જે થાય તે સારા માટે જ થાય

મને મળેલો આ મેસેજ ઘણું કહી જાય છે

જીન્દગી નાની છે દરેક પળ માં ખુશ રહો, 
ઓફિસમાં ખુશ રહો અને ઘરમાં ખુશ રહો, 
આજે શાક નથી તો દાળ માં જ ખુશ રહો, 
આજે જીમ નો સમય નથી તો બે કદમ ચાલીને ખુશ રહોં, 
ઘરે નથી જઈ શકતા તો ફોન કરીને જ ખુશ રહો, 
આજે ભાઈબંધ નો સાથ નથી તો ટી.વી.  જોઈને ખુશ રહો,જે 
ને જોઈ નથી સકતા તેના અવાજ માં જ ખુશ રહો, 
જેને આપણે મેળવી નથી શકતા તેની યાદ થી જ ખુશ રહો, 
આજે કોઈ નારાજ છે તો તેના આ વ્યવહાર માં જ ખુશ રહો, 
લેપટોપ ના મળ્યું તો ડેસ્કટોપ માં જ ખુશ રહો, 
ગઈકાલનો સમય ચાલ્યો ગયો છે તેની મીઠી યાદ માં જ ખુશ રહો, 
આવવા વાળા ની ખબર નથી તો સપનામાં જ ખુશ રહો, 
હસતા હસતા આ પળો પસાર કરો અને આજ માં જ ખુશ રહો.જીંદગી માં ઘણી વાર ધાર્યું કામ નાં થાય , ગમતી વ્યક્તિ નાં મળે કે જોઈતી ચીજ ન મળે ત્યારે એવું લાગે કે મારો સમય જ ખરાબ છે કે નશીબ ને બે ચાર સંભળાવી દઈએ .  બધા પાસે ફલાણો મોબાઈલ હોઈ અને આપની પાસે ન હોઈ કે પછી બધા મસ્ત છોકરીઓ(કે છોકરીઓ માટે મસ્ત છોકરાઓ ) ને ગાર્ડને લઇ ને બેઠા હોઈ અને આપને એકલા આંટા મારતા હોઈ ત્યારે એવું જ  લાગે કે મારી જીંદગી માં કઈ છે જ નઈ , નશીબ જ ફૂટેલા છે .  પરિક્ષા  માં ઓછા માર્ક્સ આવે કે પછી ફેઈલ થાય એટલે તો જીંદગી ટૂંકાવી લેવાનો જ વિચાર આવે . આવું શા માટે ????????

 શું તમને એવું લાગે છે કે ઉપર માંથી કઈક થાય એટલે જીંદગી પૂરી ??  જીંદગી માં એ વ્યક્તિ , વસ્તુ કે કામ વગર ચાલે એમ જ નથી ? જરા શાંત મને વિચારી જોવો જીંદગી નાં ૯૦% દુઃખ તો માત્ર દેખા દેખી ને કારણે  હશે. બધા પાસે ફલાણો મોબાઈલ છે તો મારી પાસે હોવો જ જોઈ કે બધા ને ૮૦ % માર્ક્સ આવ્યા તો મારે આવવા જ જોઈ . શું તમારી જીંદગી અને બીજા  ની જીંદગી સરખી જ હોઈ એ જરૂરી છે ..!! તમે એવું કેમ  નાં વિચારી  શકો કે મારા માટે જીંદગી માં આથી પણ કૈક સારું હશે. ભગવાને મને અત્યારે જરૂર નઈ હોઈ એટલે જ નઈ આપ્યું હોઈ અને સૌથી શ્રેષ્ઠ " ભગવાન કરે એ સારા માટે જ કરે "

આપણું કામ છે યોગ્ય દિશા માં મહેનત કરવાનું. કર્મ આપને કરવા નું છે , ફળ એ આપશે . ભાગવત ગીતા માં કહ્યું છે ને કે " કર્મ કરતો રહે ફળ ની ચિંતા નાં કર." બસ જે ફળ મળ્યું એ મારા સારા માટે જ હશે , કદાચ  મારા માટે એનાથી પણ સારું લખાયેલું હશે . એક વાત હમેશા યાદ રાખો જીંદગી માં ત્યારે જ દુખી થવું જયારે હવા, પાણી કે ખોરાક નાં મળે . હા આપને સામાજિક લાગણી ધરાવનાર મનુષ્ય છીએ તો લાગણી નાં સબંધો ન કારણે થોડું દુઃખ તો લાગે પણ એના કારણે આપની આખી જીંદગી તો ગમગીન નાં જ બનાવાય . એક વાત હમેશા યાદ રાખજો મિત્રો "જે સમય આપને આપની ખુશી માં જીવીએ છીએ એજ જીંદગી છે "

ભગવાન પાસે ક્યારેય એમ નાં માંગો કે મારે આ જ વસ્તુ જોય છે કે પેલી જ છોકરી  જોય છે ( કે પેલો જ છોકરો જોઈ છે ). ભગવાન પાસે હમેશા એવું માંગો કે "મારા માટે જે યોગ્ય હોઈ એ જ મને આપજે પ્રભુ ".  તો લાઈફ માં ટેન્સન શા માટે લેવાનું મોજ કરો ને વાલીડાવ........!!! <3 <3 <31 ટિપ્પણી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.