સાચા પ્રેમ ને કોણ સમજે છે ??

(આ વાર્તા માં બધા નામ કાલ્પનિક છે , કોઈ વ્યક્તિ સાથે કાઈ પણ પ્રકાર નો સીધો કે આડકતરો સબંધ નથી )
નતાશા આજે મસ્ત તૈયાર થઇ રહી હતી , આખો બ્લેક પંજાબી સ્ટાઈલ નો ડ્રેસ અને વાળ છુટા હતા. પોતાના જ ચહેરા ને અરીસા માં જોઈ મનોમન હરખાતી હતી . આખરે આ જ તો ચહેરો હતો જે  નો દીવાનો હતો આકાશ . આકાશ એક એવરેજ લુકિંગ સ્ટાયલીસ છોકરો  હતો. એની પર્સનાલીટી જ એવી હતી કે આખી કોલેજ ની છોકરીઓ માં એની જ વાતો થતી . લાંબા સિલ્કી વાળ , મજબુત બાંધો અને સારી એવી હાઈટ.

નતાશા જલ્દી તૈયાર થઇ ને નક્કી કરેલ ગાર્ડને, વ્હાઈટ એક્ટીવા લઈને પાંચ મીનીટ પહેલા જ પહોચી ગઈ. હજુ આકાશ નો મેસેજ મળ્યો કે થોડું મોડું થશે , લગભગ  અડધી કલાક પછી રેડ ડાર્ક મોડીફાઈડ બાઈક પર બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ માં આકાશ દેખાયો . આકાશ ને જોતા જ એનું દિલ થોડું જોર થી ધડકવા લાગ્યું . આકાશ નાં મોઢા પર હલકી સ્માઈલ હતી અને ચહેરા પર થોડો ઘમંડ હોઈ એવું લાગ્યું . આકાશ સીધો જ નતાશા નો હાથ પકડી ને કોર્નર નાં બાંકડા પર લઇ ગયો અને પાસે બેસાડી ને વાતો કરવા માંડ્યો .

નતાશા ને તો પ્રેમ  ની  વાતો કરવી હતી , આકાશ સાથે આખી જીંદગી જીવવાના સ્વપ્નો જોવા હતા પણ આકાશ !!  આકાશ નો હાથ ધીમે ધીમે નતાશા પર ફરતો હતો , નતાશા ઇગ્નોર કરતી હતી . વાત વાત માં નતાશા એ પૂછી લીધુ "આકાશ ..!! હવે આપને કોલેજ નાં છેલ્લા વર્ષ  માં છીએ, સગાઇ કરી લઈએ તો ??"
આકાશે પેલા તો ઇગ્નોર જ કર્યું પણ જયારે નતાશા એ બીજી વખત પૂછ્યું ત્યારે જવાબ આપ્યો -" ડાર્લિંગ ઉતાવળ શું છે?? સમય આવશે ત્યારે કરી લેશું ને !!" થોડી વાર આકાશે મન ભણી ને નતાશા ને રમકડું હોઈ એમ  માંણી  પછી બંને છુટા પડ્યા .

ઘરે આવી ને નતાશા ને થોડું અજુગતું લાગ્યું .આકાશ એની ઘણી વાતો ટાળી દેતો હતો . શું આકાશ નો નેચર જ એવો છે ? મને ટાઈમપાસ જ સમજે છે ? આવી અટકળો માં એ ખોવાય ગઈ. ત્યાજ એને અક્ષ્ યાદ આવ્યો . અક્ષ્ એનો ક્લાસમેટ હતો , એને બોવ જ હેલ્પ કરતો . નતાશા એ એને "સારો ફ્રેન્ડ" ની ડીગ્રી આપી ને બાજુ માં મૂકી દીધો હતો . આકાશ નાં આવ્યા પછી તો એને ભૂલી જ ગઈ હતી . કેટલો સારો હતો એ ...!! ક્યારેય મારી કોઈ વાત નો ટાળતો , મારો મૂડ ઓફ  હોઈ તો હસાવતો જાણે નતાશા જ એના માટે બધું હોઈ એમ એ જીવતો  પણ આકાશ જેવી પર્સનાલીટી નોતી એની . એ ખુલ્લા દિલ નો હતો , ખોટા દેખાવ નહિ , જે સાચું હોઈ એવું જ બોલવાનું  અને બધા ને સારું લાગે એમ જ રહેવાનું. બસ આમ જ વિચારો માં એ  વહેલી સુઈ ગઈ .

સવારે ઉઠતા જ આકાશ નાં બે ગુડ મોર્નિંગ નાં મેસેજ હતા. બધું ભૂલી ને આજે પાછો આકાશ જ હતો એની સામે .

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.