બુક રીવ્યુ - ઈજીપ્ત -ઇસ્ત્રાઇલની ઝાંખી , સ્વામી સચ્ચિદાનંદ

સ્વામી સચિદાનંદની "મારા અનુભવો" બુક વાંચી ત્યારથી જ એમની બીજી બુકો વાંચવાની ઈચ્છા હતી. અમુક મેગેઝીન્સમાં મેં એમના પ્રવાસ આર્ટીકલસ વાંચ્યા હતા. એમનું  પ્રવાસ વર્ણન સાથે ફિલોસોફી અને ત્યારની ઘટનાનું વિવરણ સરસ હોઈ છે. હમણા જ ઓનલાઈન પુસ્તકો  માટેની ગુજરાતમાં જાણીતી બનેલી વેબસાઇટ "dhoomkharidi.com"  પરથી અમુક મેગેઝીન્સની સાથે આ પુસ્તક પણ મંગાવ્યું.

આમતો બુકનું શીર્ષક વાંચીને એમ જ લાગે કે એક પ્રવાસ ડાયરી હશે. સચ્ચીદાનાન્દજી જ્યાં જ્યાં ગયા હશે એનું વર્ણન હશે. ના સાવ એવું નથી. બુકમાં પ્રવાસ અને સ્થળોનું સચોટ વર્ણન છે , ભારત સાથેની કમ્પેરીઝન છે, ત્યારની આકાર લેતી પોલીટીકલ ઘટનાઓને પણ સાંકળી છે. સાથે સાથે જે તે સ્થળોનો ઈતિહાસ પણ સાંકળ્યો છે. જેને ભારત સિવાય બહાર શું ચાલે છે અને ભારતની એમની સાથેની સરખામણી વિષે કુતુહલ હોઈ તો આ પુસ્તક ૧૦૦% વાંચવું જ જોઈએ (કુવાની બહારની દુનિયા જોવા માટે ! ). મને પુસ્તકમાં સૌથી વધુ ગમ્યું હોઈ તો એ છે સ્વામી સચ્ચિદાનંદના મોડર્ન  વન લાઈનર્સ !

ઈજીપ્ત -ઇસ્ત્રાઇલની ઝાંખી , સ્વામી સચ્ચિદાનંદ


 ઈજીપ્ત -ઇસ્ત્રાઇલની ઝાંખી બુકના કેટલાક સ્પર્શી ગયેલ વાક્યો -


  • બુકનું પહેલું જ વાક્ય " જીવનમાં કેટલાક પ્રસંગો અણધાર્યા બનતા હોઈ છે. ધારણા પ્રમાણે જ બધું થતું હોઈ તો કોઈ દુખી ના થાય. પણ નાં ધારણા પ્રમાણે જ બધું થવા લાગે તો કદાચ કોઈ સુખી નાં થાય."
  • નેવું અબજ રૂપિયાનું વિમાન સ્વયમ પોતે એક ચમત્કાર છે. કંકુ કાઢવાના ચમત્કાર જોઇને ગાંડા થવા કરતા, વિજ્ઞાનના આ માનવલક્ષી ચમત્કારો જોઇને વધુ દહાપણ મેળવવું હિતાવાહ છે.

  • ભારતની પ્રજા વિજ્ઞાનવાદીઓના રવાડે ચડવાની જગ્યાએ ચમત્કારવાદીઓના રવાડે ચડી ગઈ છે.

  • કુદરતી જીવન જીવો, સાદું પણ કસવાળું જમો , ખુબ કામ કરો , કર્મયોગથી દિવસ પૂરો કરો , હસો ખેલો, ટોળટપ્પા કરો. આરોગ્ય તમારી મુઠ્ઠીમાં છે, દવાખાના શોધવા નહિ જવા પડે "

  •  આંતકવાદની સમાપ્તિ ક્યારેય એકલા લશ્કરથી કરી શકાતી નથી.લશ્કર ગમે એટલું મોટું અને શસસ્ત્ર હોય તોપણ બસ -ટ્રેન કે જાહેર સ્થાનોમાં બોમ્બ વિસ્ફોટ રોકવા શક્ય નથી. આંતકવાદનો ઉચ્છેદ તો માત્ર ગુપ્તચરો દ્વારા જ કરી શકાય. 

  • ઈચ્છા વિનાની, નાના નાના કામોમાં જ સંતુષ્ટ થઇ જનારી પ્રજા આપોઆપ લોઅર પ્રજા બની જતી હોઈ છે 

  • સ્વચ્છંદતા , ગુલામી કરતા પણ ભૂંડા પરિણામો લાવતી હોઈ છે .

  • સ્ત્રીને નખશીખ ઢાંકી દેવાથી જ કાઈ તે પવિત્ર નથી થઈ જતી. સ્ત્રીઓ પ્રત્યે આવો વ્યવહાર એ અવિશ્વાસ અને ક્રૂરતાની નિશાની છે 

  • જીવનમાં લોભ -લાલચ, પ્રભાવ અને ભય રહેતા જ હોઈ છે 

  • જો હિંદુ પ્રજાં યહુદીઓ જેવી જાગૃત પ્રજા હોત તો તેને પણ રડવા માટેની એક દીવાલ બનાવી હોત. 

  • પ્રત્યેક સત્યશોધકે બને ત્યાં સુધી પ્રત્યેક ધર્મ સ્થાનના દર્શને જવું. જેથી એકબીજાની વિશેષતા જોવા જાણવા મળે. એકબીજાના ધર્મગ્રંથોનું અધ્યયન કરવું જેથી એકબીજાને સારી રીતે સમજવાની દ્રષ્ટિ મળે 

  • ધર્મને  કદીપણ સામાન્ય પ્રજા બગડતી નથી. આ કામ તો અજ્ઞાની અને સ્વાર્થી ધર્મગુરુઓ જ કરતા હોઈ છે.

  • ઉત્પાદન વધાર્યા વગરની રોજીઓ રાષ્ટ્રને ગરીબ બનાવે છે. આપનું રાષ્ટ્ર આવી રીતે ચૂસાઈ રહ્યું છે 

  • પ્રજા હમેશા વૈભવી હોવી જોઈએ. સમૃદ્ધ અને વૈભવી પ્રજા હમેશા રોજગાર ઉત્પન કરતી હોઈ છે. 

  • ઇસ્ત્રાઈલે ખેતીને એક રોજી માત્ર નથી ગણી, પણ પૂર્ણ કમર્શિયલ ઉદ્યોગ માન્યો છે. આપનામાં અને તેનામાં આ મુદા નો ફર્ક છે 

  • જે પ્રજા ઝડપથી યંત્રવાદ અને વિજ્ઞાનને નથી સ્વીકારી શકતી, તે મબલક ચીઝ્વસ્તુઓ નથી ઉત્પન કરી શકતી: તેની જગ્યાએ તે મબલક સંતાનો ઉત્પન કરતી થય જાય છે. આ પ્રજા માટે "ખાલી જઠરો" અને ભરેલા ગર્ભાશયો"ની ઉક્તિ લાગુ પાડી શકાય. 

  • જૂની સંસ્કૃતિનો કેફ ચડાવીને પ્રજાને વર્ષો સુધી પછાત બનાવી શકાય છે. 

  • રાજનીતિમાં મુત્સદીગીરી શોભે , ભાવુતા નહિ.રાજનીતિમાં જરૂર છે ડાહ્યા, શાણા રાજનૈતિજ્ઞની. ભાવુકતાથી ઉશ્કેરાયેલા કે ઉશ્કેરનારા લોકો વંટોળીયાઓ તો પેદા કરી શકે, રાજ્ય ન ચલાવી શકે. 


  આ ઉપરાંત વચ્ચે વચ્ચે સ્વામી સચ્ચિદાનંદએ ત્યારે ભારતના રાજકારણમાં આવી રહેલ  બદલાવ, એટલબિહારી બાજપાઈની બની રહેલ સરકાર વગેરે વિષે પણ ચર્ચા કરી છે. ઈજીપ્ત અને ઇસ્ત્રૈઇલનો ઈતિહાસ વિષે પણ લખ્યું છે. ઇસ્ત્રાઇલની વિજ્ઞાનિક ઢબની ખેતી અને પશુપાલન, કીબુત્સની  રહેણી કહેણી વગેરે જાણવા જેવું છે. ઇસ્ત્રાઇલના વિમાનની અપહરણની ઘટના ભૂ જ રોચક છે. સુએઝ નહેર , ડેથ સી , જેરુસલેમ, રુદન દીવાલ, ઈજીપ્તના પીરામીડો અને બાંધકામો વિષે પણ જાણવાનું મજા આવે એવું છે  


આ ઉપરાંત આંતકવાદ અને કાશ્મીરની સમસ્યાઓ વગેરે પરના વિચારો કાફી આધુનિક છે. દરેક ભારતીએ વાંચવા જેવી બુક.

સ્વામી સચ્ચિદાનંદની બીજી પોપ્યુલર બુક્સ 





(અમેઝોન અફેલાઈટ લીન્ક. બુક પર ક્લિક કરશો એટલે અમેઝોનમાં  ખુલશે. )

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.