ભગવાનનું વોરંટ

GOD VS PEOPLE


આજે શું કરશું આપણે ?  આવતા જ નવા જોડાયેલા  પીએસઆઈ પ્રતાપે પૂછ્યું , હવાલદારે રોકડું પરખાવ્યું - "સાઈબ ઉપર થી ઓર્ડર  છે ભગવાન ને પકડવા નાં છે એમના નામ નું વોરંટ નીકળ્યું છે" .  પ્રતાપ થી નાં રહેવાયું " એલા કયો ભગવાન , નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબર ગોત , હુ જીપ કાઢું છું ."
"અરે સાઈબ નામ ભગવાન જ છે ક્યાં રહે  છે અને કેમ કોન્ટેક્ટ કરવો એ હજુ બધા ગોતે છે , સાઈબ ઉપરવાળો ભગવાન " હવાલદારે નમ્રતાથી મુંજાવણમાં જવાબ આલ્યો .
પ્રતાપને તો પરસેવો વાળી ગયો , જલ્દી જલ્દી ફાઈલ જોઈ . "અરરર આટલા બધા ગુના . આ ઉપરવાળા ભગવાન પર તો કરોડો કેસ છે બધે જ એની સંડોવણી છે , ભાઈ ખરેખર કલયુગ આવ્યો છે કલયુગ "

પહેલો જ ગુનો જોઈ લ્યો ,  અમુક લોકોએ મોંઘવારી વધતા નેતાઓને મારવાની સોપારી ભગવાનને આપી રાખી છે , લગભગ બધા જ નેતાઓ નાં નામ એમાં શામિલ છે . લોકોએ ત્યાં સુધી કયે છે કે આ પાપીઓ ને ભગવાન જ મારશે અને એના મતે બધા અલગ અલગ સોપારી આપશે , કોઈ સોનાનો મુગટ તો કોઈ પાંચ પેટી રોકડા .!!!! કદાચ બધા નેતાઓએ જ  ભયભીત થઇને વોરંટ મોકલ્યું છે .

હવાલદાર ધીમે ધીમે  બબડ્યો " હુ દહાળા આય્વા સે સાઈબ , ધરતીનાં  ધણી, લોકોનાં નાથ પર નેતાઓની સોપારી લેવા નો  આરોપ ...!!!" પ્રતાપને તો હસવું પણ આવતું હતું અને રડવું પણ . ફાઈલમાં જોતા જોતા જ બોલ્યો "હા ભાઈ આ ભારત છે , હજુ આગળ નું તો સાંભળ  "

છેલ્લા મહિનાઓમાં પકડાયેલા ગાંજાનાં ખેડૂતો એ કોર્ટ માં એવો દાવો કર્યો છે કે અમે ગાંજો વાવતા નથી આ તો ભગવાન ખેતર માં ઉગાડે  છે તો અમે શું  કરીએ ...!!!  અરે એટલું જ નઈ દુષ્કાળ માટે  પણ ભગવાન પર આરોપો આવ્યા છે તો આસામ બાજુ પડેલા વધારે વરસાદ માં  પણ ભગવાન પર હજારો કેસ થયેલા છે .

તો આ બાજુ વિદ્યાર્થી વર્ગનાં  કેસ પણ પેન્ડીંગ છે તે લોકો નું સ્પષ્ટ કહેવું છે કે પરીક્ષા માં ઓછા માર્ક્સ આવવા , નાપાસ થવું વગેરે માટે ભગવાન જવાબદાર છે આમાટે  તેઓએ બદનક્ષી અને વર્ષ અને ફી બગડ્યા તેનું વળતર ચૂકવવા માટે ભગવાનને જિમ્મેદાર ગણ્યા છે . હા જો કેટલાક એન્જીનીયરો ( ખાસ કરી ને GTU નાં ) એ નોકરી નાં મળવાનો દોષ યુનિવર્સીટી પછી ભગવન પર નાખ્યો છે .

બાકી ઇન્સ્યોરન્સ નાં મળવા માટે GOD ACT  નાં લખો કેસ ભગવાન પર ચાલે જ છે . ધરતીકંપ જેવી હોનારતો માં થયેલા લખો લોકો નાં મૃત્યુ માટે એના પર "ખુન " નો ઇન્જામ લાગેલો છે . બાકી ચીલાચાલુ નાના કરોડો કેસ તો અલગ જ જેમાં વસ્તુઓ ખોવાય જવી , ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે નાં બ્રેકઅપ , ધંધા માં નિષ્ફળતા જેવા  કેસો માં લોકો ભગવાન ને જિમ્મેદાર મને છે અને FIR લખાવેલ છે .

પ્રતાપ નાં મોઢે ફીણ આવી ગ્યા , આટલા બધા કેસ ભગવાન ઉપર ..!! આ શું  માંડ્યું છે લોકો એ ??..ત્યાજ સીનીયર પીએસઆઈ ઝાલા આવી ગ્યા . પ્રતાપે બધી વાત કરી . ઝાલા સર હસવા માંડ્યા . "અરે પ્રતાપ, તને યાદ છે પેલું "ઓ માય ગોડ " ફિલમ આવેલું ..!! એમાં જ્યારથી પરેશ રાવલ ભગવાન પર નો કેસ જીતી ગયો ત્યાર થી લોકો એ આવા કેસ કરવાનું ચાલુ કરી દીધું છે .ચલ બધું છોડ મુખ્યમંત્રી આજે આવવા નાં છે એની સુરક્ષા ની વ્યવસ્થા કર હવે "

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.