પ્રેમ - અઢી અક્ષર કરતા થોડું વધુ !

હજુ અક્ષર એમની કંપનીની નવી પ્રોડક્ટની માર્કેટિંગ સ્ટ્રેટેજી ડીસ્કશ કરતો હતો ત્યાં જ વોટ્સઅપમાં એક મેસેજ ટપક્યો. એને ત્રાંસી આંખ કરી ટેબલ પર પડેલા એના ૫ ઈંચ સ્ક્રીનવાળા મોબાઈલ પર જોઈ લીધું. એ મેસેજ એની કોલેજ ફ્રેન્ડ જીયાનો હતો. અક્ષર એક પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીમાં મેનેજર  હતો. કોલેજ પૂરી થયાને ૪ વરસ થઇ ગયા હતા. એ આમ તો જીયા સાથે કનેક્ટેડ જ હતો. જીયા એની ફર્સ્ટ ક્રશ , ફર્સ્ટ લવ જે કહો એ હતી. અક્ષરને હજુ યાદ હતું કે એને જીયાને કોલેજનાં લાસ્ટ દિવસે પ્રપોઝ કરેલું અને જીયાએ પ્રેમથી નાં પાડી હતી, પછી એને બાજુમાં બેસાડી સમજાવ્યો હતો. બસ ત્યારથી બંને ફ્રેન્ડ હતા 

આજે મેસેજ જોઈને એ કંપનીની પાસેનાં કેફે ગયો. વિચાર્યું કે આજે શાંતિથી વાત કરવી છે.  બંને એ વાત ચાલુ કરી. આમ તો વાત રોજની જેમ નોર્મલ જ હતી પણ  તો પણ અક્ષર એ મજાક મજાકમાં જીયાને પૂછી લીધું કે તું મારી સાથે લગ્ન કરીશ? આમ તો જીયાનો જવાબ નાં જ હોઈ પણ આ વખતે થોડો અલગ હતો. અક્ષરને લાગ્યું કે જીયા પણ હવે એને ચાહવા લાગી છે. એક વાર ફરીથી સીરીયસ પૂછ્યુ પણ જે ઓપન આન્સર જોઈતો હતો એ તો ના જ મળ્યો.


અક્ષર કેફેની બહાર આવી ઉભો રહ્યો. બહાર આવી રહેલ ઝરમર વરસાદની ધુમ્મસમાં હજુ એ કોલેજ વખતની જીયાનું ઇમેજીનેશન કરી શકતો હતો. અહા , કાશ એ મળી જાય તો જીંદગી કેવી બની જાય. હજુ એ ધારે તો જીયાને સમજાવીને મનાવી ને એ પોતાની કરી શકે એમ હતો પણ એ પ્રેમ એને મંજુર ના હતો. એ બોલીવુડના હિરોસની જેમ ડાયલોગ બોલીને, ખોટું બોલીને કે ખોટા સ્ટંટ કરીને જીયાને પટાવવા માંગતો નાં હતો, પહેલેથી જ જેવો છે એવો જ એને પોતાને જીયાની સામે રાખ્યો હતો . એના મનમાં એક જ ધૂન હતી "ભલે ગમે એટલું મોડું થઇ જાય પણ પ્રેમનો અહેસાસ મને જીયા માટે થાય છે તે પ્રેમનો અહેસાસ એને મારા માટે નાં થાય અને જીયા સામેથી આવી ને નાં કહે કે અક્ષર આઈ લવ યુ, ત્યાં સુધી હું એને મારી નાં ગણી શકું. અને તો જ પ્રેમ લાસ્ટ લોંગ સુધી જળવાય રહે. બંનેને એકબીજા માટે જ્યાં સુધી ગાંડો પ્રેમ નાં થાય ત્યાં સુધી તો કમ્પ્રોમાઈઝ  જ છે "

એ  જોર થી બધા સાંભળે એમ બોલી ઉઠ્યો - " જીયા ૧૦૦ વરસમાં એક વખત તો તને મારા માટે કૈક લાગણી થશે જ ત્યારે બિન્દાસ આઈ લવ યુ કહી દેજે.  ત્યારે મારો જન્મ લેવાનું એક કારણ સફળ ગણાશે "


"બધા  ને ચાહવા મેં લીધો તો જન્મ , 
પણ એમાં તમે થોડા વધુ ગમી ગયા "
(આ સ્ટોરી તમને કેવી લાગી  એ માટે નીચે રેટિંગ આપો )

5 ટિપ્પણીઓ:

  1. Right bro.
    પ્રેમનાં શરબતી પ્યાલામાં વિશ્વાસ, હૂંફ, શુદ્ધતા, નિખાલસતા, મીઠાશ, નિ:સ્વાર્થપણું ન ભળે ત્યાં સૂધી તેમાં પવિત્રતારૂપી રંગત જામતી નથી. પ્રેમમાં બળજબરી ન હોય.
    Nice post.

    જવાબ આપોકાઢી નાખો

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.