૨૦૧૭ રીવીઝન : શું નવું આવ્યું, આપણે ક્યાં છીએ !


૧૯મી સદીના વૈજ્ઞાનિક આર્ટીકલ વાંચો તો અત્યારે થાય કે આપણે હજુ કેટલા પાછળ છીએ કે ક્યાંક ખોટી દિશામાં માં જઈ રહ્યા છીએ. આ આર્ટીકલ્સ પ્રમાણે અત્યાર સુધીમાં આપણી પાસે ઉડતી કારો હોવી જોઈએ. સોલારથી વીજળી ઉત્પન થતી હોત, પ્રદુષણ રોકવા માટે ટેકનોલોજી પણ આવી ગઈ હોવી જોઈએ. પણ આપણે અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિવાય બીજા વિષયો માં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છીએ. 

જેમ 18મી સદીમાં મશીનો આવ્યા અને ૧૯મી સદીમાં મશીનો ઉપર ખુબ જ શોધખોળ થઇ, આખી દુનિયા એંજીન્સ  પર ચાલવા લાગી। એમ આ સદી  આખી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર કોન્સેન્ટ્રેડ છે. એક સિમ્પલ મોબાઈલ (કે જેમાં મેસેજ અને કોલ સિવાય બીજું કાંઈ ના હતું )થી શરુ થયેલી આ સદી  આજે એન્ડ્રોઇડ ઓરિઓ અને આઈ ઓએસ  11 પર ચાલી રહી છે. વિન્ડોઝ xp આજે ભૂતકાળ થઈનેવિન્ડોઝ ૧૦ ચાલી રહ્યું છે.  ફિયાટ 1500 , ફિયાટ ૮૫૦ વગેરે કારના મોડેલ્સ ભૂતકાળ બની ચુક્યા છે , એક સમયની રોયલ મારુતિ ૮૦૦ પણ હવે મૃત થઇ રહી છે. એની જગ્યાએ વધુ ઓટોમેટીક, પાવરફુલ અને ઇઝી કન્ટ્રોલ ગાડીઓ આવી રહી છે. બાઈક માં રાજદૂત અને બજાજ સ્કૂટર ભૂતકાળ બની ચુક્યા છે.  સામાન્ય સિલાઈના સંચાથી માંડીને એરોપ્લેન અપગ્રેડેડ થઇ ગયા છે. 


૨૦૧૭ રીવીઝન  : શું નવું આવ્યું, આપણે ક્યાં છીએ !


આ તો થઇ ઓવરઓલ 2000 પછીની વાત, 2017 માં નવું શું આવ્યું ?  

2017 માં આપણે અહીં 4G  લોકો સુધી પહોંચ્યું, આમાં  જીઓનો ફાળો સૌથી મોટો છે. આના લીધે ઇન્ટરનેટ પ્લાન સસ્તા થયા અને સામાન્ય લોકો સુધી પણ ઇન્ટરનેટ પહોંચ્યું. (પણ આ ઇન્ટરનેટનો ઉપયોગ સામાન્ય લોકો સુધી જ્ઞાન પહોંચાડવા કરતા નેતાઓ દ્વારા લોકોને ખોટા માર્ગે ચડાવવા વધુ ઉપયોગ થયો છે એ અલગ વાત છે). 

2017 માં કમ્યુટર સાયન્સમાં સૌથી વધી ચર્ચા મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થઇ. ટેસ્લા કંપનીના ચીફ એલોન મસ્કએ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ રોબોટ દુનિયા પર હાવી થઈ જશે એવી ચિંતા દર્શાવી હતી. આના જવાબમાં  ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગએ  મસ્ક ને નેગેટીવ પર્સન કહ્યો હતો અને કહ્યું હતું કે એ ખોટી નેગેટીવીટી ફેલાવે છે. જવાબમાં મસ્કએ માર્ક ઝુકરબર્ગના આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સના  જ્ઞાનને લિમિટેડ ગણાવ્યું હતું. જોકે આ ચર્ચા પહેલા એક ન્યુઝ આવ્યા હતા જેમાં 2 રોબોટ એકબીજા સાથે પોતે ડેવલોપ કરેલી કોડ લેન્ગવેજમાં વાતો કરતા હતા ! જો કે આ વર્ષે ગૂગલની ડ્રાઈવરલેસ કાર હજુ ઓફિસીયલી માર્કેટમાં  આવી નથી અને  આઇબીએમ વોટસન હજુ બાળ  અવસ્થામાં છે. (આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર આવ્યા કે દુનિયાનો પહેલો "રોબોટ નાગરિક" સોફિયાએ આઈઆઈટી બોમ્બેની મુલાકાત લીધી)  


મોબાઈલ ટેકનોલોજીમાં આ વખતે એન્દ્રોઈડનું ઓરીઓ વર્ઝન આવ્યું. આઈફોન x માર્કેટમાં આવ્યો, જેનું ફેસ રીકોગ્નાઈઝેશન અનલોક ફીચર બહુ જ ચર્ચાસ્પદ બન્યું. આ વખતે એપ્લીકેશનમાં LIKE મેજિક વિડીઓ એપ સૌથી પોપ્યુલર એપ્લીકેશન રહી. ગુગલ તેઝ પણ સૌથી વધુ ડાઉનલોડ થઇ (૫૧ રૂપિયા કમાવાના ચક્કર માં ;) ) 


આ વખતે આપણા માર્કેટમાં સૌથી વધુ ચર્ચા GST પછી BITCOIN ની થઇ. બીટકોઈન  માઇનિંગ તો ઘણા સમયથી ચાલતું  પણ રેન્સમવેર વાયરસે બીટકોઈનને વધુ ફેમસ કરી દીધું. રેન્સમવેર  વાઇરસ એવો હતો કે તમારો બધો ડેટા  લોક કરી દેતો (એનક્રિપ્ટ ) , જો તમારે તમારો ડેટા  પાછો જોઈતો હોઈ તો હેકર્સને તમારે રૂપિયા ચૂકવવા પડતા જે એ લોકો બીટકોઈનમાં લેતા. એના લીધે બીટકોઈન ન્યુઝમાં આવ્યા અને સૌથી પોપ્યુલર કરન્સી બની. બીટકોઈનના પગલે બઝારમાં બીજી ક્રિપ્ટો કરન્સી પણ આવી. 2017 ને ક્રિપ્ટો કરન્સીનું વર્ષ કહી શકાય।. (જો કે આનું ફ્યુચર 2018માં ડિસાઈડ થશે ). 

ઇન્ડિયન પોલીટીક્સ જોઈએ તો આ વર્ષે ૭ રાજ્યોના ઈલેક્શનમાં ૬ માં ભાજપએ અને ૧માં કોંગ્રેસે સરકાર બનાવી. આ વખતે ભારતમાં નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ નક્કી થયા. GST  અને ટ્રિપલ તલાક વિરોધી બિલ આ વખતે સરકારમાટે મહત્વના રહ્યા. 

જો કે આ વખતે બોલીવુડે મને નિરાશ કર્યો। જુડવા -૨ અને ગોલમાલ અગેઇન જેવી મુવીઝ કમાણીમાં ટોપ પર રહી. ટોઇલેટ એક પ્રેમ કથા અને હિન્દી મીડીયમ જેવી સારી મુવીઝ એમના સ્ટારડમના લીધે થોડી ચાલી। મોમ , ડેડી , ન્યુટન જેવી સ્ટ્રોંગ મુવીઝ  લોકોમાં ઈમ્પેક્ટ જમાવી ના શકી. આપના ગુજરાતી પિકચરમાં પહેલા "કરસનદાસ પે એન્ડ યુઝ" અને છેલ્લે "લવ ની ભવાઈ" છવાઈ ગઈ. 

શું આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ ? 

ટેકનોલોજી તો દિવસે ને દિવસે ઈમ્પ્રુવ થઇ રહી છે પણ માણસો ઈમ્પ્રુવ થઇ રહ્યા છે ?  હજુ ચુંટણીઓ જ્ઞાતિના નામે લડાઈ છે, ઈન્ટરનેટનો ઉપયોગ પોર્ન અને સોસીયલ મીડિયામાં સમય વેડફવામાં વધુ થઇ રહ્યો છે. આવી તો ઘણી સમસ્યાઓ છે કે જે હજુ ઠેરની ઠેર છે. 

પણ પાછા ૯૦ના દાયકાઓના આર્ટીકલ પર આવીએ. ત્યારે લખાયેલું એ પ્રમાણે આપણે  પ્રદુષણ  ઘટાડવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ ? ઈલેત્રીક કાર હજુ સફળ રહી નથી. દિલ્હીના પ્રદુષણની  સમસ્યા જોતા અટય્ર સુધીમાં મેગા સિટીમાં ટેક્સી અને સીટી બસ બધી ઈલેત્રિક હોવી જોઈએ. સૌર ઉર્જા , પવન ચક્કી વગેરેનો આપને હજુ પુરતો ઉપયોગ કરી શક્યા નથી. એ દિશામાં આ વર્ષે પણ આપણે બહુ કઈ કર્યું નથી. કારખાનાઓ અને વાહનો ક્યારે પ્રદુષણ ઓકતા બંધ થશે ?  

માણસનું જીવનમાં હજુ સ્ટ્રેસ વધી રહ્યો છે. શહેરો ભરચક થતા જાય છે અને ગામડાઓ ખાલી. લોકો સતત દોડી રહ્યા છીએ. આટલા સગવડ વધારતા યંત્રો આપણી આસપાસ હોવા છતાં આપણે  વધુ થાકી જઈએ છીએ. ક્યારેક એવું લાગે છે કે આ ખુશીઓ અને શાંતિ વેચીને આપણે મોંઘા ગેજેટસ ખરીદી રહ્યા છીએ કે શું ?? 


બાકી બીજી સમસ્યાઓ પરનો મારો આ જુનો આર્ટીકલ વાંચી લો લો 2015 પણ પૂરું થવા માં આવ્યું...



Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.