આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

પ્રેમ - અઢી અક્ષર કરતા થોડું વધુ !

Follow Me on Twitter -


હજુ અક્ષર એમની કંપની ની નવી પ્રોડક્ટ ની માર્કેટિંગ સ્ટ્રેટેજી ડીસ્કશ કરતો હતો ત્યાં જ વોટ્સ અપ માં એક મેસેજ ટપક્યો. એને ત્રાંસી આંખ કરી ટેબલ પર પડેલા એના ૫ ઈંચ સ્ક્રીન વાળા મોબાઈલ પર જોઈ લીધું. એ મેસેજ એની કોલેજ ફ્રેન્ડ જીયા નો હતો. અક્ષર એક પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપની માં મેનેજર  હતો. કોલેજ પૂરી થયા ને ૪ વરસ થઇ ગયા હતા. એ આમ તો જીયા સાથે કનેક્ટેડ જ હતો. જીયા એની ફર્સ્ટ ક્રશ , ફર્સ્ટ લવ જે કહો એ હતી. અક્ષર ને હજુ યાદ હતું કે એને જીયા ને કોલેજ નાં લાસ્ટ દિવસે પ્રપોઝ કરેલું , અને જીયા  એ પ્રેમ થી નાં પાડી હતી , પછી એને બાજુ માં બેસાડી સમજાવ્યો હતો. બસ ત્યારથી બંને ફ્રેન્ડ હતા 

આજે મેસેજ જોઈ ને એ કંપની ની પાસે નાં કેફે ગયો . વિચાર્યું કે આજે શાંતિ થી વાત કરવી છે.  બંને એ વાત ચાલુ કરી. આમ તો વાત રોજ ની જેમ નોર્મલ જ હતી પણ  તો પણ અક્ષર એ મજાક મજાક માં જીયા ને પૂછી લીધું કે તું મારી સાથે લગ્ન કરીશ ? આમ તો જીયા નો જવાબ નાં જ હોઈ પણ આ વખતે થોડો અલગ હતો . અક્ષર ને લાગ્યું કે જીયા પણ હવે એને ચાહવા લાગી છે. એક વાર ફરી થી સીરીયસ પૂછ્યુ પણ જે ઓપન આન્સર જોઈતો હતો એ તો ના જ મળ્યો.


અક્ષર કેફે ની બહાર આવી ઉભો રહ્યો. બહાર આવી રહેલ ઝરમર વરસાદ ની ધુમ્મસ માં હજુ એ કોલેજ વખત ની જીયા નું ઇમેજીનેશન કરી શકતો હતો. અહા , કાશ એ મળી જાય તો જીંદગી કેવી બની જાય. હજુ એ ધારે તો જીયા ને સમજાવી ને મનાવી ને એ પોતાની કરી શકે એમ હતો પણ એ પ્રેમ એને મંજુર હતો. એ બોલીવુડ ના હિરોસ ની જેમ ડાયલોગ બોલી ને , ખોટું બોલી ને કે ખોટા સ્ટંટ કરી ને જીયા ને પટાવવા માંગતો નાં હતો , પહેલે થી જ જેવો છે એવો જ એને પોતાને જીયા ની સામે રાખ્યો હતો . એના મન માં એક જ ધૂન હતી "ભલે ગમે એટલું મોડું થઇ જાય પણ પ્રેમ નો અહેસાસ મને જીયા માટે થાય છે તે પ્રેમ નો અહેસાસ એને મારા માટે નાં થાય અને જીયા સામે થી આવી ને નાં કહે કે અક્ષર આઈ લવ યુ, ત્યાં સુધી હું એને મારી નાં ગણી શકું. અને તો જ પ્રેમ લાસ્ટ લોંગ સુધી જળવાય રહે. બંને ને એકબીજા માટે જ્યાં સુધી ગાંડો પ્રેમ નાં થાય ત્યાં સુધી તો કમ્પ્રોમાઈઝ  જ છે "

એ  જોર થી બધા સાંભળે એમ બોલી ઉઠ્યો - " જીયા ૧૦૦ વરસ માં એક વખત તો તને મારા માટે કૈક લાગણી થશે જ ત્યારે બિન્દાસ આઈ લવ યુ કહી દેજે.  ત્યારે મારો જન્મ લેવા નું એક કારણ સફળ ગણાશે "


"બધા  ને ચાહવા મેં લીધો તો જન્મ , 
પણ એમાં તમે થોડા વધુ ગમી ગયા "
(આ સ્ટોરી તમને કેવી લાગી  એ માટે નીચે રેટિંગ આપો )

Best Gujarati Videos