એપ્રિલફૂલ : "આમજનતા" ને તો રોજ નું થયું




એપ્રિલફૂલ
આમ તો આપણા ભારતીઓ માટે આ કઈ નવું નથી . આ બાબતમાં તો આપણે માહિર છીએ, કોઈને છેતરવાથી માંડીને કોઈ ને હેરાન કરવાનો "નિર્દોષ " આનંદ તો આપણે આમ આડે દિવસે પણ લય જ લેતા હોઇએ છીએ. "એ માણસ જ સૌથી વધુ એપ્રિલફૂલ બને જેને બીજા પર ભરોસો વધારે હોઈ". કોઈ ગુજરી ગયું છે કે કોઈ તમને બોલાવે છે કે હુ સ્ટેશને છું તેડવા આવો જેવા એપ્રિલફૂલ તો કોમન છે .
જો દુનિયા માં સૌથી વધુ કોઈ એપ્રિલફૂલ બનતું હોઈ તો એ છે "બિચારી" જનતા. ૫૦% ડિસ્કાઉન્ટનું બોર્ડ જોતા જ આપણને થઇ જાય કે વાહ દેશમાં સેવા કરવા તો આ જ લોકો બેઠા છે . ૧૦૦૦ ની સાડી ૫૦૦ માં લઇ આવનાર ગૃહિણીને તો ખબર પણ નથી પડતી કે એ ક્યારે ફૂલ બની ગઈ . ભેળસેળવાળું ખાઈને તો રોજ ફૂલ બનીએ જ છીએ . શાકભાજીનાં ભાવતાલમાં, પેટ્રોલ, ડીઝલ અને દૂધનાં ભાવ વધારામાં બધે જનતા એપ્રિલફૂલ તો બને છે. બજારમાંથી ચોખ્ખું ઘી લઇ આવો એટલે તમે ફૂલ બની જ ગ્યા સમજો .
પેટ્રોલ પંપવાળો ક્યારે વાતોમાં વળગાળીને ૫૦૦ ની જગ્યાએ ૪૦૦ નું જ પેટ્રોલ ભર્યું ખબર જ નથી પડતી. પંચરવાળો ટાયર ખોલવામાં જ ટ્યુબ તોડી નાખે તો ગેરેજવાળા તો ક્યાં સ્પેરપાર્ટ બદલાવી નાખે એ ખબર જ નો પડે . રોજનાં ૨૦% લોકો આ સ્કીમ માં જ ફૂલ બની જાય છે. ઇન્સ્યોરન્સ પોલીસીવાળા નું ગણિત પણ એવું જ કૈક છે.એ લોકોનો તો ટાર્ગેટ જ રોજ ના અમુક લોકોને ફૂલ બનાવવાનો હોઈ છે. મોબાઈલ કંપનીઓંની સ્કીમમાં તો રોજનાં લાખો લોકો ફૂલ બનતા હશે કોને ખબર ..!!
હજુ બીજા ઘણા ક્ષેત્રો તો બાકી જ છે. જોબ કન્સલ્ટન્સીવાળાનું પણ કૈક એવું જ છે, તમને ૧૦૦૦૦ હજાર રૂપિયા( આમાં ઘણો ફેરફાર હોઈ શકે )માં ટ્રેનીંગ અપાવીને ઇન્ટરવ્યુંનું ગોઠવી આપે પછી જોબ કોને મળે રામ જાણે, બિચારા બેકાર લોકોને સામે ચાલીને ફૂલ બનવું પડે .
ધાર્મિક ગોરખ ધંધાઓમાં તો શ્રદ્ધાળુઓ ફૂલ બને જ છે સાથે સાથે જ્યોતિષ અને ભુવાઓનાં ચક્કરમાં પણ લાખો લોકો આવી જાય છે. બાકી ફિલ્મોનાં ખોટા રીવ્યુ અને પ્રોમો જોઈને ટોકીજમાં ફૂલ બનવાવાળા પણ લાખો છે . બાકી લવના ચક્કરમાં કોણ કોને ફૂલ બનાવે છે એ સમજવું તો ભાઈ રોકેટ સાયન્સ કરતા પણ વધુ અઘરું છે .
બાકી ખોટા વચન આપી ચુંટણી જીતનારા પ્રધાનો , લાખો કરોડો નાં કોમ્ભાંડો કરી જતા "રાજાઓ" આખા દેશને ફૂલતો બનાવે જ છે .
આમાં દુઃખ ની વાત એ છે કે ફૂલ બનનારો જ બીજાને ફૂલ બનાવે છે. ............
તો પણ સૌને હેપી એપ્રિલફૂલ ડે....... 

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.