એક પ્રેમ મેં પણ કર્યો હતો
એક પ્રેમ મેં પણ કર્યો હતો
એક પ્રેમ મેં પણ કર્યો હતો
એ સૌથી અલગ હતો. એવો નાં કોઈ કરશે નાં કોઈએ કર્યો હશે
નાં કોઈ કપટ, નાં કોઈ મનમાં પાપ ,
નાં કાઈ ફાયદો જોયો , નાં કોઈ નુકશાન ,
નાં ક્યારેય જૂઠનો સહારો લીધો, નાં ક્યારેય સત્ય છુપાવ્યું ,
નાં ક્યારેય બનાવટ કરી , નાં કોઈ ખોટા વાયદા કર્યા ,
એકદમ નિર્દોષ, નિખાલસ અને સાચો ,
નાં મેં એને ગુલામ રાખી, નાં મેં એની સ્વતંત્રતા છીનવી
નાં ક્યારેય મેં ખોટી આશાઓ જગાડી, નાં ક્યારેય મેં એની આશાઓ ઠગારી ,
જેવો અંદરથી હતો એવો જ હું એની સામે રહ્યો , હમેશા !!
અને એટલે જ
કદાચ હું નિષ્ફળ ગયો !
એક પ્રેમ મેં પણ કર્યો હતો
એ સૌથી અલગ હતો. એવો નાં કોઈ કરશે નાં કોઈએ કર્યો હશે
- અંકિત સાદરીયા
-------ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો