પ્રેમ કરવા ની આઝાદી ક્યાં છે?

ભારત માં લોકશાહી છે બધા જ લોકોને દરેક પ્રકાર ની આઝાદી છે .  ગમે ત્યાં ફરી શકાય છે , ગમતી વસ્તુ કરી શકાય છે પણ પ્રેમ !! પ્રેમ માટે ઘણું લખાય ચૂક્યું છે ફેમીલી નાં  પ્રોબ્લેમ અને એવા પ્રોબ્લેમ તો ખરા જ  પણ અહી આપને કાયદાકીય વાત કરીએ.

હમણાં જ ઘર ની બાજુ નાં ગાર્ડન માં  બેઠેલા કપલ્સ ( કદાચ ખાલી ફ્રેન્ડ્સ પણ હોઈ પણ "ફ્રેન્ડ" ની ડેફીનેશન ક્યાં કોઈ સમજે જ છે ) ને ઉઠાડી તેની સાથે સોસાયટી નાં  જ લોકો એ અમાનવીય વ્યવહાર કર્યો. તેઓ નું કહેવું હતું કે આ લોકો જાહેર માં અભદ્ર વ્યવહાર કરે છે  એના કારણે એરિયા નું નામ ખરાબ થાય . મારો પ્રશ્ન એટલો જ કે શું એ લોકો ખરેખર અભદ્ર રીતે બેઠા હતા ?? શું ફિલ્મો માં બધા જોવે છે અને એનો કોઈ વિરોધ નથી કરતુ એથી પણ અભદ્ર હતા ??

સારું ચલો માની લીયે કે આ પ્રેમીઓ ને કદાચ સ્થળ નું ભાન નાં રહેતું હોઈ પણ આ લોકો ને શું જાહેર માં આવું કરવાની મજ્જા આવતી હશે ?? એપને પણ એકાંત ની તરસ નહિ હોઈ . જેમ રેડ લાઈટ એરિયા ની મંજૂરી છે , શરાબ નાં બાર ની મંજૂરી છે એવી રીતે એવું સ્થળ કે ગાર્ડન નાં બનાવી શકાય કે જ્યાં ફક્ત પ્રેમીઓ , જેઓ ઘરે કે ઓફિસે  નાં મળી સકતા હોઈ એ મળી શકે . જે લોકો ને આ બધું અભદ્ર લાગતું હોઈ તેઓ દુર જ રહે આવા ગાર્ડન થી. પ્રેમ કરવા ની આઝાદી તો હોવી જોઈએ કે નહિ ..!!

પોલીસ નો ત્રાસ પણ એટલો જ હોઈ છે , કોઈ છોકરા છોકરી ને સાથે બેઠેલા જોવે એટલે પાણી ચડી જાય , એને એવી રીતે પકડે જાણે કોઈ ત્રાસવાદી હાથ માં આવી ગયો હોઈ  અને જાહેરમાં એટલું અપમાન કરવા માં આવે જેટલું " અઝમલ  કસાબ" નું પણ નોતું થયું . શું આ લોકો ને જીંદગી નથી , પ્રેમ કરતા લોકો એની જીંદગી એન્જોય નાં કરી શકે ?? અગર નહિ , તો આઝાદી ક્યાં છે ??

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.