તુવેર દાળ નો ગરબો(રાગ - પાવા તે ગઢ થી ઉતર્યા ..)

હે ટ્રક માંથી ઉતરી તુવેર દાળ  રે
મોંઘા તે ભાવ ની તુવેર દાળ  રે

એક દરજી આવ્યો દાળ  લેવા રે
સિલાઈ  નાં ભાવે નાં મળી દાળ  રે
મોંઘા તે ભાવ સાંભળી ભાગીયો રે
ટ્રક  માંથી ઉતારી તુવેર દાળ  રે

એક સોની આવ્યો દાળ   લેવા રે
મોંઘા તે ભાવ ની દાળ  લેવા રે
સોનું તે રાખ્યું ગીરવે રે
ટ્રક  માંથી ઉતારી મોંઘી દાળ  રે

હે દિલ્હી નાં મોંઘેરા સાહેબો રે
"અચ્છે દિન" નાં વાયદાઓ  રે
જલ્દી થી પુરા કરો મારા નાથ
ટ્રક માંથી ઉતારી તુવેર દાળ  રે

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.