હું અને ક્રિયાંશ -1

આજે ક્રિયાંશ ત્રણ વર્ષનો થયો. ત્રણ વર્ષથી એ મારો બેસ્ટ ફ્રેન્ડ કહી શકો. એક તો વર્ક ફ્રોમ હોમના લીધે મને એની સાથે રહેવા પૂરો સમય મળે છે એટલે એની નાની નાની વાત થી વાકેફ હોઉ. જ્યારથી બેસવા શીખ્યો ત્યારથી જ પહેલા તેડીને કે સાઇકલમાં આ ભાયલી અને આસપાસનો વગડો બહુ ફર્યા છીએ. અમે સાથે કેટલા જાતભાતના પક્ષીઓ, ખિસકોલી, કાચિંડો,નીલગાય, સાપ, નોળિયા, સસલા જેવા કેટલાય પ્રાણીઓ જોયા હશે.

એક વખત અમે કાંચિડો જોતા હતા તો કહે મારે પકડવો છે મે કહ્યું પકડ, પછી ડરતા ડરતા એ આગળ ગયો અને કહે હવે તમે પકડો. આવી તો કેટલીય વાતો હું ભૂલી ગયો હોઈશ..

કેટ કેટલી રમતો રમ્યા હશું. કોઈ મજુરનો કે અજાણ્યા છોકરા મળી જાય તો એમની સાથે, બાકી બાવળના પૈડિયા વીણવા, એ તોડવા, પથ્થર પાણીમાં ઘા કરવા, ગારાના રમકડાં બનાવવા, પાંદડાંઓ ગોઠવવા, થર્મોકોલ ઝાડ પર ઘસી બીન્સ છૂટા પાડવા, ધૂળના એમ જ ઢગલા કરવા, પ્લાસ્ટિક વીણી ડબ્બામાં ભરવું, ચોમાસામાં પાણીમાં છબછબિયા કરવા અને કેટ કેટલું.બાકી ઘરે એના નિયમો પ્રમાણે ક્રિકેટ, બેડમિન્ટન, સંતાકૂકડી, અને બીજા રમકડેથી રમવાનું તો અલગ જ.

આ ઉપરાંત વાર્તાઓ પણ એટલી. અમુક જાતે બનાવેલી અને અમુક ક્યાંક વાંચેલી સાંભળેલી એને ગમે એવી સરળ વાર્તાઓ અને ગીતો.
મે પહેલા ક્યારેય નહિ વિચારેલું કે હું આમ બાળક સાથે ફરી બાળક બની જઈશ.


આવા વન વગડાના બીજા ફોટા જોવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો ત્યાં સ્ટોરીમાં કે પોસ્ટમાં કે રીલ્સમાં રોજનું કાંઈક નવું જોવા મળશે. - અહીં ક્લિક કરી ફોલો કરો 


ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.