મને એ નો ગમે અને એને હું !
હું અને ઈ, આમ તો એક જ ઘરમાં રહીએ
મને એ નો ગમે અને એને હું !
એ મને છુપાઈ છુપાઈ ને જુએ, અને હું એને,
પણ એ મારી સામે નાં આવે અને હું એની સામે નાં જાવ
એને જોઇને જ ચીતરી ચડે, કદાચ એને પણ મને જોઇને ચડતી હશે
જેવો હું ઘરમાં પગ મુકું એ તુરંત ભાગીને છુપાય જાય
કેવી એની મોટી મોટી આંખો અને એનો કલર !
ક્યારેક તો એને રૂમમાં જોઇને હું રૂમમાં જ નો જાવ
મને એ જરાય નો ગમે , અરે એને મારવી પણ નાં ગમે
એને પણ હું નહિ ગમતો હોવ , કે મારાથી ડરતી હશે
તો પછી એ ઘર છોડીને ચાલી કેમ નહી જતી હોઈ ?
હું અને ઈ, આમ તો એક જ ઘરમાં રહીએ
મને એ નો ગમે અને એને હું !
પેલી ગરોળી જ સ્તો !
- હું અને ગરોળી !!

બોનસ -
--------------------------------------------------------
આ આપણે હોત
પણ તને ચશ્માં વગર દેખાતું જ નથી !!