2018 નું રીવીઝન : શું નવું આવ્યું, શું બદલાયું !

પાછલા વર્ષના આર્ટીકલમાં ઘણી સમસ્યાઓને લગતા મુદ્દાઓ આવરી લીધેલા. ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ , એના ફાયદા ગેરફાયદા, જીઓની એન્ટ્રી, સાથે સાથે 4Gની એન્ટ્રી વગેરે પર એ લેખમાં ચર્ચા કરી હતી . (વાંચો ૨૦૧૭ રીવીઝન : શું નવું આવ્યું, આપણે ક્યાં છીએ !).


૨૦૧૮ કેવું રહ્યું  ?

 • 2018માં ગુગલે એન્ડ્રોઇડ પાઈ (9.0) અને એપલે ios12 લોન્ચ કરી.ગુગલ પે એપ ૨૦૧૮ની લોકો દ્વારા સૌથી વખણાયેલી એપ રહી. ટીકટોક બેસ્ટ એન્ટરટેઈનમેન્ટ એપ રહી. PUBG ગેમે આંતક મચાવ્યો.
 • ઓનલાઈન ફૂડ ઓર્ડર અને ડીલેવરી વધુ પોપ્યુલર બન્યું. ઝોમેટો , સ્વીગી , ફૂડપાન્ડા વગેરે એપ પોપ્યુલર બની.
 • ભારતમાં નેટફ્લીક્સ અને અમેઝોન પ્રાઈમનો વ્યાપ વધ્યો. 
 • ક્રીપ્ટોમાં ઘણી નવી ટેકનોલોજી અને કોઈન્સ આવ્યા. પરંતુ ભારતમાં ક્રીપ્ટો ટ્રેડીંગ બંધ થયું.
 • ફેસબુક પર ડેટા લીકનો આરોપ લાગ્યો, ઘણી પોલીસીમાં ફેરફાર કરવો પડ્યો.
 • બાઈકની જૂની અને પોપ્યુલર કંપની java moto એ બાઈકની નવી રેંજ લોન્ચ કરી (આમ તો ૨૦૧૭માં જ JAWA ૩૫૦ અને JAWA 660 રીલોંચ કર્યું હતું પરંતુ ૨૦૧૮માં વધુ પોપ્યુલર બન્યું. ) જો કે સેમ રેન્જમાં હજુ રોયલ એનફિલ્ડ ટોપ પર છે. સૌથી વધુ વેચાણમાં હીરોનું  સ્પ્લેન્ડર પ્લસ અને  હોન્ડાનું એકટીવા ૪g ટોપ પર છે  
 • ૩૫૦૦૦ ની આસપાસ શરુ થયેલ સન્સેક્સનો ગ્રાફ ૩૮૫૦૦ સુધી પહોચ્યો , અત્યારે જોકે ૩૬૫૦૦ ની આસપાસ છે.
 • ડોલર સામે રૂપિયો ગગડીને ૭૪ સુધી પહોચ્યો, જો કે અત્યારે ૭૦ની આસપાસ છે.
 • 2017માં ૬.૬% ઘટેલ GDP  ૨૦૧૮માં વધ્યો. ૨૦૧૮ના પહેલા ક્વાર્ટરમાં GDP ૯.૨% સુધી પહોચ્યો. ૨૦૧૮નો એન્યુઅલ GDP ૭.૩% રહ્યો. inflation rate 4.74% રહ્યો.
 • સુપ્રીમ કોર્ટ : આધાર સીમ સાથે અને બેંક સાથે લિંક કરવું જરૂરી નથી એવો sc નો નિર્ણય આવ્યો. ત્રિપલ તલાક બીલ પાસ થયું, સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ માન્ય થયો. થીએટર માં રાષ્ટ્ર્ગાન વગાડવું જરૂરી નથી એવું સુપ્રીમ કોર્ટને રહી રહીને ભાન થયું.  ૩૭૭ કલમ હટી, હોમો સેકસ્યુઆલીટી લીગલ બની. ૪૯૭ કલમ પ્રમાણે સ્ત્રી પતિની માલિકી નથી અને મરજીથી કરેલ અફેર ગુનો બનતો નથી, ડિવોર્સ લઈ શકાય.
 • સ્પોર્ટ્સ : ક્રિકેટમાં અન્ડર૧૯ ટીમ વર્લ્ડકપ જીતી લાવી. સામે બ્લાઈંડ ક્રિકેટ ટીમેં પણ ફાયનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ જીત્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ જીત્યું. કોમન વેલ્થ ગેઈમ્સમાં ૨૬ ગોલ્ડ અને ટોટલ ૬૬ પદક સાથે ભારત ત્રીજા ક્રમે રહ્યું.  ૨૦૧૮ એશિયન ગેઈમ્સમાં પણ ભારતે ૧૫ ગોલ્ડ અને ટોટલ ૬૯ પદક મેળવ્યા.
 • બોલીવુડ - આ વરસ બોલીવુડ માટે તો ઠીક પણ પ્રેક્ષકો માટે સારું રહ્યું. અંધાધુંન , સ્ત્રી , બાઝાર , બધાઈ હો, પરમાણું, પેડમેન, મુક્કાબાઝ, સોનું કી ટીટુ કી સ્વીટી, સુઈ ધાગા, રાઝી , ઓક્ટોબર , રેઇડ, કારવાં, ૧૦૨ નોટ આઉટ, મનમર્ઝીયા વગેરે મસ્ત મુવી આવી. સંજુ, પદમાવત અને રેસ૩ ટોપ ૩ અર્નિંગ મુવી રહી. જો કે સ્ત્રી અને  બધાઈ હો ને ૧૦૦ કરોડ ક્લબમાં જોઈ ને સારું લાગ્યું. 
 • કેરેલમાં આવેલ પુર આ વર્ષની સૌથી દુઃખદ ઘટના રહી.
 • ચુંટણી : આ વરસે ૯ રાજ્યોના પરિણામો આવ્યા જેમાં ત્રિપુરા અને નાગાલેંડ ભાજપના ખાતે આવ્યા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં કોંગ્રેસે વાપસી કરી. કર્નાટકામાં કોંગ્રેસ અને JDU ગઠબંધન સરકાર બની. મિઝોરમ, તેલંગાના અને મેઘાલયમાં સ્થાનિક પક્ષોની  સરકાર બની. આ વરસ કોંગ્રેસ અને રાહુલગાંધી માટે એકંદરે સારું રહ્યું.
 • સરદાર વલ્લભભાઈનું વિશ્વનું સૌથી ઉચું પુતળું બન્યું. જો કે ઘણું ચર્ચાસ્પદ બન્યું.
 •  ૨૦૧૮ માં અટલ બિહારી બાજપાઈને ગુમાવ્યા. બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ ચર્ચાસ્પદ રહ્યું. 
 • આ વખતે પર્યાવરણને લગતા કોઈ નોંધ પાત્ર નિર્ણય લેવાયાનું ધ્યાનમાં નથી. પણ બેંગ્લોરમાં ઈલેત્રિક કાર દેખાય છે. હૈદરાબાદમાં કોઈ સ્વીસ કંપનીએ ઈ-ઓટો શરુ કરી છે જેના માટે સોલાર ચાર્જર હબ બનાવવાનું પણ ક્યાંક વાંચેલું.
બ્લોગ માટે 


 • ૨૦૧૮માં આ બ્લોગમાં મેં કુલ ૧૦ પોસ્ટ કરી. (આ પોસ્ટ ગણીને ૧૧) જે બહુ ઓછી છે. આ વરસની સૌથી સફળ પોસ્ટ ખુશીઓનું સરનામું ! રહી .
 • ફેસબુક પેજમાં ઘણી પોસ્ટ્સ કરી. જેમાં અત્યારે ૫૧૯૧૮ લાઈક્સ અને ૫૨૩૭૯ ફોલોવર્સ છે. (હજુ લાઈક ના કર્યું હોય તો આ લીંક પર ક્લિક કરો  => આ સાલી જીંદગી ફેસબુક પેજ )
 • ગયા વરસે શરુ કરેલ ઇન્સ્તાગ્રામમાં પણ 636 પોસ્ટસ અને ૩૯૩૨+ ફોલોવર્સ થઈ ગયા છે. (હજુ લાઈક ના કર્યું હોય તો આ લીંક પર ક્લિક કરો  => આ સાલી જીંદગી ઇન્સ્તાગ્રામ  પેજ )
 • યુટ્યુબ પર આ વખતે સમયના અભાવે ફક્ત પાંચ જ વિડીયો અપલોડ કરી શક્યો. એમાં પણ ૩૦૦ જેટલા સબ સ્ક્રીબર થઈ ગયા છે (સબ્સ્ક્રીબ કરો => આ સાલી જીંદગી યુટ્યુબ ચેનલ )
પર્સનલ 

 • ૨૦૧૮માં ઘણા ગોલ સેટ કર્યા હતા એમના લગભગ બધા જ પુરા થઈ ગયા. 
 • શેર માર્કેટ અને મ્યુચલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા શીખ્યું 
 • પાછલા વર્ષ કરતા વધુ બુક્સ વાંચી 
 • ૧૬ એપ્રિલ બર્થ ડે થી રેગ્યુલર કસરત કરવાનું શરુ કર્યું . ૭ કિલો વજન ઘટાડ્યું 
 • જોબમાં પણ સારું એવું અપ્રીશીયેશન મળ્યું. 
 • ફેસબુક ,ટ્વીટર પર ફાલતું ચર્ચાઓમાં પડવાનું ઓછું કર્યું. અમુકને બ્લોક કર્યા. ખરેખર રોજ લોહી પીતા લોકોને બ્લોક કરવાથી નિરાંત થઇ જાય છે.  
 • આ વખતે બહુ ફરવા નાં જઈ શકાયું. ઊટી મૈસુર, શીવસમુદ્રમ અને મસીનાગુડી ગયો. આસપાસમાં ૨-૩ બાઈક ટ્રીપ કરી. 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.