ચાલને આવી રીતે ઉજવીએ દિવાળી આપણે
ચલને એકબીજાને ગમાડીએ રંગીને આ તનની દીવાલ !
પહેલા પૂજા કરીએ આપના સબંધની, પછી દુર કરશું વ્હેમનો કકળાટ આપણે,
ચલને એકબીજા પર કરીએ કાળો જાદુ આપણે!
ચાલ એક વહાલનો ફટાકડો હું ફોડું, તું એક સ્નેહની ફૂલઝર કરજે,
ચલને એક તારામંડળથી આખા બ્રહ્માંડમાં પ્રેમને પોકારીએ આપણે!
પહેલા ચલ ચાહતની રંગોળી બનાવીએ ,પછી પૂરશું પ્રણયના રંગો આપણે,
રંગો પૂરતા પૂરતા એકબીજામાં જ પુરાઈ જઈશું આપણે.
ચાલને આવી રીતે ઉજવીએ દિવાળી આપણે
- અંકિત સાદરિયા (મને ઇન્સ્તાગ્રામ પર ફોલો કરવા અહી ક્લિક કરો ).
બીજી સરસ રચનાઓ
(નોંધ : આ કોઈ કવિતા નથી. આડા અવળા સુજેલા વાક્યો છે )