જૂના સરનામે તને શોધતો હું
જૂના સરનામે તને શોધતો હું -
હું હમેશા તારી એ જ જૂની ગલીનો જ રસ્તો લઉં છું..
ક્યાંક અનાયાસે એમ જ તું મળી જા..
હું ત્યાં બાઈક ધીમું કરીને ચાલવું છું
વળી ક્યાંકથી તું મને જોતી હોય !
તારા ઘર પાસેના એ જૂના બ્યુટી પાર્લર પાસે બાઈકનું સ્ટેન્ડ ચડાવી બેસું છું
શી ખબર હજુ તું ત્યાં જ આવતી હોય..
એ તારા ઘર પાસેની દુકાનોમાં નજર કરી લઉં છું
કદાચ હજુ પણ તું ત્યાં કઈક લેવા આવતી હોય
આવતી હશે તું પણ ત્યાં ક્યારેક ક્યારેક
પણ કોને ખબર તું હવે તું હશે કે નહિ
નથી ખબર કે તું ત્યાં રહે છે કે નહિ
પણ મારી ફરજ છે તને શોધવવાની!!
(કવિઓ લેખકો વાંચકોની ક્ષમા સાથે 🙏)
- અંકિત સાદરીયા
બધી કવિતાઓ વાંચવા અહી ક્લિક કરો..
ટિપ્પણીઓ નથી: