પ્રેમનો પહેલો અનુભવ



(એન્જીનીયરીંગની થીયરીમાં જેમ હોઈ છે એમ અહી આપણે માતા-પિતાનો પ્રેમ, ભગવાનનો પ્રેમ, રાષ્ટ્રપ્રેમ વગેરેને સર્વાનુમતે સ્વીકારી લઈશું ઓકે..!!! અને છોકરા અને છોકરીનાં વિજાતીય પ્રેમની વાત કરીશું)


પ્રેમ

પ્રેમનું કામ ભૂત જેવું છે કે પછી ભગવાન જેવું છે ઘણા ખરા લોકોનું માનવું છે કે પ્રેમ નામનું કૈક હોઈ છે તો ઘણા લોકો પ્રેમનું નામ સંભાળવા પણ તૈયાર નથી. તેઓનું દ્રઢ પણે માનવું છે કે પ્રેમ એક વહેમ છે જે લોકો સાવ નવરા હોઈ એને ટાઈમપાસ કરવા માટેનું એક ગતકડું છે .

આ લખનાર, હું પણ અમુક વર્ષ પહેલા આવું જ માનતો હતો. કોઈ આપણી જીંદગીને કેવી રીતે કંટ્રોલ કરી શકે, રાત્રે ઊંઘ કેમ નાં આવે, કોઈ છોકરીનાં જ વિચારો થોડા આખો દિવસ આવ્યા કરે ..!! આવું બધું એમને જ થાય જેમની પાસે લોજીક જેવું કઈ છે જ નહી.

પણ જીંદગીમાં આપણે માનીએ છીએ એ બધું જ સાચું હોય એ જરૂરી નથી. ક્યાંક ને ક્યાંક શરીરની અંદર હૃદયની પાસે કે પછી એની અંદર કૈક ને કૈક તો એવું છે જ, જે તમારા મગજ પર હાવી થઇ જાય  કોઈ વ્યક્તિ ને જોતા જ ત્યાં કૈક થવા માંડે કેટકેટલું પણ ઇગ્નોર કરો તો પણ તમારો કંટ્રોલ ફિક્કો પડી જાય.

ઘણા લાંબા સમયથી તમે કોઈને ઓળખતા હોઈ (અફકોર્સ વિજાતીય પાત્ર ) અને તમને એમના પ્રત્યે કઈ જ નાં હોઈ એવું બની શકે એ તમને જયારે મળે ત્યારે હાઈ હેલ્લો કરો અને મન થાય ત્યાં સુધી વાતો કરો પછી બધું પૂરું જેમ સામાન્ય ફ્રેન્ડશીપમાં થતું હોઈ પણ લાઈફમાં એવું પણ બને જ ( હા બને જ ) કે તમે કોઈને હજુ પૂરતા ઓળખતા નાં હોઈ અને એની કેર કરવા માંડો, એની જ વાત કરવા માંડો , મેસેજનાં સેન્ટ બોક્ષ્માં એનું જ નામ હોઈ (જો નંબર  આપી દીધા હોઈ તો !!) ફેસબુક ખોલીને એમની જ ઓનલાઈન થવાની રાહ જોતા હોઈ બસ આજ તો છે પ્રેમ .

દરેક વ્યક્તિ  ક્યારેક તો ,જીવનનાં કોઈ ને કોઈ તબ્બકામાં આમાંથી પસાર થયો જ હોઈ. બસ સવારે ઉઠતા જ એમને ગુડ મોર્નિંગ નો મેસેજ કરી રીપ્લાય ની રાહ જોવાની મજ્જા, રિપ્લાય આવે તેનો આનંદ, બાથરૂમમાં એમને જ યાદ કરતા કરતા “ ચાંદી જેસા રંગ હૈ તેરા સોને જેસે બાલ ....” જેવી ગઝલ  બેફિકરાઈથી એકસાઇટમેન્ટમાં જ ગાવાનો આનંદ , પછી ફેસબુકમાં ઓનલાઈન બેસીને એના જ ફોટા જોઈ ને એના ઓનલાઈન થવાની રાહ જોવાની મજ્જા ...........આહ્હ આજ તો છે પ્રેમ ...!!! પહેલો પ્રેમ .

Read Part -2 : પ્રેમ નો પહેલો અનુભવ : પાર્ટ-૨

3 ટિપ્પણીઓ:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.