પ્રેમ નો પહેલો અનુભવ : પાર્ટ-૨


બસ એક વખત પ્રેમની અનુભૂતિ થઇ જાય પછી તો સ્વર્ગ હાથવેંત જ છેટું લાગે . બસ એના જ વિચારો એના જ ખયાલો અને એની સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના " અગર તુમ મિલ જાઓ તો જમાના છોડ દેંગે હમ ".દરેક  પળે , દરેક સેકન્ડે બસ એ જ એ. જો સામેથી મેસેજ આવે કે કોલ આવે તો તો બસ પૂરું કોઈ પણ ભોગે એને મેળવીને જ જંપે .

બસ આ જ આગ ધીમે ધીમે બંને તરફથી શરુ  થઇ જાય, હવે તો જન્નતમાં જીવતા હોઈ એવું જ લાગે . મોબાઈલની બધી જ સ્કીમોની ખબર હોઈ આખો દિવસ " શું કરે જાનું , જમી લીધું? " એક બીજાની કેર કરવામાં અને હુ સાથે જ છું નો અહેસાસ આપવામાં જ બધું સુખ. બસ પ્રેમ ની જ વાતો અને ભવિષ્યની જ કલ્પનાઓ.

આ તબ્બકો કદાચ લાઈફનો શ્રેષ્ઠ તબ્બકો હોઈ છે .બસ એકબીજામાં જ ખોવાય રહેવાનું મન થયા કરે . ફેસબુક પર એકબીજાને  ફોટા શેર કરે , મેસેજમાં એક એક ક્ષણની લાઈવ કોમેન્ટ્રી ચાલુ હોઈ . બેય એકબીજા વિશે લગભગ બધું જ જાણી ચુક્યા હોય. પછી નક્કી થાય પ્રથમ મુલાકાતનું .

બંને ભલે કદાચ એક જ ક્લાસમાં હોઈ, કે પછી એક જ શેરીમાં રહેતા હોઈ, પણ પ્રથમ મુલાકાત વખતનું એક્સાઇટમેન્ટ , ભય , બેબસી બધું સરખું જ હોઈ નવા નવા કપડા ટ્રાય થતા હોઈ ક્યાં સારા લાગશે??, આગળ કેવા ફોટા માં એને લાઈક કર્યું હતું બધું જ એનાલીસીસ ચાલુ થઇ જાય મનમાં તરંગો ઉઠતા હોઈ "આજ પહેલી મુલાકાત હોંગી .....!!"બસ પછી તો મુલાકાતનાં સમયની એક કલાક પહેલા જ તૈયાર હોઈ .

હવે એક સમય તો આવે જ કે જયારે મુલાકાત થઇ જાય , શું વાત કરવી એ યાદ જ નાં આવે , બસ એને જોતા જ રહીએ .ઘણાને તો પરસેવો વળવા માંડે , મોઢા પર જરૂર કરતા વધુ સ્માઈલ હોઈ અને નજર ટકરાયને છુપાય જતી હોઈ . હાથમાં થોડી થોડી ધ્રુજારી આવતી હોઈ અને દિલમાં કંપારી છૂટતી હોઈ. આખરે એકબીજા માટે લાવેલ ગીફ્ટ આપે અને ત્યાંથી વાત નો દોર ચાલુ થાય ..

પછી તો આવી મુલાકાતો સામાન્ય થઇ જાય . ક્યારેક મુવી તો ક્યારેક સાઈબર કાફેનું એકાંત , ક્યારેક લવ ગાર્ડન તો ક્યારેક શહેરથી દુર એકાંત સ્થળ. બસ હાથ માં હાથ નાખી ને બેસવાની  મજ્જા , પ્રથમ સ્પર્શ ની અનુભૂતિ અને પહેલી કિસ નું એક્સાઇટમેન્ટ , આજ લાઈફ છે અને આજ તો મજ્જા છે.જે જે પળ તમે દૈવી આનંદ અને એક્સાઇટમેન્ટમાં જીવ્યા છો એજ તો જીંદગી છે.

પછી તો શારીરિક ઉભરા વધવા માંડે, પ્રથમ રાત ની કલ્પના જ હચમચાવી મુકે , લગ્ન કરવા નાં પ્રોમીસ અપાય અને સુખી જીવનનાં સ્વપ્ન . બસ બધું જ જન્નત જ જન્નત લાગે .

આ છે પ્રેમ ની અનુભૂતિ થયા પછી નો મધ્યભાગ ....:)

1 ટિપ્પણી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.