આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

દુનિયા ની સૌથી રસપ્રદ વસ્તુ !

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagram

ઘણા લોકો ને બાઈક ગમે , ઘણા ને કાર ગમે , ઘણા ને બુક્સ માં રસ હોઈ , કોઈ ને કમ્પુટર માં તો કોઈ ને વળી યંત્રો માં રસ હોઈ. સૌ પોતપોતાના રસ પ્રમાણે ની વસ્તુ વિષે વાંચતા હોઈ , લખતા હોઈ કે કૈક સંશોધન કરતા હોઈ. પણ વિચાર એ આવે કે આ દુનિયા માં સૌથી રસપ્રદ વસ્તુ કઈ ? 

દુનિયા માં સૌથી રસપ્રદ વસ્તુ હોઈ  તો એ છે માણસ ! અહા  જેમ લેખકો ,કવિઓ , સાહિત્યકારો કહે છે કે "માણસ એક બુક છે " પણ હું કહું છું કે "એક માણસ ની અંદર હજારો બુક રહેલી છે " . દરેક માણસ પાસે સારી સારી સ્ટોરી છે , સારી સારી વાતો છે પોતપોતાની જિંદગી નાં અનુભવો છે.  તમારા આસપાસ નાં લોકો ને ઓબ્ઝર્વ કરો તો ખબર પડે કે દરેક માણસ ની પોતપોતાની વિશેષતા છે. જો તમારી પાસે કાઈ સ્ટોરી નાં હોઈ તો કા તો તમે જીવ્યા જ નથી અથવા તમે બધું ભૂલી ગયા છો ! 


ખાલી તમે ઘર થી બહાર નીકળી ને શેરી માં થોડું ચાલી ને આગળ ચા ની કીટલી   વાળા ને  ચા પીતા  પીતા એની સ્ટોરી વિષે પૂછી જોજો ! આઈ એમ સ્યોર કે એની પાસે એટલી સ્ટોરીઓ હશે કે બુકો ની બુકો લખી શકાય. એમના જીવન નાં સંઘર્સ ની કથા, એમને ત્યાં આવતા કોઈ સારા કે ખરાબ ગ્રાહકો ની વાતો એમને શીખેલ અમુક જીવન નાં સત્યો, એમના ગામ ની વાત  વગેરે વગેરે ઘણું બધું. 
chaiwala

આપણે ટ્રેન માં કે બસ માં સફર કરતા હોઈએ ત્યારે આજુબાજુ નાં લોકો એક વાર્તા સમાન જ છે. તમે ભીડ માં ની કોઈ વ્યક્તિ  ને ઓબઝર્વ કરવા માંડો , એમની ટેવો  , કુટેવો , એમનો ઈતિહાસ વગેરે તપાસો તો અમુક તો એવી વાતો નીકળી જ આવે જેના પર તમે એટલીસ્ટ  એક મુવી બનાવી શકો !. પાછુ રસપ્રદ વાત તો એ છે દરેક માણસ  નાં પોતપોતાના ઇન્ટરેસ્ટસ છે , ખાસિયત છે, સ્કીલ છે. ભલે તમે આઇસ્તાઇન કે ન્યુટન ને સૌથી બુદ્ધિશાળી માનતા હોઈ પણ એમની પાસે પણ બધી જ સ્કીલ નથી હોતી. એ લોકો ઝવેરચંદ મેઘાણી   જેવી વાર્તાઓ , શેક્સપીયર જેવા નાટકો કે માઈકલ જેક્શન જેવો ડાંસ નાં કરી શકે. ( કે પછી ચા ની કીટલી વાળા જેવી ચાઈ  પણ નાં બનાવી શકે ).

આ ઉપરાંત દરેક માણસ  ની છુપી લાગણીઓ ની સ્ટોરી હોઈ છે. ટીન  એજર્સ નાં  ક્રશ , એક તરફી પ્રેમ , પહેલી મુલાકાત , પહેલો સ્પર્શ , પહેલી કિશ.  દરેક પાસે પહેલા પ્રેમ ની વાર્તાઓ (અનુભવો ) જુદા જુદા હોઈ છે. વિચારો માણસો ની અંદર કેટલી વાતો નો  ખજાનો  પડ્યો છે. પેલી કહેવત છે " ખાલી હાથે આવ્યા હતા , ખાલી હાથે જવાના ". સાવ ખોટી વાત " ખાલી હાથે આવ્યા હતા પણ જઈએ ત્યારે કરોડો છુપી વાતો , હૃદય માં સંઘરેલી છુપી લાગણીઓ ને લઇ ને જવાના "


બોનસ :

જીંદગીમાં થાય એટલુ જજુમી લેજો,

નહીં તો છોકરાવને મોટીવેટ કરવા બીજાની વાર્તાઓ કરવી પડશે.

યાદ રાખજો 🙏
- વાયા ટ્વીટર
(@kathiyawadibapu)


Comment with Facebook