રક્ષાબંધન સ્પેશીયલ - એ બહેન હોય છે ...
આ રક્ષાબંધન પર ભાઈ બહેનના પ્રેમને શબ્દો આપતો આ મારો નાનકડો પ્રયાસ છે. ગમે તો જરૂરથી શેર કરજો.
એ બહેન હોઈ છે યુ ટ્યુબ વિડીઓ -
મમ્મી પાપા પાસે
તમારી ફરિયાદો કરે પણ જયારે મમ્મી પાપા વઢે ત્યારે તમારો પક્ષ લેનારી
એ બહેન હોય છે ...
તમે એની સંતાડેલી
ચોકલેટ છુપાઈ ને ખાવ છો એ જાણવા છતાં એ ચોકલેટ પાછી એ જ જગ્યાએ સંતાડે
એ બહેન હોય છે ..
વાત વાતમાં તમને ચીડવે
પણ જયારે બીજું કોઈ તમને ચીડવે ત્યારે એને ખીજાવાવાળી
એ બહેન હોય છે ...
જમવાનું બનાવતા
શીખતી વખતે, નવી નવી ડીશોનું તમારા પર એકપેરીમેન્ટ કરવાવાળી
એ બહેન હોય છે ...
તમારા લુકની મજાક
ઉડાવનારી એ જયારે તમે તૈયાર થતા હોઈ ત્યારે બ્યુટી ટીપ્સ આપવાવાળી
એ બહેન હોય છે ..
જયારે તમને કોઈ
છોકરી ગમી જાય ત્યારે તમારી સાથી પહેલી લવ ગુરુ બનનારી
એ બહેન હોય છે ...
ભલે તમારા કરતા એ પપ્પાને વધુ પ્રેમ કરતી હોય , પણ એના પતિ કરતા તમને વધુ
પ્રેમ કરવાવાળી
એ બહેન હોય છે...
ભલે જીંદગીમાં ક્યારેય તમે રડ્યા નાં હોઈ પણ એની વિદાય વખતે તમને રડાવનારી
એ બહેન હોય છે ...
ગમે એટલે દુર રહેતી હોય પણ રક્ષા બંધને સમયસર રાખડી મોકલનારી
એ બહેન હોય છે ...
- અંકિત સાદરીયા.
આ સાલી જીંદગી પેજ ફેસબુક અને ઇન્સ્તાગ્રામ પર જરૂરથી ફોલો કરજો. યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રીબ કરજો .