કામ કામ ને કામ કે ક્વોલીટી ઓફ લાઈફ !

હમણાં એક દિવસ મેચ જોતો હતો, ભારત અને બાંગ્લાદેશનો એશિયાકપ વાળો ફાયનલ. રસાકસી બરાબરની જામી હતી, બંને ટીમની જીતવાની શક્યતાઓ ૫૦-૫૦% હતી. ત્યારે બાળપણનો એક મિત્ર "અક્ષર" યાદ આવી ગયો. અક્ષર ક્રિકેટનો શોખીન જીવડો. ક્રિકેટની બધી મેચ આખી જોવે. એક્ઝામ ચાલતી હોય, સબમીશન હોય કે અગત્યના લેક્ચર હોય એનું સ્કોરબોર્ડ ચાલુ જ હોય. પાંચ એ પાંચ દિવસના ટેસ્ટ મેચ પણ આખે આખા જોય નાખે. મેં એને મેસેજ કર્યો , " એલા કોણ જીતશે ? " એનો કાઈ રીપ્લાય નાં આવ્યો. 
સવારે રીપ્લાય આવ્યો "અરે યાર સવારે ફેક્ટરીએ   જવાનું હતું તો સૂઈ ગયો હતો". હા એને પાપાની ચાલતી ફેક્ટરી છે અને હવે આ ભાઈ પાપાની સાથે સંભાળે છે. મેં કીધું "હવે મેચ નથી જોતો?" તો કહે "યાર હવે કામ જ એટલું હોય છે દિવસે મેચ હોય તો સ્કોરબોર્ડ જોઈ લવ". બુધવારે  મેચ હોય તો ક્યારેક જોવાનો સમય મળી જાય વળી. મેં કીધું "તારે ઘરની ફેક્ટરી છે સાંજના મેચ તો જોય શકે ને સવારે થોડું મોડું જવાય". એ કહે "એમ કરીએ તો ધંધા બંધ થઇ જાય અને રાતે મોડે સુધી મેચ જોવ તો બીજો આખો દિવસ બગડે". 

આ સાલી જીંદગી - કામ કામ ને કામ કે ક્વોલીટી ઓફ લાઈફ !
કામ કામ ને કામ કે ક્વોલીટી ઓફ લાઈફ !  


એની વાત એકદમ સાચી હતી. "કામ છે તો નામ છે". પરંતુ સવાલ એ છે કે "કેટલું કામ?". શું ૨૪ કલાક કામ જ કર્યા  કરવાનું? તમારા શોખ, હેલ્થ, ફેમીલી વગેરેનું શું ? માની લો કે તમને ગમતું કામ છે તો પણ કામ સિવાય પણ તમને અમુક શોખ તો હોય જ કે જેનાથી ખુશી મળે, તો એ બધા માટે આપણે થોડો પણ સમય નાં ફાળવી શકીએ?" ઘણીવાર આ વધુ પડતું વર્ક ફેમીલીમાં કે લગ્ન જીવનમાં સમસ્યા કરે છે, ઘણીવાર શારીરિક કે માનશીક બીમારીઓનો પણ ભોગ બનવું પડે છે કે માણસ કોઈ વ્યશનનો શિકાર બની જાય છે. કામ એ આપણા શોખ પુરા કરવા, જીવન સારી રીતે જીવવા અને દુનિયામાં કૈક કન્ટ્રીબ્યુટ કરવાનું માધ્યમ છે પણ એ જ તો જીંદગી નથી ! 

સવારે ૮-૯  થી રાતે ૮-૯ વાગ્યા સુધી કામ કરો, પછી ઘરે આવી જમીને ટીવીની ચેનલો ફેરવીને સૂઈ જાવ. ઘણાને તો વળી ઘરે આવીને પણ કોલ ચાલુ જ હોય.  આ જ તો જીંદગી નથી ? મને ખબર છે સક્સેસફુલ બનવા માટે જાતને ઘસી નાખવી પડે છે , પૈસા કમાવવા સહેલા નથી. પરંતુ એ પણ સત્ય છે કે વીતેલો સમય અને એ ઉમર પણ પાછી આવવાની નથી. કામ કરતા કરતા શું મશીન બની જવાનું ? 

મોટાભાગના લોકો કામે ચડ્યા પછી એમના શોખ ક્રિકેટ, વાંચન, મુવી, ટ્રાવેલિંગ વગેરે ધીમે ધીમે ભૂલી જાય છે કે ભૂલવાની કોશિશ કરે છે. ફેમીલીને પણ પુરતો સમાય નથી આપતા. અમુક ખાસ પ્રસંગોમાં હાજર રહે (એમાં પણ મોબાઈલમાં કોલ ચાલુ જ હોય) અને ઘરે પણ દર બુધવારે કે રવિવારે પત્ની કે બાળકોને થોડો સમય આપી શકે અને દર મહિને ઘર ચલાવવાના રૂપિયા આપી દે એટલે પૂરું. 

મને ખબર છે આજના કોમ્પીટીશનના જમાનામાં તમે કામ નાં કરો તો ફેંકાય જાવ પણ ઘણાને આપણી ટીપીકલ ઈન્ડીયન મેન્ટાલીટી પ્રમાણે સાત પેઢીનું ભેગું કરવું છે તો ઘણાને દેખાડો કરવા માટે ભેગું કરવું છે. આમાં "ક્વોલીટી લાઈફ" ક્યાય પાછળ ધકેલાય જાય છે. ઘણી વાર વિદેશના પર્યટકો વિશે વાત કહેતા હોય છે કે એ અમુક જોબ કરતો હતો કે બિઝનેસ કરતો હતો થોડુ સેવિંગ કરી ફરવા નીકળી ગયો કે અમુક તો ફરતા ફરતા જ બ્લોગીંગ, ફોટોગ્રાફી  કે બીજી પાર્ટ ટાઈમ જોબ કરીને કમાઈ લેતા હોય છે. ફરવા સિવાય પણ ત્યાના લોકો ગાર્ડનિંગ, વાંચન, જીમ, કે અમુક રમતો શોખ પ્રમાણે રમતા જ હોય છે. મોટા ભાગના  દેશોમાં શની રવી બે દિવસ વીકએન્ડ હોય છે  (આપણે પણ અહી અમુક આઈ.ટી કંપનીઓમાં હોય છે), એ લોકો આ ૨ દિવસ ધંધા પણ બંધ રાખે છે. હજુ એ લોકો વર્કિંગ ડેમાં પણ કામના કલાકો ઘટાડવાનું વિચારે છે. 

પણ હા કામ તો અગત્યનું છે જ પણ સમયનું મેનેજમેન્ટ અને કામના સમયમાં એમાં ફોકસ કરી એ જલ્દી સમયસર કરી શકાય. જો રેગ્યુલર અનિયમિત અને વધુ કામ હોય તો માણસો રાખી શકાય (રોજગારી પણ વધે યુ નો !). સાથે સાથે "ક્વોલીટી ઓફ લાઈફ" ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણે આ દુનિયામાં પર સર્વાઈવ કરવાની સાથે સાથે જીવવા પણ આવીએ છીએ. 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.