અહી તો ભાઈ હંસલી ની કાગડી થઇ જાયએક સરસ મજા નું ઉપવન હતું . નદી , ઝરણા અને ઘટાદાર વ્રુક્ષો . બધા એવું જ માનતા કે તમામ દેવી દેવતાઓ અહી જ જનમ્યા છે . એક હંસો નું જોડું ઉડતું ઉડતું ત્યાં આવી ચડ્યું . તેઓ તો ઉપવન જોતા જ રાજી નાં રેડ થઇ ગ્યા . તેઓ પરદેસ થી ઉડતા ઉડતા આવ્યા હતા એટલે એક રાત ત્યાં આરામ કરવા નું નક્કી કર્યું .

એક મોટા વડ ન વ્રુક્ષ્ નીચે તેઓ આરામ કરવા લાગ્યા . ત્યાં ઉપર એક કાગડો રહેતો હતો . તેઓ એ આ હંસ અને હંસલી ને જોયા . નામ ઠામ પૂછ્યા અને થોડી સુખ દુઃખ ની વાતો કરી . હંસો ને આ કાગડો ખુબ જ માયાળુ લાગ્યો . તેની સાથે બે કલાક માં તો ઘરોબો બંધાય ગયો .


એક દિવસ આરામ કાર્ય પછી હંસલો અને હંસલી પાછા એના સફર મતે નીકળવા ની તૈયારી કરવા લાગ્યા . હંસલા ને થયું લાવ ને કાગડા ભાઈ ને છેલ્લા રામ રામ કરી આવું. હંસ તો કાગડા ને મળ્યો , એવામાં કાગડાએ કીધું તમે ભલે જાવ પણ મારી કાગડી ને અહી મુક્તા જજો . હંસ તો અચંબા માં પડી ગયો ..!!! કેવી કાગડી ને કેવી વાત ..!!!!  કાગડો તો હઠે ભારનો - નાં  એ હંસલી નથી મારી કાગડી જ છે.

વાત બોવ આગળ વધી ગઈ . હાઈકોર્ટ માં કેસ દાખલ થ્યો . ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા અગ્રણી ન્યુઝ પેપર માં ફ્રન્ટ પેજ પર કાગડો ચમક્યો . ન્યુઝ ચેનલો માં તો વોટિંગ થવા માંડ્યુ - અગર આપ કાગડા કે સાથ હાઈ તો એસ એમ એસ કરે "કાગડા " અને ભેજે ૧૨૧ પર ....!!! પહેલે દિવસે જ જજ ને ખબર પડી ગઈ કાગડો ખોટો છે પણ કાગડા એ સાબિત કરવા મતે ૧ વીક  ની મહોલત માંગી અને જજે એ મંજુર કરી .

બીજે દિવસે કાગડો પહોચ્યો જજ સાહેબ નાં ઘરે . "સાઈબ સીધી વાત કરું તો તમને ખબર જ છે કે એ કાગડી નથી હંસલી છે .પણ તમારે એને કાગડી જ સાબિત કરી ને ફેસલો મારા પક્ષ માં સુનાવાનો છે " જજ કયે " પણ એમનમ કામ નો થાય . ટુ એના બદલા માં મને શું આપીશ ??" કાગડો કયે "જો તમે મારા પક્ષ માં ચુકાદો આપશો ને તો હુ તમારા મૃત માં બાપ ને મળાવીશ." જજ ને થયું મને શું ફેર પડવાનો . કાગડી કે હંસલી ..!!

બીજે દિવસે જજે કાગડા નાં પક્ષ માં ચુકાદો આપ્યો . કાગડા નો બધે જય જયકાર થઇ ગયો . હંસ ને માનભંગ બદલ મોટો દંડ થયો . બીજે દિવસે જજે કાગડા ને ફોન કર્યો "ચલ મળાવ મારા માં -બાપ ને ". કાગડા એ ટાઈમ અને પ્લેસ મેઈલ કરી દીધા .

ટાઈમ પ્રમાણે કાગડો અને જજ મલ્યા. કાગડો જજ ને કયે આવો મારી પાછળ પાછળ . ચાલતા ચાલતા એક ઘનઘોર જંગલ આવ્યું . જજ ને તો ડર લાગવા માંડ્યો . ત્યાંથી આગળ કાદવ કીચડ શરુ થ્યો . પછી તો ભયંકર મગજ ફાડી નાખે એવી ખરાબ ગંદગી ચાલુ થઇ . ત્યાજ બે કીડા ચાલ્યા જતા હતા . કાગડો કયે " સાઈબ આજ છે તમારા માતા -પીતા " જજ તો ગુસ્સા થી રાતો પીળો થઇ ગયો ." હાવ ઇસ ઇટ પોસિબલ ?? મારા જેવા હાઈકોર્ટ નાં જજ નાં માતા પીતા ગંદગી નાં કીડા ?? તું મને રમાડે છે ."

ત્યારે કાગડાએ એક સરસ જવાબ આપ્યો " સાહેબ જે જજ હંસલી ને કાગડી સાબિત કરી દ્યે ને એના માતા -પીતા અહી જ હોઈ ..!!!!" 

  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.