આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

લો 2015 પણ પૂરું થવા માં આવ્યું...

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

લો 2015 પણ પૂરું થવા માં આવ્યું. આમ તો દુનિયા માં ઘણું બદલાતું રહે છે અમુક ફેરફાર ધીમો છે તો અમુક ફાસ્ટ. નોકિયા 1100 ની દુનિયામાંથી આઈ ફોન 6 પ્લસ ની દુનિયા માં ક્યારે આવી ગયા ખબર જ નાં પડી.  પણ હજુ ઘણા બધા મુદ્દાઓ એવા છે જેનું સોલ્યુશન જલ્દી થી જલ્દી આવવું જોઈએ પણ વરસો થી એના પર ખાલી વિચાર જ થતા આવ્યા છે. તો 2015 પણ ગયું અને હજુ બધું એનું એ જ છે> દુનિયા માં પ્રદુષણ વધી રહ્યું છે 
 > ઉદ્યોગપતિઓ પોતાના હિત ખાતર નદીઓ  અને વાતાવરણ પ્રદુષિત કરી રહ્યા છે એમના પર કોઈ નો અંકુશ રહ્યો નથી
> ગંગા - યમુના જેવી નદીઓ નું પાણી પીવા લાયક નથી
 > ભેળ -સેળ વગર નો ખોરાક દુર્લભ છે
> પાણી અને વીજળી નો બગાળ થઇ રહ્યો છે

> હજુ અંતરિયાળ ગામો માં વીજળી  , પાણી અને 3 ટક  નું ખાવાના ફાંફા છે
> કચરાના ઢગલા ઠેર નાં  ઠેર છે
> વાહનો ની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને લીધે ટ્રાફિક વધતો જાય છે
> પોત પોતાના ધર્મો નિતનવા "ફતવા" બહાર પડી રહ્યા છે
> વિશ્વ માં હજુ આતકવાદ ભળકે બળી રહ્યો છે
> નાના મોટા યુધ્ધો ચાલી રહ્યા છે , સહરદ પર શાંતિ નથી.
> હજી ઘણા લોકો "બેરોજગાર"  છે
>રાજકારણીઓ પર હજુ કોઈ ને વિશ્વાસ નથી
> અનામત નાં નામે રાજકારણ ચાલી રહ્યું છે
> ચુંટણી નાં વાયદાઓ એ વાયદાઓ જ છે   
> ક્યારેક ટપોરીઓ કરતા પોલીસ નો ડર વધુ લાગે  છે
> હજી છોકરીઓ નું રાતે ઘરની બહાર નીકળવું સુરક્ષિત નથી
> હજુ લોકો રસ્તા પર પેશાબ અને પાન ની પિચકારીઓ મારે છે
> હજુ અમુક વિસ્તારો માં "દહેજ પ્રથા " અને બાળ વિવાહ છે
> હજુ છોકરીઓ ને બુરખા ની પાછળ છુપાવી રાખવામાં આવે છે
> હજુ બાળકો નું શોષણ થાય છે
> હજુ એઇડ્સ અને કેન્સર જેવા રોગ અસાધ્ય છે
> સિહ અને બીજા કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ નામ શેષ થઇ રહ્યા છે
> વસ્તી વધારા પર નિયંત્રણ નથીઅને હજુ "અમુક" લોકો ને ગુજરાતી પોસ્ટ  લાઈક  શેર  કરતા શરમ આવે છે

Comment with Facebook