જીંદગી માં જલસા જ જલસા છે
ટાઈટલ વાંચી ને જ અમુક દુખી આત્માઓ રોવા માંડશે , શું યાર ક્યાં જલસા છે . મારી જીંદગી સાવ બેકાર છે પણ આતો છે નઝરીયે કી બાત તમે જીંદગી ને કેમ જોવો છો...!! અમુક લોકો પાસે જમવાના પણ ફાફા હોઈ , ઉધારી લઇ ને જીવતા હોઈ તો પણ એને જોઈ ને એમ જ લાગે વાહ જલસા તો આને જ છે બાકી હઓ ...!!
જીંદગી જીવવા માં મજ્જા ક્યાં છે એ શોધતા આવડવું જોઈએ . પાંચ રૂપિયા ની ચા પીતા હોઈ તો એમ પીઓ કે જાણે બ્રાન્ડેડ વાઈન નાં શીપ લેતા હોઈ . અમુક નંગ એવા મળી જ જાય ચા નો કપ એવી સ્ટાઈલ માં પકડ્યો હોઈ અને ધીમે ધીમે શીપ લેતા હોઈ કે એમ જ લાગે આના માટે બધા જલસા ચા માં જ છે . આવી જ રીતે તમારી પાસે સ્પોર્ટ્સ બાઈક નથી કઈ વાંધો નઈ , અમુક "ખ " ને જોવો ૧૦૦ સીસી નાં CD DAWN માં પણ એવા જ સ્ટંટ કરતા હોઈ જે સ્પોર્ટ્સ બાઈક માં પણ નો થાય . આજ તો છે જલસા .
૧૦,૦૦૦ રૂપિયા નું દેણું લઇ ને ભારત યાત્રા પર નીકળ્યા હોઈ એવા તો તમને ઘણા મળી રેસે. બાપુ બીડી તો એમ પીતા હોઈ કે હાથ માં મોંઘીદાટ સિગાર હોઈ . મારુતી ફન્ટી એવા એટીટ્યુડ થી ચલાવતા હોઈ જાણે મર્સીડીઝ બેન્ઝ. મોઢા પર હમેશા સ્માઈલ જ હોઈ અને કોઈ દિવસ નબળી વાત જ નાં હોઈ . ભલે ઉધારી માં જીવતો હોઈ કોઈ પૂછે કે "મોટા આપને ૧૦૦૦ જોઈ છે " તરત જ મોટા મને કહેશે " લે ભૂરા ૧૦૦૦ શું ૨૦૦૦ લઇ જા ને , વધારે જોતા હોઈ તો પણ મેળ કરાવી આપીશ ".
એમાં પણ ગામડે જાવ તો તો આવા ઘણા મળી રયે. બ્લેક ડુપ્લીકેટ રીમન્ડ નાં ચશ્માં પહેર્યા હોઈ ઉપર શોર્ટ શર્ટ હોઈ અને જીન્સ હોઈ .અને ગામ માં આંટા તો એમ મારતા હોઈ જાણે શાહરુખ ખાન . પછી પૂછો તો ખબર પડે હમણાં જ હજુ ખેતર મમાં દવા છાંટી ને આય્વો છે.
"જીંદગી એક વાર મળી છે ભૂરા મોજ કરી લેવાય " આ જ એમનું સુત્ર હોઈ . પણ જો બધા આ જ રીતે જીંદગી ને જોવા મળે તો ક્યારેય દુખી નો થાવ .
ટિપ્પણીઓ નથી: