શંકા અને શંકાનું સમાધાન !
શંકા અને શંકાનું સમાધાન શા માટે અગત્યનું છે ? સંબંધો કેમ સાચવવા ? કેવી રીતે કોઈ સંબંધ લાંબો સમય સુધી ખુશી ખુશી ટકી શકે ?
![]() |
શંકા અને શંકાનું સમાધાન ! |
ગયા
અઠવાડીએ કંપનીના કામથી બીજી કંપનીએ જવાનું થયું. શુક્રવારે બપોરે ૩ વાગે પહોચવાનું
હતું. જતા પહેલા વિચાર્યું સાથે શું શું લઇ જવું પડશે? વોલેટ
અને મોબાઈલ, અપોઈન્ટમેન્ટના મેઈલ મોબાઈલમાં જ સેવ કરી લીધા. એક બોલપેન
પણ લઇ લીધી. જ્યાં જવાનું હતું એ કંપની ઘરથી ૧૫કિમી જેટલી દુર હતી. બેંગ્લોરમાં ૧૫
કિલોમીટર એટલે ઓછામાં ઓછી ૧ કલાક તો લાગી જ જાય.
જે જગ્યાએ જવાનું હતું એ મેં જોઈ નાં હતી એટલે
ગુગલ મેપનો જ સહારો હતો અને એમાં પણ હું એકઝેટ ટાઈમે નીકળ્યો એટલે થોડો ઉતાવળમાં
હતો. સદનશીબે ટ્રાફિક બહુ ઓછો હતો, જ્યાં સુધી રસ્તો જોયેલ હતો ત્યાં સુધી તો થોડા
સમયમાં જ પહોચી ગયો. પછી ગુગલ મેપમાં જોઇને થોડું બાઈક ચલાવું, વળી
પાછું જ્યાં ૨ રસ્તા આવે ત્યાં ઉભો રહી પાછો મેપ જોઉં ! એમ કરતા કરતા માંડ માંડ કંપનીએ
પહોચ્યો. ત્યાં પાર્કિંગ શોધતા અને જેને મળવાનું હતું એ મેનેજરની બિલ્ડીંગ શોધતા
૧૦-૧૫ મિનીટ એમ જ નીકળી ગયા. તો પણ હું એકઝેટ સમયે ત્યાં પહોચી ગયેલો.
ત્યાં પહોચ્યો ત્યાં જ ખબર પડી કે મારી
અપોઈન્ટમેન્ટ બુક થયેલી નહોતી. મેં મેનેજર સાથે વાત કરી. એ મારું આઈડી કાર્ડબનાવે
ત્યાં સુધી રીશેપ્સન પાસે રાખેલ સોફા પર થોડી વાર બેસવું પડ્યું. એકાદ
કલાકમાં મારું કામ થઇ ગયું, સરસ અનુભવ રહ્યો. બહાર નીકળીને મિત્રને ફોન કર્યો અને અપડેટ
આપ્યું. પછી બાઈક લઈને પાછો ઘર તરફ નીકળ્યો. ઘરેથી નીકળ્યાને ૨ કલાક ઉપર થઇ ગયું
હતું, પાણી પણ નહોતું પીધું. બાઈક લઈને બહાર નીકળ્યો ત્યાં તો બહુ
જ ટ્રાફિક હતો. એક બે સિગ્નલ ગયા પછી થયું ચલ ક્યાંક જ્યુસ પી લવ. પણ ખિસ્સામાં
જોયું તો પાકીટ જ નહોતું !
હવે શું કરવું ? ખોવાઈ ગયું હશે ? પેલી
ઓફીસ પાછો જાવ ? ત્યાં રીશેપ્સન પાસે સોફા પર બેઠો હતો ત્યાં પડી ગયું હશે ? ઘરેથી આવ્યો ત્યારે લઈને નીકળ્યો હતો ? જો
હવે પાછો પેલી ઓફિસે જોવા જાવ તો આ ટ્રાફિકમાં અડધી કલાક ઉપર તો લાગે જ. ઉપરથી
પાછી એન્ટ્રી અને બીજી બધી માથાકૂટ ! એવું હશે તો કાલે રજા જ છે ત્યારે પાછો જોઈ
જઈશ, ત્યાં ક્યાય ખોવાયું હશે તો તો મળી જ જશે. પાછો વિચાર આવ્યો
કે આવતી વખતે વારંવાર મોબાઈલ કાઢી મેપ જોતો જતો ત્યારે તો ક્યાય નહિ પડી ગયું હોઈ
ને ? રસ્તામાં પડ્યું હશે તો ગયું. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ હતા
એમાં ? ક્યાં ક્યાં બનાવવા પડશે બધું વિચારવા માંડ્યો. ઉપરથી જયારે
ટ્રાફિક પોલીસને જોઉં ત્યારે વિચાર આવે કે રસ્તમાં રોકશે તો એને શું જવાબ આપીશ? લાઇસન્સ કે ડોક્યુમેન્ટ્સ કાઈ જ નથી. સોફ્ટકોપી બતાવીને
મનાવી લઈશ. પાકીટ ઘરે જ પડ્યું હશે, નીકળ્યો ત્યારે જ ખિસ્સામાં કાઈ ના હોય એવું
લાગતું હતું. મેપ જોઇને મોબાઈલ ખિસ્સામાં મુકતો હતો ત્યારે પણ પાકીટ ક્યારેય
નડ્યું નહોતું. ઘરે હોય તો સારું ભગવાન !
ઘરે પહોચતા જ ચપ્પલ કાઢ્યા વગર જઈને બેગમાં જોયું.
તો પાકીટ તેમાં જ હતું, હાશ! પણ પછી વિચાર આવ્યો જ્યાં સુધી પાકીટ લઇ નથી ગયો એ
ખબર જ નહોતી ત્યાં સુધી મસ્ત ખુશ હતો , કાઈ
ડર કે એ વિશે મગજમાં કાઈ નહોતું. પૂરું ધ્યાન રસ્તો શોધવામાં અને કામ પૂરું
કરવામાં જ હતું. પણ જેવી ખબર પડી કે પાકીટ સાથે નથી મનમાં જાત જાતની શંકાઓ આવવા
માંડી. એક મિનીટ પણ પાકીટને લગતી શંકાઓ સિવાય બીજો કોઈ વિચાર ના આવ્યો. જ્યાં સુધી
ઘરે આવીને પાકીટ જોયું નહિ ત્યાં સુધી અડધી- પોણી કલાક સંપૂર્ણ વિચારો માત્ર અને
માત્ર એના વિશેના જ હતા. પણ પાકીટને જોતા જ એક જ મીનીટમાં એ ભૂલી ગયો અને યુટ્યુબ
પર વિડીઓ જોવા માંડ્યો.
આજ
રીતે મનમાં કૈક શંકા જન્મે તો એનું સમાધાન અનિવાર્ય બને છે. જયારે તમારા અને બીજી
વ્યક્તિના સબંધો સરસ હોય અને અચાનક બન્નેમાંથી કોઈ એકને કોઈ બાબતમાં કઈ
ક્લેરીફીકેશનની જરૂર પડે એટલે એનો મતલબ એવો નથી હોતો કે એ ડાઉટ કરે છે. એને
ક્યાંકથી, કોઈ વાતથી, કોઈ વર્તનથી, કોઈ સબુતથી મનમાં શંકા જન્મી હોઈ શકે.
આપણા
મિત્ર વિશે, આપણા સગા સબંધીઓ, પત્ની, ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ ગમે તેના પર કૈઈ પણ
શંકા થાય તો એમને સીધું પૂછીને કે બીજી કોઈ પણ રીતે એનું સમાધાન કરી લેવું જોઈએ અને
જો કોઈ તમારા પર કઈ પણ શંકા કરે અને તમે સાચા હોય તો તમારે શાંતિથી એના પ્રશ્નોના
જવાબ આપી એમની શંકા દુર કરવી જોઈએ. એક વાર એમની શંકા દુર થઇ જશે તો સંબંધ પાછા હતા
એવા જ મજબુત બની જશે, બાકી શંકા સંબંધને ખાઈ જશે. મોટા ભાગે કોઈ તમારા પર શંકા કરે
એટલે પહેલો પ્રશ્ન એ આવે કે “ તું મારા વિશે એવું વિચારી જ કેમ શકે ? શું હું તને
એવો/એવી લાગુ છું? “ અને સામેવાળો પૂછવાનું માંડી વાળે છે પણ અંદરથી એ એની શંકાને સાચી
માની લે છે અને એ બાબત પર વધુ વિચારીને વધુ મોટી બનાવી દે છે. આવી નાનીમોટી શંકાઓ
જ સબંધને કોરી ખાય છે.
- અંકિત સાદરીયા (મને ઇન્સ્તાગ્રામ પર ફોલો કરવા અહી ક્લિક કરો ).
બીજા આવા જ સરસ આર્ટીકલ્સ=>
- કામ કામ ને કામ કે ક્વોલીટી ઓફ લાઈફ !
- ખુશીઓનું સરનામું -૩
- 2018 નું રીવીઝન : શું નવું આવ્યું, શું બદલાયું !