દિવાળીનાં ધુ-કચરા!દિવાળી આવે એટલે લોકોના મગજમાં ફટાકડા, રંગોળીઓ, દિવાઓ વગેરે દોડવા લાગે, પણ દિવાળીની સાથે સાથે આવતા “ધુ- કચરા”ને લોકો ભૂલી જ જાય . અરે બિચારાને દિવાળી પરનાં નિબંધ કે આર્ટીકલમાં પણ સ્થાન નાં મળે. તમે માનો કે ના  માનો મેં દશમાં ધોરણની ટેસ્ટ પરીક્ષાઓમાં “દિવાળી “ પરનાં નિબંધમાં ૨ ફકરા “ધુ કચરા “ વિષે લખ્યા હતા અને એના લીધે મેડમે અડધા માર્ક્સ કાપી લીધા હતા. જેને ખબર નાં હોય  એને કહી દઉં  કે  “ધુ- કચરા” એટલે દિવાળી પહેલાની સફાઈ.

અમારા ઘરમાં થોડું ઉલટું, ધુ કચરાની શરૂઆત પાપા કરે. ગાભો લઇને ટીવી સ્ટેન્ડ , ડીવીડી , સ્પીકર્સ વગેરે સાફ કરવા માંડે એટલે સમજી જવાનું કે “ધુ કચરા”નું આગમન ઘરમાં થઇ ગયું છે. પછી મમ્મી  રસોડાની બરણીઓથી ચાલુ કરે. હવે એટલી બધી બરણીઓને એકલા હાથે કેમ સાફ કરવી એટલે આપણને  બોલાવે  “ મને ટેબલ પર ચડી બરણીઓ ઉતારી દે તો “. અમે બેય ભાઈ આળસુનાં પીર, એકબીજા સામે જોઈને “એલા તને કયે છે, તને નજીક થાય તું જા (બેય એક જ સેટી પર જ બેઠા હોઈ) “. માંડ માંડ મોટા હોવાનાં નાતે આપણે જઈએ ત્યાં બરણીઓ ઉતરાવીને તરત જ કયે આમાં અડધા માં ગાભો મારી દે ને. ત્યાં સામે આર્ગ્યુમેન્ટ ચાલુ થાઈ “ મેં બરણીઓ ઉતારી તો દીધી, હવે પેલા રાજકુમાર ને કે “ આમ માંડ માંડ કરી ને રસોડું સાફ થાય.

હું નાનો હતો ત્યારે મને સૌથી મજા ઘરનું માળિયું સાફ કરે એમાં આવતી.(માળિયું એટલે ?). ગામડાનાં ઘરમાં મોટું માળિયું હતું . જયારે એ સાફ કરીએ ત્યારે એમાંથી ઘણા બધા જુના રમકડા અને જૂની વસ્તુઓ નીકળે, જાણે ખજાનો મળી જાય!  એક વાર આવી રીતે માળિયામાંથી “ઈલેત્રિક અગરબત્તી મળેલી”.( અગરબતી જેવા સ્ટીક્સની ઉપર નાની લાઈટ્સ હોઈ ). ખરાબ થઇ ગયેલી એટલે ઉપર ફેકી દીધેલી. મેં સાફ સફાઈ કરતા કરતા એને અલગ કાઢીને રાખી દીધી. બીજે દિવસે બંદા મહાન ઈલેક્ત્રીશિયનની જેમ રીપેર કરવા બેઠા. રીપેર કરી ને ચાલુ કરી, મસ્ત ચાલુ થઇ ગઈ. જાણે ઈલેત્રિક એન્જીનીયર બની ગયો હોઈ એવી ફીલીંગ આવી. પણ એનું સ્ટેન્ડ બરાબર નહોતું  તો હું સરખું કરવા ગયો , ત્યાં જીવતો તૂટેલો વાયર હતો ..!! પત્યું જોરદારનો આંચકો લાગ્યો, અને ઘરનો ફ્યુઝ ઉડી ગયો એટલે  બોવ કાઈ ના થયું” (તે દિવસથી ઈલેત્રિક રીપેરીંગનું થોડું ઓછું કર્યું છે )

ત્યારની વાત તો અલગ જ હતી. હવે જનરલ વાત કરીએ તો આજકાલની નવી જનરેશનને આ “ધુ કચરા” માં બોવ જ પ્રોબ્લેમ થાય છે. હવે તમે જ કહો “ સ્ટુલ કે ટેબલ પર ચડીને સફાઈ કરતા કરતા વોટ્સ અપ કે ફેસબુકમાં રીપ્લાય કેમ કરવા ?” એમાંય આજુ બાજુમાં મમ્મી આંટા મારતી હોઈ.   

બિચારા વોટ્સ અપ વાળાઓ ની તો હાલત આવી થઇ જાય -
છોકરો – જાનું , એક સેલ્ફી મોકલ ને ..
છોકરી – ના અત્યારે નહિ પ્લીઝ ..
છોકરો – એવું શું કરસ
છોકરી – મમ્મી બોલાવે છે બાય ... પછી કરું.
(હવે એમ કેમ કહેવું કે સ્ટુલ પર ચડી ને પંખો સાફ કરું છુ :
D )  

ધુ કચરાની સૌથી મજાની વાત એ છે કે જૂની ભુલાય ગયેલી ઘણી વસ્તુઓ મળી રયે. અમુક વસ્તુઓ ભંગારમાં આપવા અલગ કાઢી હોઈ ત્યાં ઘર નું કોઈક આવીને અમુક વસ્તુઓ પછી રાખી દ્યે. (આવતી દિવાળી એ કૈક તો જોઈએ ને સાફ કરવા !!). અમુક વસ્તુઓ આજુબાજુવાળા આવીને  લઇ જાય. અમુક જૂની ગિફ્ટ્સ કે ફોટો મળી આવે એમાં પતિ પત્નીને એમના દિવસો યાદ આવી જાય કે માહોલ બની પણ જાય. (અને એ ગીફ્ટ કે ફોટો બીજા કોઈનો હોઈ તો માહોલ બગડી પણ જાય ).
તો હાલો દિવાળી આવે છે , બધા લાગી પડો ... !!   


* સુતળી બોમ્બ *

છોકરી – હાઈ , હું ઘરે એકલી છું . મમ્મી પાપા બહારગામ ગયા છે. આવી જા .
છોકરો – ના , રેવા દે .. લાસ્ટ ટાઈમ આમ જ બોલાવી ને તે આઘા ઘર નાં “ધુ કચરા” કરાવ્યા હતા !

4 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.