ખુશીઓનું સરનામું !

ખુશીઓનું સરનામું !


ખુશીઓનું સરનામું !


જીમમાં એક કલાક પરસેવો પાડ્યા પછી એ શરીરને ઠંડુ પાડવા પંખા નીચેની ખુરસી પર બેઠી. હાથમાં મોબાઈલ લઇ થોડીવાર સર્ફિંગ કર્યું, થોડું પાણી પીધું. પછી ઉભી થઇને  એક મશીન તરફ ગઈ. આ મશીન બહુ જ જાદુઈ હતું. એ "સત્ય" જ બતાવતું હતું પણ એ સત્ય અમુકને ખુબ ખુશ કરી દ્યે તો અમુકને ખુબ જ દુખી. એ મશીન પર ઉભી રહી, મશીને "સત્ય" બતાવ્યું : ૮૯ કિલો ! હા વજન કાંટો. એના મોઢા પર મોટી સ્માઈલ આવી !


અપરાજિતા આ ક્યારનું જોઈ રહી હતી. એનું શરીર એકદમ પાતળું નહિ પણ મજબુત અને હેલ્ધી હતું. એ પણ જીમમાં રેગ્યુલર આવતી. એ પણ પેલા વજનકાંટા તરફ ગઈ, ઉપર ઉભી રહી, "સત્ય" બતાવ્યું : ૬૨ કિલો. એના મોઢા પર ગમગીની  છવાઈ ગઈ,  મોઢાની રેખાઓ પરથી લાગતું હતું કે કદાચ રડી નો પડે. 

છે ને કમાલની વાત! જેનું વજન વધારે છે એ એના વજનથી ખુશ છે અરે બહુ જ ખુશ છે અને જેનું વજન પ્રમાણસર લાગે છે એ દુખી છે. હવે થોડું ભૂતકાળ જોઈએ તો જેનું વજન ૮૯ છે એનું વજન પહેલા ૧૦૦ કિલો ઉપર હતું. ૨-૩ મહિનાનું જીમ અને ડાયેટ ફોલો કરી સારું એવું વજન ઘટાડ્યું હતું એટલે એ ખુશ હતી. જયારે બીજીનું વજન ૫૫ કિલો હતું. રેગ્યુલર એકસરસાઈઝ કરવા છતાં એ વધીને ૬૨ પહોચ્યું હતું.  પણ જયારે એને જોયું કે પેલીનું વજન ૮૯ કિલો છે એનું દુખ થોડું ઓછું થયું. બસ આજ છે ખુશીઓનું સરનામું ! 

બે માણસ છે, બંને પાસે હોન્ડાસીટી કાર છે, એક ૨ બેડરૂમનું ઘર છે. પણ એક ખુશ છે અને એક દુખી છે કારણ એ જ. એક બાઈકમાંથી હોન્ડાસીટી એ પહોચ્યો છે, ભાડે રહેતો હતો અને ઘરનો ફ્લેટ લીધો છે જયારે બીજો  બિઝનેસમાં નુકશાન જતા મર્સિડીઝ અને બંગલો વેંચીને અહી પહોચ્યો છે. 

મોટાભાગે ખુશીએ બીજું કાઈ નહી પણ તમારા પહેલાનું સ્ટેટ અને અત્યારના સ્ટેટ વચ્ચેની કમ્પેરીઝન છે, ઘણીવાર તમારી અને બીજા વચ્ચેની કમ્પેરીઝન હોઈ છે. ઘણીવાર આજુબાજુનું વાતાવરણ અને તબિયત કારણભૂત હોઈ છે. 

ઘણી વખત આપણને જ પરિસ્થિતિની સમજણ હોતી નથી. તમારા છોકરાને ૧૦માં ધોરણમાં ૮૦ ટકા આવે છે. તમારી ધારણા 90 ટકાની હોઈ છે તમને દુખ લાગે છે. કોઈ રીલેટીવ આવે છે અને થોડી ચર્ચા પછી ખબર પડે છે બધાનું પરિણામ ધારણા કરતા ઓછું  જ આવ્યું છે તમને શાંતિ થાય છે. વળી વધુમાં ખબર પડે છે કે ૧૦માં ધોરણના માર્ક્સ આગળ ક્યાય કામ નથી આવવાના!  ઘણીવાર દેખાદેખી પણ તમને સતત દુખી કરતી રહે છે, ફલાણાના છોકરા ને ૮૫ ટકા આવ્યા અને તમારાને ૮૦ એટલે તમે દુખી છો. બીજા પાસે સારી કાર છે અને તમે હજુ સેકન્ડ હેન્ડ ફેરવો છો એટલે દુખી છો(તમને ખબર પણ નથી કે તમારે કારની જરૂર જ નથી !! ). 

આ ઉપરાંત ઘણી વખત બહારના કારણો પણ જવાબદાર હોઈ છે. ઘણીવાર બહારના વ્યક્તિએ બોલેલ એક વાક્ય તમારા મૂડને ખરાબ કરી નાખે, ઘણીવાર સામેના વ્યક્તિનું વર્તન તમારી એક્સપેક્ટેશન પ્રમાણે નો હોઈ તો પણ નાં ગમે. તો વળી ઘણીવાર આપને જ એવી કૈક સ્ટોરી વાંચીએ  કે ફિલ્મ જોઈએ કે બીજાની એવી દશા જોઈએ તો અંદરથી જ દુખ થાય. આ બધું ક્ષણિક હોઈ છે. થોડા વખતમાં પાછા આપણે નોર્મલ થઇ જઈએ. 


ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો =>  અહી ક્લિક કરો 
ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો 
તમને આ આર્ટીકલ વાંચવા પણ ગમશે -


Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.