આજુબાજુ માંથી : ઓનેસ્ટ હવાલદાર !

આજ નો સાચો પ્રસંગ :

બપોર નો સમય હતો લગભગ 2.30 વાગ્યા હશે.  આમ તો અહી બેંગ્લોર માં બોવ ગરમી નાં હોઈ, પણ આજ થોડી વધારે હતી. ટ્રાફિક થોડો ઓછો હતો. ત્યાં એક ટ્રાફિક પોલીસ તડકા અને પ્રદુષણ થી કંટાળી ને જ્યુસ ની દુકાન તરફ ગયો. પોલીસ વાળો બેંગ્લોર માં નવો નવો લાગતો હતો. એક ગ્લાસ લીંબુ શરબત મંગાવ્યું. આખે આખો ગ્લાસ એક જ શ્વાસે ગટગટાવી ગયો. જોઈ ને લાગતું હતું કે સવાર થી એને પાણી પણ નહી પીધું હોઈ. લીબું સરબત નાં એક ગ્લાસ ના 15 રૂપિયા હતા. પોલીસ વાળો પુરા રૂપિયા દુકાન વાળા ને આપવા માંડ્યો. પણ આ શું ! દુકાન વાળા એ નાં પાડી કે " તમે શહેર માટે આટલી મહેનત કરો છો ,આજે તડકો પણ છે તમે સારું કામ કરો છો તો રૂપિયા નાં લેવાય". પણ પોલીસ વાળો પરાણે આપી ને ચાલી ગયો , દુકાન વાળો બોલ્યો "કેટલો સારો માણસ છે , આટલી ગરમી માં સેવા આપે છે તો એક ગ્લાસ લીંબુ સરબત તો એમનો હક બને "


આમ જોઈએ તો આપણને પોલીસ વાળાની ઉદારતા અને દુકાન વાળાના વિચારો પર માન  થઇ આવે. ખરેખર બંને સારા માણસો ગણી શકાય. નો ડાઉટ  , પોલીસ વાળો તો હોનેસ્ટ હતો જ !! મારી નજર પેલી બાજુ ગઈ જ્યાં અમુક મજુરો સવાર થી ગટર ની પાઇપ્લાઇન ખોલી ને કઈક કામ કરતા હતા. આખા શરીર પર પરસેવો હતો અને ખુબ જ થાકેલા લાગતા હતા.હવે પ્રશ્ન એ કે આ કોઈ મજુર માંથી તે દુકાને જ્યુસ તો શું પાણી પીવા આવ્યો હોત તો પણ પેલો દુકાનદાર પાણી આપત ? શું એ લોકો શહેર માટે સારું કામ નહોતા કરતા ? શું આપની ગવર્નમેન્ટ નોકરો પાસે થી સારા કામ ની અપેક્ષ જ નથી રાખી શકતા  ? અને કોઈ સારું કામ કરે તો એમને પગાર ઉપરાંત કૈક ભેટ આપવી જરૂરી છે ???  સારું કામ કરવું એ એમની ફરજ છે , આપણને માં જરૂર હોવું જોઈએ પણ એનો મતલબ એવો કે માથે ચડાવી દેવા ??


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.