ગણેશચતુર્થી - અગલે બરસ તુજે આના હી હોગા


ગણેશચતુર્થી (કે વિનાયક ચતુર્થી ) આમ તો મહારાષ્ટ્રનો તહેવાર છે પણ આજકાલ ગુજરાત સહીત આખા દેશમાં અતિ ઉત્સાહથી ઉજવાય છે. અમે નાના હતા ત્યારે પરીક્ષામાં જોડકા જોડો આવતું, એમાં એકબાજુ તહેવારોનાં નામ હોઈ અને બીજી બાજુ રાજ્યોનાં નામ.  ગુજરાત માટે નવરાત્રી , મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી, કેરલમાં ઓનમ વગેરે. પણ હવે ગણેશચતુર્થી બધા રાજ્યોનો તહેવાર થય ગયો છે. લોકો લગભગ ઘરે ઘરે ગણેશનું સ્થાપન કરે છે અને અમુક દિવસો પછી વિસર્જન કરે છે.

2003-04 સુધી તો ગુજરાતમાં ગણેશચતુર્થીનું બોવ કાઈ મહત્વ નાં હતું। એમાં પણ અમે ગામડે રહેતા એટલે અમારી ગણેશચતુર્થી અલગ જ રહેતી। બપોરે ચોખ્ખા ઘીમાં લથપથતા  લાડુ બને. મમ્મી લાડુ ગણેશજી ને ચડાવે પછી જ ખાવા દ્યે ( જેને જારણ કહેવાય ).  

પહેલીવાર ગણેશચતુર્થીનો જગમગાહટ  હૈદરાબાદમાં જોયો। વિસર્જન વખતે 500-700 ટ્રકમાં મોટી મોટી મૂર્તિઓ! એકદમ મસ્ત, લોકો પોતપોતાની થીમમાં ગણેશજીનો રથ બનાવી નીકળતા હતા. હજી મુંબઈ અને મહારાષ્ટ્રમાં તો માહોલ કેવો હશે એની કલ્પના જ કરવી રહી.

પણ આજકાલ અહી વધુ પડતું થતું હોઈ એવું લાગે છે. લગભગ દરેક શેરીનાં ખૂણે ગણેશજીનાં સ્થાપન છે।  મોટી મોટી મૂર્તિઓ લાવે, પછી લોકો પાસેથી જબરદસ્તી ફાળો ઉઘરાવે। મંડપમાં હાઈ-ફાઈ ડીજે લગાવે અને આખો દિવસ આશિકીથી માંડીને પિંક લીપ્સ સુધીના ગીતો વગાડીને ગણેશબાપાને જલસા કરાવે. હદ હોઈ યાર રાતે 12 વાગે, ફૂલ લાઉડ સ્પીકર કોલાવારી ડી વગાડવા ની શું જરૂર યાર ? આજુબાજુમાં કોઈ બીમાર હોઈ , કોઈની પરીક્ષા ચાલતી હોઈ , નાના છોકરાવને સુવું હોઈ ! આવું વિચારે તો સાચા ગણેશભકતો શેના !   પ્રસાદમાં પણ પાણીપુરી , દાબેલી વગેરે। ગણેશજી ખાય કે નાં ખાય , બાપાનાં નામે અને બીજાનાં ફાળે જલસા કરવા માટે તહેવાર ઉજવતા હોઈ એવું લાગે।
પ્રાર્થના ની બદલે "તપેલી માં શીરો , ગણપતિ બાપા હીરો " જેવા જોડકણા  ચાલતા હોઈ ત્યાં ગણેશજી ખુદ કંટાળીને ઉંદર હાથમાં નો આવે તો સિટીબસ પકડીને ભાગી જાય.છો જે હોઈ તે , તહેવાર છે હમણાં પતી  જશે , ફરી થી અગલે બરસ તુજે આના હી હોગા ( નહિ આવે તો અમે પકડી ને લાવીશું ).

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.