બુક રીવ્યુ : વધુ ને વધુ સુંદર ~ કુન્દનિકા કાપડીઆ

મારી બધી ગમેલી બુક્સમાં એક અલગ સ્થાન પામી શકે એવી બુક એટલે "વધુ ને વધુ સુંદર". આ કોઈ ફિલોસોફીકલ બુક નથી કે નથી પ્યોર નોવેલ, તમે વાર્તા સંગ્રહ કહી શકો પણ ખાલી વાર્તાઓ જ નથી !.  

"કુન્દનિકા કાપડીઆ" આ નામ તો દશમાં ધોરણથી સાંભળેલું છે પણ એમની બુક્સ વાંચવાનો વખત મળ્યો નહોતો. ઝવેરચંદ મેઘાણી  , કનૈયાલાલ  મુનશીને ઘણું બધું વાંચ્યા પછી મેં બીજા લેખકો સ્વામી સચ્ચિદાનંદ, કાજલ ઓઝા, ઈશ્વર પેટલીકર, ધ્રુવ ભટ્ટ  વગેરે ને વાંચવાની ઈચ્છા હતી. આમાં કુન્દનિકા કાપડીઆનું નામ મોખરે હતું. ફાઈનલી લાસ્ટ વિક આ બુક પૂરી કરી. 

બુક રીવ્યુ : વધુ ને વધુ સુંદર ~ કુન્દનિકા કાપડીઆ

આ બુકમાં કુલ ૨૦ વાર્તાઓ છે. દરેક વાર્તાઓ વાર્તાની સાથે સાથે એક વિશેષ પ્રકારના સંકેતો છે જે તમે વાર્તાની સાથે સાથે અનુભવી શકો કે રીલેટ કરી શકો.એક એક વાર્તા વાંચ્યા પછી તમારું મન ભાવ વિભોર થઇ જાય એવી વાર્તાઓ છે.  ખાસ કરીને "પ્રથમ રાત્રીએ","માધવી અને કુસુમી", "શોધ ","વધુ ને વધુ સુંદર" અને "ઝરણું". આ  બુકમાં આવી ટોટલ ૨૦ વાર્તાઓ છે.  અમુક વાર્તાઓ પ્રેમની છે તો અમુક લાગણીઓની , અમુક બાળપણની તો અમુક જીવનના મુલ્યોની, અમુક પ્રકૃતિની તો અમુક એમ જ ગમી જાય એવી.  

પહેલી જ વાર્તા ગોપાલ મોહનની વાર્તાની શરૂઆત કૈક આવી છે "એ વરસાદની સાંજ હતી. અમ્સ્તીયે પ્રકાશ-અંધકારની મિલનવેળાની કલાન્તિ હતી, એમાં ભળ્યું હતું શ્યામ વાદળોનું મલીન મૌન". બાકી નીચેના બે પેજ વાંચીને જ વધુ સમજાય જશે. 

બુક રીવ્યુ : વધુ ને વધુ સુંદર ~ કુન્દનિકા કાપડીઆ

આમાં એક અલગ જ પ્રકારનું લખાણ વાંચવા મળ્યું. હમણાં જ વાંચેલ "લોહીની સગાઇ" બુક પણ વાર્તા સંગ્રહ જ છે પણ એમાં સરસ મજાની વાર્તાઓ છે (રીવ્યુ માટે અહી ક્લિક કરો )  જયારે અહી વાર્તાઓ સાથે કૈક એવું છે જે ગમી જાય એવું છે.

જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોઈ તો આ બુક વાંચવી જ રહી.  
તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.

(અમેઝોન અફીલેટ લીંક )

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.