મૈસુર - એક વેલ પ્લાન્ડ શહેર


ત્રણ દિવસ ની રજા આવી પડી  અને એમાય નવું બાઈક લીધું (હા કેવું તો પડે ને બધાને ) તો ઘરે થોડું બેસી રે'વાય. જોયું કે મૈસુર બેંગ્લોર  થી 140 કિમી છે. ચાલો ત્યારે !! ટ્રીપ વિશે નથી લખવું, મૈસુર વિશે  થોડું ઘણું લખવું છે। 


મૈસુર બેંગ્લોર થી 140 કિમી થાય , સીધો બેંગ્લોર - મૈસુર મસ્ત હાઈવે છે. હાઈવે ખુદ એક જોવા જેવો છે. મસ્ત ગ્રીનરી , પર્વતો , નદી.. અહા ! મૈસુર માં પ્રવેશતા ની સાથે જ શહેર થી ઈમ્પ્રેસ થઇ ગયો. એકદમ ખાલી રોડ્સ , ક્લીન અને સાવ નવા લાગતા (છોકરીઓ નાં ગાલ જેવા લીસા ) રોડ્સ , બાઈકર્સ ને આથી સારું બીજું શું જોઈએ ! એમાં પણ બેંગ્લોર માંથી મૈસુર માં જાવ એટલે એકદમ ભીડ માંથી સાવ  શાંત, મસ્ત અને આદર્શ જગ્યા પર આવી ગયા હોઈ એવું લાગે .  મૈસુર ને આ વખતે ક્લીનેસ્ટ  સીટી નો એવોર્ડ મળ્યો છે. આખા મૈસુર માં ક્યાય મેં કચરા નાં ઢગલા નહિ જોયા. આટલા બધા ટુરિસ્ટ  આવતા હોવા છતાં શહેર ને ક્લીન રાખવું બહું  જ અઘરું છે.

મૈસુર નાં લોકો હજી રાજાઓ ને માને છે. ત્યાં પરંપરાગત રાજાઓ ને હજી રાજગાદી મળે છે. લગભગ દરેક દુકાન , હોટેલ્સ વગેરે માં ત્યાના રાજા નાં ફોટા હોય છે. આ રાજાઓ નું હજી ત્યાં વર્ચસ્વ છે. કદાચ એમના કારણે જ  શહેર ને આટલું ચોખ્ખું અને વેલ મેનેજ્ડ  રાખી શકાયું  છે. રાજાઓ હજુ શહેર નાં વિકાસ માટે વ્યક્તિગત રસ લ્યે છે(અને રાજકારણીઓ ને કંટ્રોલ માં રાખે છે.) અને હા મૈસુર ભારત નું પહેલું વાઈ ફાઈ સીટી છે. 

મૈસુર ની આસપાસ જોવાલાયક સ્થળો આ મુજબ છે
- મૈસુર પેલેસ


- મૈસુર ઝૂ





- બ્રીન્દાવન (કે વૃંદાવન !) ગાર્ડન 


- ચામુંડા હિલ્સ


- સેન્ટ ફીલોમોના ચર્ચ


આના સિવાય પણ આસપાસ નાં ઘણા ટ્રેકિંગ વગેરે માટે સ્થળો છે. મૈસુર ઝૂ એશિયાનું ત્રીજા નંબર નું બેસ્ટ ઝૂ છે. મેં જોયેલા અત્યાર સુધીના ઝુ માં બેસ્ટ અને ક્લીન. ઝૂ ને ક્લીન રાખવા માટે બહાર ની પ્લાસ્ટિક બોટલ પર એ લોકો 10 રૂપિયા ફી લે છે જે ઝૂ નાં એક્ઝીટ ગેટ પર પાછા મળી જાય છે. અંદર થી પણ ક્યાય પાણી લો તો 20 રૂપિયા ની બોટલ મળે અને બહાર નીકળો ત્યારે બોટલ બતાવી 10 રીપિયા પાછા મળે. આના કારણે  ક્યાય મેં રખડતી પ્લાસ્ટિક ની બોટેલ નાં જોઈ. આવું બધા જ ફરવાલાયક સ્થળો પર નાં કરી શકાય ?

મૈસુર જોવા જેવું શહેર તો છે જ પણ રહેવાલાયક પણ લાગ્યું !

(હવે આવી  રખડપટ્ટી વાળી પોસ્ટ્સ પણ આવશે )

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.