પર જવાનું નક્કી કર્યું ત્યારે ડ્રાઈવરે વાત વાતમાં કહ્યું કે હા ત્યાં બરફ દેખાશે અને મારી એક્સાઇટમેન્ટ વધી ગઈ. બીજે દિવસે અમે જ્યારે ગંગટોક થી થોડા જ આગળ નીકળ્યા ત્યાં બરફથી ઢંકાયેલ પર્વતો દેખાવા લાગ્યા અને શરૂઆતમાં જ રોડની બાજુમાં જેવો બરફ દેખાયો ગાડી ઉભી રખાવી અને બરફને સ્પર્શ કર્યો. હું અને મારો દીકરો લગભગ સરખી ઉંમરના થઈ ગયા. મને બાળકો જેટલું જ એક્સાઈટમેન્ટ હતું. થોડે આગળ બરફ વધતો ગયો અને હું એમાં ખોવાતો ગયો જાણે એવું લાગ્યું કે સમય બહુ ઓછો પડ્યો!! જિંદગીમાં પહેલી વખતનું અર્કસાઇટમેન્ટ અલગ જ હોય અને એમાં પણ એ સરપ્રાઇઝ હોય!! 

બરફની ચાદરો વચ્ચેના રસ્તામાં કારમાં બેઠા બેઠા જ દેખાતા દ્રશ્યો, બરફથી ઠંકાયેલ પહાડોની વચ્ચે અડધું થીજેલું તળાવ, આસપાસ ચરતાં  ઘોડા, ખચ્ચરો અને યાક! આ તો ઇમેજિનેશનની બહાર જ હતું. 

Sikkim travel in gujarati
નીચેની રીલમાં તમે મારુ એકસાઈટમેન્ટ જોઈ શકો છો. આવી જ બીજી રીલ્સ અને ફોટા જોવા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા. અહીં ક્લિક કરી ફોલો કરો 


ફરી ક્યારેક બરફની વચ્ચે ક્યાંક રોકવાની, ટ્રેક કરવાની ઈચ્છા ખરી.


બીજા રખડપટ્ટીના અનુભવો - 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.