તમને કેમ ખબર કે તમે જીવન નાં સાચા રસ્તે છો ?

આમ તો દરેક ની જિંદગી અલગ અલગ હોઈ છે, દરેક નાં પોતપોતાના વિચારો હોઈ છે , ધ્યેય હોઈ છે , મહત્વકાંક્ષા હોઈ છે. દરેક નાં જિંદગી જીવવા ના રસ્તા , તરીકા અલગ અલગ હોઈ છે. તો પણ તમને કેમ ખબર પડે કે તમે જે રસ્તે જઈ રહ્યા છો એ બરાબર છે ? તમે જે કઈ કરી રહ્યા છો એ બરાબર છે ?
"તમે રોજ રોજ શ્વાસ  લો છો એ જિંદગી નથી પણ અમુક ક્ષણો માં ખોવાઈ ને તમે શ્વાસ  લેવાનું ભૂલી જાવ તે સાચી જિંદગી છે"
- જય વસાવડા

તમે જિંદગી નાં સાચા રસ્તે છો જો
  • સોસીયલ મીડિયા ની પોસ્ટ , કમેન્ટ વગેરે તમારી ઓરીજનલ જિંદગી માં મુડ  ને અફ્ફેક્ટ  નાં કરે..
  • તમને ખુશ થવા માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ ની જરૂર નાં પડે।  જે છો એમાં ખુશ છોવો।
  • જે કામ કરો છો એ છોડવા નું મન થતું નથી.
  • તમને જરૂરિયાત , મહત્વાકાંક્ષા અને દેખાદેખી વચ્ચે ફર્ક ખબર છે
  • તમને ભલે ખબર નાં હોઈ કાલ કેવી હશે પણ આજની દરેક ક્ષણે ક્ષણ માં જિંદગી જીવંત લાગે છે
  • દિવસ ના એટલીસ્ટ  તમે 20 કલાક ખુશ રહો છો
  • તમારે પરાણે  કોઈ કામ કરવું પડતું નથી કે કોઈ વ્યક્તિ સાથે પરાણે  સારા સબંધો રાખવા પડતા નથી।
  • તમે તમારા શોખ અને આનંદ માટે પૂરો સમય કાઢી શકો છો
  • "આજ ભલે મારે કામ કરવું પડે પણ 10 વરસ પછી મારે જલસા જ જલસા હશે " એવું તમે વિચારતા નથી (એ 10 વરસ ક્યારેય નહિ આવે , જલસા કરવા હોઈ તો અત્યારે  જ કરો )
  • લોકો તમારા વિષે શું અભિપ્રાય રાખે છે એનાથી તમને કોઈ ફર્ક પડતો નથી.
  • અમને ભવિષ્ય નો કોઈ ડર  નથી .

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.