IPL: એક સરસ મજાનો ધંધો .

IPL 
IPL

IPL ની છઠ્ઠી સીઝન ચાલી રહી છે ત્યારે IPL એ ખાલી ક્રિકેટ જ નથી એ બધા ને સમજાય ગયું હશે . જો કોઈ IPL ને ખાલી નિર્દોષ ક્રિકેટ જ ગણાતું હોઈ તો કાં તો એ માણસ ને ક્રિકેટ માં ખબર નથી પડતી અથવા બિઝનેસ માં ટપ્પા નથી પડતા . આમ જોઈએ તો મોટા માથાઓ માટે IPL એ એક પરફેક્ટ બિઝનેસ છે , અને બાકીનાઓ માટે મળતું નશીલું મનોરંજન છે તો અમુક માટે જોબ નો અવકાશ છે ( ખાસ કરી ને ડેબ્યુ પ્લેયરો માટે ..!!).


કઈ ટીમ માં કોને કેટલા ખોખા રોક્યા છે એ તો લગભગ બધા ને ખબર જ છે, આના પર થી જ ખ્યાલ આવે કે આ કેવડો મોટો બિઝનેસ હશે . બધા પ્લેયરો , ચીયર લીડર , ગ્રાઉન્ડ સ્ટાફ , ગ્રાઉન્ડ નાં  ભાડા, ટ્રાન્સપોર્ટટ્રેશન વગેરે નો ખર્ચો ગણાતા જ પરસેવો છૂટી જાય .  પ્રોફિટ માર્ઝીન તો રામ જાણે !! . 


સોની મેક્સે અધધધધ રૂપિયા રોકી ને પ્રસારણ નાં હક્કો ખરીદ્યા છે . એટલે તેના પર આવતી જાહેરખબરો માટે કેટલા ચૂકવવા પડતા હશે ..!! ટીવી સ્પોન્સરશીપ નો હિસ્સો ઘણો જ મોટો હોઈ છે .મેદાન પર ટીકીટ નાં ભાડા માંથી થતી આવક તો સાવ મામુલી છે . વ્યુંર્શીપ પર મળતી જાહેરાતો ની આવક જ ઘણી છે . ઉપરાંત ટીમ પણ કંપનીઓ માટે જાહેરાતો કરે છે. ટીશર્ટ પર નાં સ્પોન્સર્સ ને પણ ઘણું ચૂકવવા નું થાય .આ ઉપરાંત ગ્રાઉન્ડ પર ની જાહેરાતો તો ખરી જ . દરેક મેચ દીઠ થતી આવક બંને ટીમો ને સરખે ભાગે મળે છે . જેમ વ્યુઅર્સ વધે તેમ આ આવક વધે . આ તો બધા દેખીતા આવક નાં સ્ત્રોત છે . 

હવે વાત કરીએ પરોક્ષ્ આવક ની , બુકીઓ અને મોટા સટોડિયઓ આમાં સારી રીતે સંકળાયેલા છે . દરેક મેચ ને ઈન્ટરેસ્ટીંગ અને  અનએક્સપેક્ટેડ બનાવવા  માટે અગાઉ થી સ્ક્રીપ્ટ લખાયેલી જ હોઈ છે બંને ટીમ નાં માલિકો ને આ માટે બુકી તરફ થી મસ્સમોટો માલ મળે છે .

મારા મતે 
તો IPL એ એક બોવ મોટો જુગાર છે લાઇસન્સવાળો જુગાર .  મોટા મગરમચ્છો આમાં ધરાય ધરાય ને ખાય છે .

 

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.