ગુજરાતનો ચુંટણી ખેલ

આમ તો આ બ્લોગ પર હું કાઈ પોલીટીક્સ પર લખતો નથી, આ પોસ્ટ પણ કોઈ પોલીટીકલ પાર્ટી માટે નથી. ખાલી હસવા માટે જ છે.

ગુજરાતનો ચુંટણી ખેલ


૨૦૧૭માં ગુજરાતમાં ચુંટણી  રમવાની ફિક્સ હતી. ગુજરાતમાં આ રમત રમવા માટે ૨ જ મોટી  ટીમ છે  ભાજપ અને કોંગ્રેસ. રમત શરુ થવાના અમુક મહિના પહેલા જ કોંગ્રેસના કેપ્ટન રાહુલ ગાંધી ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે ગુજરાતમાં આવ્યા. સોમનાથજીનાં દર્શન કરી હર હર ભોલેનાં નાદ સાથે નિરીક્ષણ ચાલુ કર્યું. જોયું કે પેલું દલિત પ્રકરણ, પાટીદાર પ્રકરણ વગેરે આ વખતે રમવામાં ફાયદો કરાવે એમ છે. ગ્રાઉન્ડ સારું લાગ્યું. વધુ સારી રીતે નીરીક્ષણ માટે બળદગાડામાં પણ મુસાફરી કરી.

આ બાજુ ભાજપના કેપ્ટન લોકલ  વિજય રૂપાણી (મોદીને નેશનલ રમવા મોકલી દીધા છે, જરૂર પડે અને રન ઘટતા હોઈ ત્યારે બોલાવી લ્યે) હોમ ગ્રાઉન્ડ હોઈ નિશ્ચિંત હતા. તો પણ એકવાર કોચ અમિતશાહ ને ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે બોલાવ્યા. અમિતશાહ એ જોયું કે પૂર્વ ગુજરાત કપ્તાન મોદીના ગયા પછી(અને ખુદના પણ ) આ લોકોની ટીમ નબળી પડી ગઈ છે. પણ હોમ ગ્રાઉન્ડ હોઈ જીત માટે પૂરો વિશ્વાસ છે. વધુ રન કરવા માટે મોદી, યોગી , સ્મૃતિ ઈરાની વગેરે બધાને  જરૂર પડ્યે બોલાવી શકાશે.

અમુક સ્ટાર પ્લેયરો ગુજરાતમાં એમનમ જ રમતા હતા. ભાજપ અને કોંગ્રેસે નક્કી કર્યું કે ચાલો આ ખેલાડીઓને એક એક કરી ટીમ માં લઇ લઈએ. તો રમવામાં વધુ મજા આવશે.  પહેલા કોની માંગ એ માટે ટોસ ઉછાળવાનું નક્કી કર્યું. અમિત શાહ એ હાથમાં ટોસ લીધો અને અંદાજ અપના અપના સ્ટાઈલ અપનાવી "કિંગ મેં જીત , ક્રોસ તું હારા". રાહુલ મુન્જાયો. રાહુલ ક્યે એમ નહિ ઊંધું કરો. અમિતશાહ ક્યે ઓકે "ક્રોસ મેં જીતા , કિંગ તું હારા". રાહુલ ગાંધી માની ગયા. ટોસ ઉછળ્યો અને અમિત ભાઈએ પહેલી માંગ લીધી.

અમિત - "અમે શંકરસિંહ, ઉર્ફ બાપુ ને લીધા "
રાહુલ - " પણ એ તો અમારા જ પ્લયેર છે "
બાપુ - "પણ મારે અમિતની ટીમમાં જવું છે " (એને એમ કે હવે કદાચ મુખ્યમંત્રી બની શકું )
રાહુલ - " તો નીકળો"
અમિત - બાપુ અમારે જીતવા માટે એક ત્રીજી ટીમની જરૂર છે, ટીમ બનો અને રમો. છેલ્લે ભેગા થઇ જશું.

રાહુલ - હવે મારો વારો , મારો વારો
અમિત - હા માંગ ..
રાહુલ - મેં અલ્પેશને માંગ્યો (આ એક જ છે જે ગુજરાતમાં ભવિષ્યમાં કોંગ્રેસનો ચહેરો બની શકે )
અમિત (મનમાં ) - એ તારો જ પ્લેયર હતો

હવે કોણ સારા પ્લેયરમાં બચ્યુ ?
રાહુલ - હાર્દિક અને જીગ્નેશ.
અમિત - મારે આ કોઈ નો જોતા હોઈ તો બીજા ૨ માંગી શકું ?
રાહુલ - હા વાંધો નહી (હાશ આ બેય મળી જાય તો આપની મસ્ત ટીમ બની જાય )
અમિત - મેં માંગ્યા વરુણ અને રેશમા
રાહુલ (મનમાં ) - આને કોણ ઓળખે છે !!

ત્યાં બહારથી આવાજ આવ્યો. મારે ભાજપ તરફથી નથી રમવું, મને ભાજપ રૂપિયા આપી પરાણે રમાડે છે . રાહુલ અને અમિત બેયે જોયું , કોણ છે આ. તો નીતિન રાડું નાખતો હતો. બેય એને ઇગ્નોર કરી આગળ વધ્યા.

રાહુલ - મેં માંગ્યો હાર્દિક
હાર્દિક - મારે રમવું જ  નથી. હું ગ્રાઉન્ડ  બહાર  રહીને કોંગ્રેસને સપોર્ટ કરીશ  બસ.
રાહુલ - પણ જરૂર પડે તો અંદર આવી જજે ભઈલા  ..

બધાય પ્લેયરોને માંગીને રમત કેમ રમવી એના દાવપેચમાં લાગી ગયા. જીગ્નેશ રાડો પડતો તો , હું રહી ગયો, હું રહી ગયો।  રાહુલે એના સામું જોઈને સ્માઈલ કરી.


હવે સાચી રમત 9 થી 14 ડિસેમ્બરની વચ્ચે છે. રિજલ્ટ 18 ડિસેમ્બરે આવશે. જોઈએ કઈ ટિમ કેવું રમે છે. 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.